હ્યુન્ડાઈની નવી ટક્સન કાર:10 ઓગષ્ટે થશે લોન્ચ, 3,000 સુધીનું બુકિંગ; કારમાં મળતાં નવાં ફીચર્સ વિશે જાણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈએ 10 ઓગષ્ટે નવી હ્યુન્ડાઈ ટક્સનને લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ હ્યુન્ડાઈ ટક્સનનું ચોથી પેઢીનું મોડેલ હશે. આવનારી SUVને બે વેરિએન્ટ - પ્રીમિયમ અને સિગ્નેચર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તેનું બુકિંગ 50,000 રૂપિયામાં શરૂ કરી દીધું હતું. હ્યુન્ડાઇ ટકસનને ફક્ત 15 દિવસમાં 3,000 યુનિટનું બુકિંગ મળ્યું છે. જો કે હ્યુન્ડાઈ 10 ઓગષ્ટે પણ તેની કિંમતો જાહેર કરશે. હ્યુન્ડાઇની ફ્લેગશિપ SUVની ડિલિવરી સપ્ટેમ્બરથી જ શરૂ થવાની સંભાવના છે.

હ્યુન્ડાઈ ટકસનની ડિઝાઇન
હાલનાં મોડલની સરખામણીએ નવા મોડલમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. નવા ટક્સનમાં મસ્ક્યુલર ક્લેડિંગ, એન્ગ્યુલર રૂફલાઇન, અપડેટેડ ફ્રન્ટ અને રિયર બમ્પર જોવા મળી શકે છે. તે જ સમયે એક્સટિરીયર લેટેસ્ટ સેન્સિયસ સ્પોર્ટનેસ શૈલીમાં જોવા મળશે. ગ્રાહકોને તેમાં ઈન્ટિગ્રેટેડ LED DRL,કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ, શાર્પ બોડી ક્રીઝ અને નવા ડિઝાઇન કરેલ 18 ઈંચનાં એલોય વ્હીલ્સ મળશે.

સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ
2022 હ્યુન્ડાઇ ટકસનમાં 2.0L NAS પેટ્રોલ એન્જિન અને 2.0L ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિનમાં 6 સ્પીડ AT અને ડીઝલ એન્જિનમાં ઓપ્શનલ AWD સિસ્ટમ સાથે 8 સ્પીડ AT મળશે. ગ્રાહકોને 10.25 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચનાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ADAS, પેનોરેમિક સનરૂફ અને 360 ડિગ્રી કેમેરા જેવાં ફીચર્સ મળશે.

સપ્ટેમ્બરથી ડિલિવરી શરૂ થશે
હ્યુન્ડાઈ આગામી SUVને ફુલી નોક્ડ ડાઉન (CKD)રૂટ દ્વારા ભારતમાં લાવશે. કંપની હ્યુન્ડાઇની નવી SUVને તમિલનાડુનાં શ્રીપેરમ્બુદુર ખાતેનાં તેનાં પ્લાન્ટમાં એસેમ્બલ કરશે. હ્યુન્ડાઈ ટકસનનાં નવા મોડલની ડિલિવરી સપ્ટેમ્બરની શરૂઆતથી શરૂ થઇ શકે છે. તેનાં અમુક યુનિટ દેશભરની ડીલરશીપ સુધી પહોંચી ગયા છે.