ઇ-કાર:Azani સુપરકાર ફુલ ચાર્જમાં 700 કિમી દોડશે, કલાક દીઠ 350 કિમીની ટોપ સ્પીડથી સજ્જ કારની કિંમત 89 લાખ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મીન મેટલ મોટર્સ (MMM) નામના ભારતીય સ્ટાર્ટઅપે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક સુપરકાર અજાની (Azani) બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કંપનીનો દાવો છે કે અજાનીની ટોપ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક છે.

આ સુપરકાર માત્ર બે સેકંડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ સુપરકારમાં વપરાતી ઇલેક્ટ્રિક મોટર 1,000 hp પાવર પેદા કરે છે. સિંગલ ચાર્જમાં આ કાર 700 કિમી સુધીનું અંતર કાપી શકે છે.

કિંમત
કંપની પહેલા તેને વર્ષ 2023ની શરૂઆતમાં બ્રિટનમાં અને પછી 2024માં UAEમાં લોન્ચ કરશે. આ કાર વર્ષ 2025થી ઇન્ડિયન માર્કેટમાં ઉપલબ્ધ થશે અને કિંમત 1,20,000 અમેરિકન ડોલર (લગભગ 89 લાખ રૂપિયા)થી શરૂ થશે. કંપનીની સ્થાપના સાર્થક પોલ દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી અને બ્રાંડને વર્ષ 2014માં સામેલ કરવામાં આવી હતી.

લુક અને ડિઝાઇન
અજાની સુપરકાર McLaren સુપરકાર જેવી દેખાય છે. કારની ફ્રંટ પ્રોફાઇલ સંપૂર્ણ રીતે ઢંકાયેલી પેનલ અને મોટા સાઇડ એર વેંટ્સમાં ઇન્ટિગ્રેટેડ શાર્પ LED હેડલેમ્પ્સ સાથે સ્લિક જોવા મળે છે.

કારમાં રાઉન્ડ બોનેટ, હળવા ફ્લેર્ડ વ્હીલ આર્ચ, સહેજ ઉપરની તરફ ચાલતી શોલ્ડર લાઇન, ઓલ-બ્લેક કોકપીટ, કર્વી અને એરોડાયનેમિક ટેલ સેક્શન મળે છે, જે આ સુપરકારના લુકને એકદમ આકર્ષક બનાવે છે. અઝાણીના પાછળના ભાગમાં ટેલલાઇટના રૂપમાં એક આકર્ષક LED સ્ટ્રીપ આપવામાં આવી છે.

કંપની 2030 સુધી 3 કરોડ 40 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવશે
કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ ઇલેક્ટ્રિક સુપરકાર માઇક્રો પ્લાન્ટમાં બનાવવામાં આવશે, જે ઓટોમોબાઇલ પ્લાન્ટની કિંમતના પાંચમા ભાગથી પણ ઓછી હશે. આ પદ્ધતિ બ્રાન્ડેડ ગાડીઓને ઝડપથી બજારમાં લાવવામાં મદદ કરશે. સ્ટાર્ટઅપનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 34 મિલિયન (3 કરોડ 40 લાખ) ઇલેક્ટ્રિક વાહનો સાથે 750 અબજ ડોલર (લગભગ 5,564 અબજ રૂપિયા)થી વધુ માર્કેટ સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવવાનું છે.
કંપનીએ કહ્યું કે તેની 22 સભ્યોની ટીમ હાલ બ્રિટન, જર્મની અને અમેરીકામાં તેના ટેક્નિકલ પાર્ટનર્સ સાથે રિસર્ચ, ડેવલપમેન્ટ, ડિઝાઇન, એરોડાયનેમિક્સ અને એન્જિનિયરિંગ પર કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...