ન્યૂ લોન્ચ:સ્પોર્ટ્સ મોડથી સજ્જ ઓટોમેટિક ફોર્ડ ફિગો ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ, કિંમત 7.75 લાખ રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફોર્ડ ઇન્ડિયાએ ભારતમાં તેની સૌથી લોકપ્રિય હેચબેક કારનું ઓટોમેટિક વર્ઝન લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેની કિંમત 7.75 લાખ રૂપિયા રાખી છે. ફોર્ડ ફિગો ઓટોમેટિક કંપનીની ફિગો હેચબેકના કરન્ટ લાઇનઅપને વિસ્તારશે. નવી ફિગો ઓટોમેટિકમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટરની જેમ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ કાર મિડ-સ્પેક ટાઇટેનિયમ અને ટાઇટેનિયમ પ્લસ ટ્રીમમાં ઉપલબ્ધ હશે. ટાઇટેનિયમ પ્લસ ટ્રીમની કિંમત 8.20 લાખ (એક્સ શો રૂમ) રૂપિયા સુધી જશે.

ફિગો ઓટોમેટિકમાં 'સ્પોર્ટ્સ' મોડ પણ મળશે
ફિગો ઓટોમેટિકમાં 'સ્પોર્ટ્સ' મોડ પણ મળશે

એન્જિન ડિટેલ્સ
કંપનીએ આ નવી કારમાં સબકોમ્પેક્ટ SUV ઇકોસ્પોર્ટમાં સમાન ગિયરબોક્સનો ઉપયોગ કર્યો છે. તે કરન્ટ 1.2-લિટર થ્રી સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે જોડવામાં આવ્યું છે જેમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. એન્જિન સાથે જોડવામાં આવેલું ઓટોમેટિક ગિયરબોક્સ મેક્સિમમ 95bhp અને 119Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ડ્રાઇવિંગના વધુ સારા અનુભવ માટે ફિગો ઓટોમેટિકમાં 'સ્પોર્ટ્સ' મોડ પણ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે ફીગો ઓટોમેટિક 16 કિમી/લિટર (ARAI સર્ટિફાઇડ)ની ફ્યુલ ઇકોનોમી પહોંચાડવામાં સક્ષમ છે.

15 ઇંચના એલોય વ્હીલ્સ મળશે
કરન્ટ ફિગો હેચબેકનું ડીઝલ વેરિઅન્ટ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આપવામાં નહીં આવે. ફિગોના અન્ય વેરિઅન્ટ્સ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે. ડિઝાઇનની રીતે જોવા જઇએ તો ફિગોના નવા ઓટોમેટિક વેરિઅન્ટમાં કેટલાક નાના ફેરફારો કરવામાં આવ્યા છે. 2021 ફિગો ઓટોમેટિક પર નવા ડ્યુઅલ-ટોન 15 ઇંચના એલોય વ્હીલ્સ વધુ સ્પોર્ટી લુક સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.

7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રેન સેન્સિંગ વાઇપર જેવાં ફીચર્સ મળશે
7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રેન સેન્સિંગ વાઇપર જેવાં ફીચર્સ મળશે

ફીચર્સ
નવી ફિગો ઓટોમેટિકમાં 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રેન સેન્સિંગ વાઇપર અને રિમોટ કી-લેસ એન્ટ્રી જેવાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. જો કે, નવી ફિગોમાં હજી સુધી એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે જેવાં ફીચર્સ ઉમેરવામાં નથી આવ્યાં. સેફ્ટી ફીચર્સ તરીકે નવી ફિગોમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ટ્રેક્શન કન્ટ્રોલ અને હિલ-લોન્ચ આસિસ્ટ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.

નવી ફોર્ડ ફિગો ઓટોમેટિકે ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન સાથે પ્રીમિયમ હેચબેક કારથી ભરચક બજારમાં એન્ટ્રી કરી છે. નવી ફોર્ડ ફિગો ઓટોમેટિક ઇન્ડિયન માર્કેટમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ, મારુતિ સુઝુકી બલેનો, હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ, ફોક્સવેગન પોલો અને ટાટા અલ્ટ્રોઝ જેવી કારને ટક્કર આપશે.

અન્ય સમાચારો પણ છે...