જૂન ડિસ્કાઉન્ટ ઓફર:ઓટો કંપનીઓએ ગાડીઓની ખરીદી પર બહાર પાડી ભારે ડિસ્કાઉન્ટ ઓફર્સ, આજે જ લો લાભ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટો કંપનીઓએ જૂન મહિના માટે ડિસ્કાઉન્ટ ઓફર્સ બહાર પાડી છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો તમારા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને મારુતિ, હ્યુન્ડાઈ અને મહિન્દ્રા કાર પર કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ લોકપ્રિય કાર પરની ઓફર્સથી.

મારુતિ ઈગ્નિસ
ડિસ્કાઉન્ટ : 37,000 ₹

જૂનમાં જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મોડલ પર તમે 37 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. આમાં તમને 23 હજારનું કેશ ડિસ્કાઉન્ટ, 10 હજારનું એક્સચેન્જ બોનસ અને 4 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

મારુતિ સિયાઝ
ડિસ્કાઉન્ટ : 30,000 ₹

આ મહિને આ કાર પર બુકિંગ કરાવીને તમે 30 હજાર સુધીની બચત કરી શકો છો. આ મોડલ પર તમને 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. જોકે, કંપની આ મોડલ પર કેશ ડિસ્કાઉન્ટ નથી આપી રહી.

મારુતિ એસ ક્રોસ
ડિસ્કાઉન્ટ : 42,000 ₹

જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ મોડલ પર 42 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ કાર પર તમને 12 હજારનું કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

મારુતિ અલ્ટો 800
ડિસ્કાઉન્ટ : 25,000 ₹

મારુતિના અલ્ટો 800 AC પેટ્રોલ મોડલ પર 25 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.

મારુતિ એસપ્રેસો
ડિસ્કાઉન્ટ : 10,000 ₹

મારુતિ એસપ્રેસો પેટ્રોલ મોડલ પર 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ મોડલ પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નથી.

મારુતિ ઈકો
ડિસ્કાઉન્ટ : 20,000 ₹

આ મહિને મારુતિ ઇકો પેટ્રોલ મોડલ પર 20 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં તમને 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ઇકોના એમ્બ્યુલન્સ મોડેલ પર ઉપલબ્ધ નથી.

મારુતિ સેલેરિયો
ડિસ્કાઉન્ટ : 30,000 ₹

મારૂતિ સેલેરિયોના પેટ્રોલ મોડલ પર 30 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.

મારુતિ વેગેનાર
ડિસ્કાઉન્ટ : 35,000 ₹

મારુતિ વેગેનાર 1.0 પેટ્રોલ મોડલ પર 35 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ સાથે જ આ કારના 1.2 પેટ્રોલ મોડલ પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.

હ્યુન્ડાઈ i10
ડિસ્કાઉન્ટ : 48,000 ₹

હ્યુન્ડાઈ i10 1.0 ટર્બો મોડલ પર 48,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં 35,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. i10 1.2 પેટ્રોલ મોડલ પર 23,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે, જેમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. તે જ સમયે i10 1.2 CNG મોડેલમાં માત્ર 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

મહિન્દ્રા અલ્ટુરસ
ડિસ્કાઉન્ટ : 70,000 ₹

મહિન્દ્રા અલ્ટુરસ પર 50 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જ આ મોડલ પર 20 હજાર રૂપિયાની એસેસરીઝ પણ મળી રહી છે. મહિન્દ્રાના આ મોડલ પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નથી.

મહિન્દ્રા XUV 300 ડિસ્કાઉન્ટ : 45,900 ₹ મહિન્દ્રાની XUV 300 પર 45,900 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે. પેટ્રોલ વેરિઅન્ટ પર 13,800 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જ્યારે ડીઝલ વેરિઅન્ટ પર 13,900 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બંને વેરિએન્ટમાં 18,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 4,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જ એક્સેસરીઝ પર 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા મરાજો
ડિસ્કાઉન્ટ : 35,200 ₹

મહિન્દ્રા મરાઝો પર 20 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જ 10,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 5,200 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એટલે કે આ મહિને મરાઝો બુક કરાવીને તમે 35,200 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જોકે, મોટાભાગની કંપનીઓની ઓફર્સ રાજ્ય અને ઝોનવાઇઝ બદલાય છે. આ સાથે જ લોકલ ડીલર્સ તરફથી પણ ઘણી ઓફર્સ આવી રહી છે.