લક્ઝરી વ્હીકલ બનાવનારી કંપની ઓડીએ ભારતમાં ઓડી RS5 સ્પોર્ટબેક લોન્ચ કરી છે. કંપનીએ આ સ્પોર્ટ્સ સિડેનની કિંમત 1.04 કરોડ રૂપિયા રાખી છે. Audi RS5ને સ્પોર્ટબેક બોડી સ્ટાઇલમાં લોન્ચ કરવામાં આવી છે, જેને ભારતમાં RS7 અને RS Q8 ફાસ્ટ રેન્જમાં સામેલ કરવામાં આવી છે.
8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળશે
ઓડી RS5 2.9-લિટર, ટ્વીન-ટર્બો V6 એન્જિનથી ચાલે છે. આ પ્રી-ફેસલિફ્ટ 2-ડોર મોડેલની જેમ 450hp પાવર અને 600Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, આ એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ક્વાટ્રો ઓલ-વ્હીલ ડ્રાઇવ પણ આપવામાં આવ્યાં છે.
ટોપ સ્પીડ 250 કિમી/કલાક
આ કાર માત્ર 3.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી લેશે. તેમજ, RS5 સ્પોર્ટબેકની ટોપ સ્પીડ 250 કિમી/કલાક છે. આ ઉપરાંત, પર્ફોર્મન્સ પેકેજ હેઠળ તેને વધારીને 280 કિમી/કલાક કરી શકાય છે.
ડિફ્યુઝર ડિઝાઇન RS5 સ્પોર્ટબેકને વધુ બોલ્ડ બનાવે છે
જૂનાં મોડલની સરખામણીએ RS5ની નવી 2021 અપડેટમાં નવા હેડલેમ્પ્સ, ફ્રંટ બંપર પર રિ-પ્રોફાઇલ એર ઇન્ટેક અને તેનાથી પણ મોટી ઓડી સિગ્નેચર ગ્રિલનો સમાવેશ થાય છે. આ સાથે, 19 અને 20-ઇંચ કદના વ્હીલ્સ મળશે, રિઅરમાં સ્લોપિંગ રૂફલાઇન મળશે. નવાં LED ટેલ લેમ્પ અને ડિફ્યુઝર તેને વધારે બોલ્ડ બનાવે છે.
ઇન્ટિરિયર
કેબિનની ડિઝાઇનમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ તેમાં MMI ઓપરેટિંગ સિસ્ટમની નવી જનરેશન સાથે એક નવી 10-ઇંચની નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ડ્રાઇવરને 12.3 ઇંચનું વર્ચ્યુઅલ કોકપિટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે. આ ઉપરાંત, કેબિનમાં સ્ટિયરિંગ વ્હીલ પર બેજ સાથે ખાસ RS ટચ અને અલ્કાન્ટારા અપહોલ્સ્ટ્રી સાથે સીટ્સ પણ આપવામાં આવી છે.
ઇન્ડિયન માર્કેટમાં ઓડી RS5 સ્પોર્ટબેક સીધી BMW M3 (1.30 કરોડ રૂપિયા એક્સ-શોરૂમ) અને મર્સિડીઝ-AMG C63 (1.41 કરોડ રૂપિયા એક્સ-શોરૂમ)ને ટક્કર આપશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.