લોન્ચિંગ:ઓડી Q5 2021 ફેસલિફ્ટ માત્ર 6.3 સેકન્ડમાં 100ની સ્પીડ પકડી લેશે, પ્રારંભિક કિંમત 58.93 લાખ રૂપિયા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લક્ઝરી હેચબેકમાં 5 કલર ઓપ્શનમાં મળશે
  • આ SUVની ડિલિવરી ક્યારે શરૂ થશે તે વિશે કંપનીએ જાણકારી નથી આપી

ઓડીએ પોતાની ઓડી Q5 2021 ફેસલિફ્ટને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ SUVના બે વેરિઅન્ટ-પ્રીમિયમ પ્લસ અને ટેક્નોલોજીમાં રજૂ કરી છે. ઓડી Q5ના પ્રીમિયમ પ્લસની કિંમત 58,93,000 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) અને ટેક્નોલોજી વેરિઅન્ટની કિંમત 63,77,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. લક્ઝરી હેચબેકમાં 5 કલર ઓપ્શનમાં મળે છે. તેમાં નવરા બ્લુ, આઈબિસ વ્હાઈટ, મિથોસ બ્લેક, ફ્લોરેટ સિલ્વર અને મેનહટ્ટન ગ્રે સામેલ છે.

આ SUVની ડિલિવરી ક્યારે શરૂ થશે તે વિશે કંપનીએ જાણકારી નથી આપી. ઓડી ઈન્ડિયાના હેડનું કહેવું છે કે વર્ષ 2021 અત્યાર સુધી કંપની માટે ઘણું સારું રહ્યું છે. પહેલા 10 મહિનામાં કંપનીની કારોના વેચાણમાં 100% થી વધુનો ગ્રોથ થયો છે અને ઓડી Q5ના વેચાણથી તેમાં વધારે ગ્રોથ મળશે. 2022માં કંપની ઘણા મુખ્ય મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

ઓડી Q5ના ફીચર્સ
2021 ઓડી Q5માં 10.1 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ છે, જે MMI ટચ, વોઈસ કંટ્રોલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. આ SUV માત્ર પેટ્રોલ એન્જિનમાં મળશે. SUVમાં તમને 19 ઈંચ અલોય વ્હીલ મળે છે. તેમાં એબિએન્ટ લાઈટિંગ, પેનોરમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને બેંગ એન્ડ ઓલુફસેન મ્યુઝિક સિસ્ટમ મળે છે.

કારનું ઈન્ટિરિયર
કારનું ઈન્ટિરિયર

હાઈ-સ્પેક ટેક્નોલોજી ટ્રિમમાં 755 વોટ આઉટપુટ અને 3D સાઉન્ડ ઈફેક્ટની સાથે 19-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. SUVની ટોપ સ્પીડ 237Km/h છે. તે 0થી 100Km/hની સ્પીડ માત્ર 6.3 સેકન્ડમાં પકડી લે છે.

કાર બૂટ સ્પેસ
કાર બૂટ સ્પેસ

ઓડી Q5ની ટક્કર BMW X3, મર્સિડિઝ GLC, તાજેતરમાં લોન્ચ થયેલી Volvo XC60 જેવી કાર સાથે થશે. નવી Q5 ફેસલિફ્ટ SUVમાં એક મોટો ફેરફાર હૂડ નીચે જોવા મળશે.

કારનું એન્જિન
ઓડી Q5 2021 ફેસલિફ્ટ SUVમાં 2.0 લિટર 45 TFSI પેટ્રોલ એન્જિન છે. તેનું એન્જિન 370nm પીક ટોર્કની સાથે 249bhpનો મેક્સિમમ પાવર આઉટપુટ આપે છે. એન્જિન બ્રેક એનર્જી રિકવરીની સાથે 12-વોલ્ટ માઈલ્ડ-હાઈબ્રિડ સિસ્ટમથી સજ્જ છે. આ SUVમાં 7 સ્પીડ S ટ્રોનિક ઓટોમેટિક ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ છે. નવી Q5ની સાથે ઓડીની પાસે હવે Q પરિવારમાં ત્રણ SUVs છે, જેમાં પરફોર્મંન્સ વર્ઝન RS Q8 ઉપરાંત Q2 અને Q8 સામેલ છે. ઓડીને આશા છે કે નવી Q5 ભારતમાં ICE કારના વેચાણને વેગ આપશે.