• Gujarati News
  • Utility
  • Automobile
  • Automotive Skills Development Council (ASDC) And Federation Of Automobile Dealers Associations (FADA) Join Hands With Google To Lead Industry’s Digital Transformation

ડિજિટલ ટ્રેનિંગની તૈયારી:FADA અને ASDCSએ ગૂગલ ઈન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી, 1 લાખથી વધારે કર્મચારીઓને ટ્રેનિંગ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ASDC (ઓટોમેટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ) અને FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન)એ ઈન્ડસ્ટ્રીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું નેતૃત્વ કરવા માટે ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપનું લક્ષ્ય દેશભરમાં 20 હજાર ઓટો ડીલરશિપ પર 1 લાખથી વધારે કર્મચારીઓને ડિજિટલી ટ્રેનિંગ આપવાનું છે.

ગૂગલ ઈન્ડિયા તેના ‘ગ્રો વિથ ગૂગલ’ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ ડિજિટલ માર્કેટિંગ, હાયપર લોકલ મીટિંગ માટે યુટ્યુબ ચેનલ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મના વેબિનારની ટ્રેનિંગ આપશે.

તમામ માટે મુશ્કેલીનો સમય: ASDC
ASDCના અધ્યક્ષ, નિકુંજ સાંધીએ કહ્યું કે, ‘આપણે સામુહિક રીતે એક અભૂતપૂર્વ સમયનો અનુભવ કરી રહ્યા છે. કોવિડ-19ને લીધે આપણા સંબંધો ડિજિટલ થઈ ગયા છે. હાલની સ્કિલ માટે ઘણી વધારે પુનર્વિતરણની આવશ્યકતા થશે અને જ્યારે આપણે નવી દુનિયામાં ફરી પ્રવેશ કરીશું તો સ્કિલિંગ એક પ્રમુખ ભૂમિકા ભજવશે. આપણને ડિજિટલી ઉપકરણોનો ઉપયોગ કરવા અને તેની કાર્યક્ષમતાની દેખરેખ માટે ઈકોસિસ્ટમને ટ્રેનિંગની આવશ્યકતા છે. તેથી માર્કેટમાં નિરંતરતા જાળવી રાખવા માટે, ASDC અને FADA બંને ગૂગલની મદદથી આ કામ કરી રહી છે.’

જૂની પરંપરામાંથી બહાર આવવું પડશે: FADA
ફાડા પ્રેસિડન્ટ, વિંકેશ ગુલાટીએ વેબિનાર વિશે કહ્યું કે, ‘ટેક્નોલોજી અને કમ્યુનિકેશનની નવી ચેનલો સાથે લોકલ લેવલે પ્રોડક્ટનું માર્કેટિંગ અને સર્વિસિસમાં ફેરફાર આવ્યા છે. ગેન એક્સપોઝર હાંસલ કરવા માટે ઈન્સર્ટ, બેનર અને નાની પ્રિન્ટેડ જાહેરાતો પર નિર્ભર રહેવાની પરંપરા જૂની છે. આજે જિયો લોકેશન ટાર્ગેટિંગ, હાઈપર લોકલ માર્કેટિંગ અને અન્ય ડિજિટલ માર્કેટિંગ ટેક્નોલોજીએ એડ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી છે. ડિજિટલ પ્લેટફોર્મની મદદથી ઓટો ઈન્ડસ્ટ્રીને વેગ આપવા માટે FADA કમિટેડ છે. ગૂગલ-ASDC-FADA વેબિનારનાં માધ્યમથી ડીલર્સને આગામી ગેમ્સ માટે તૈયાર કરવા માગે છે. ’

કોવિડ-19એ ગ્રાહકોને દૂર કર્યા
ગૂગલ ઈન્ડિયાના ઓટોમેટિવ હેડ, નિખિલ બંસલે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં ઓફલાઈન પ્રયાસોનાં માધ્યમથી ખરીદદારીની વિન્ડો નાની થઈ છે. ભારતમાં ડીલરશિપની સરેરાશ સંખ્યા છેલ્લા 3 વર્ષ 2016થી 2019ની સરખામણીએ ઓછી થઈ છે. હવે કોવિડ-19ને ગ્રાહકોને ડીલરશિપ પર જવાની ઈચ્છાને નબળી બનાવી છે. તેવામાં બિઝનેસ રિકવરી માટે ઓનલાઈન ઓટો વિન્ડો ઓપન થવાથી તેમને પ્રોત્સાહન મળશે. અમે અમારા ડીલરશિપ નેટવર્કને ડિજિટલ બનાવવા માટે મદદ કરી રહ્યા છે. હવે અમે ASDC અને FADA સાથે મળી ઓટો ડીલર્સ માટે ડિજિટલ ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ. ’