ઓટો સેક્ટરમાં ગ્રોથનું અનુમાન:જુલાઈમાં મારુતિ અને ટાટાને મળી શકે છે ગ્રોથ, હીરોના 5 લાખ ટૂ વ્હીલર વેચાવાનું અનુમાન

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુલાઈમાં ટૂ અને ફોર વ્હીલરના સેલમાં ગ્રોથ મળશે જ્યારે ટ્રેક્ટરના વેચાણમાં ઘટાડો થઈ શકે છે
 • મારુતિના સેલમાં 5.9% અને મહિન્દ્રાના સેલમાં 8.3%નો વધારો થઈ શકે છે

કોરોનાની બીજી લહેર બાદ માર્કેટમાં ફરી તેજી દેખાઈ રહી છે. ઓટો સેક્ટરની સ્પીડ પણ વધી રહી છે. કંપની ટૂંક સમયમાં ઓટો સેલના આંકડા જાહેર કરશે. આ પહેલાં તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ટૂ વ્હીલર

 • બજાજ ઓટોના સેલમાં 6%નું અનુમાન છે. જૂનમાં 3.46 લાખ ગાડીઓનું વેચાણ થયું છે. જ્યારે જુલાઈમાં 3.69 લાખ ગાડીના વેચાણનું અનુમાન છે.
 • રોયલ એનફીલ્ડના સેલમાં 15.7% નો વધારો થઈ શકે છે. જૂનમાં 43048 ગાડીઓનું વેચાણ થયું હતું. જ્યારે જુલાઈમાં 49820 ગાડીનાં વેચાણનું અનુમાન છે.
 • હીરો મોટોના વેચાણમાં 6.9%નો વધારો થઈ શકે છે. જૂનમાં કંપનીએ 4.6 લાખ કાર સેલ કરી હતી જુલાઈ મહિનામાં આ આંકડો 5 લાખનો હોઈ શકે છે.
 • TVS મોટર્સના સેલમાં 14.3%ના વધારાનું અનુમાન છે. જૂનમાં 2.5 લાખ ગાડીઓ વેચાઈ હતી, જુલાઈ મહિનામાં તેની સંખ્યા 2.8 લાખ હોઈ શકે છે.

ફોર વ્હીલર

 • મારુતિના વેચાણમાં 5.9%ના વધારાનું અનુમાન છે. જૂનમાં 1.4 લાખ કાર વેચાઈ હતી. જ્યારે જુલાઈમાં 1.5 લાખ ગાડીનું અનુમાન છે.
 • ટાટા મોટર્સના વેચાણમાં 13.6%નું અનુમાન છે. જૂનમાં કંપનીએ 46265 કાર વેચી હતી જ્યારે જુલાઈમાં આ સંખ્યા 52560 હોઈ શકે છે.
 • મહિન્દ્રાના સેલમાં પણ 8.3%ના વધારાનું અનુમાન છે. જૂનમાં 6448 કાર સેલ થઈ હતી. જુલાઈમાં 8875નો આંકડો હોઈ શકે છે.

ટ્રેક્ટર

 • એસ્કોર્ટ ટ્રેક્ટરના વેચાણમાં 32.8%નો ઘટાડો થઈ શકે છે. જૂનમાં 12533 ટ્રેક્ટર્સ વેચાયા હતા જ્યારે જુલાઈમાં 8425 ટ્રેક્ટર્સના વેચાણનું અનુમાન છે.
 • મહિન્દ્રા ટ્રેક્ટરના વેચાણમાં 38.4%ના ઘટાડાનું અનુમાન છે. જૂનમાં 48222 ટ્રેક્ટર્સ વેચાયા હતા. જ્યારે જુલાઈમાં 29720 ટ્રેક્ટર્સના વેચાણનું અનુમાન છે.