ન્યૂ લોન્ચ / ઓડીએ સ્પેશિયલ Q7 SUV બ્લેક એડિશન લોન્ચ કરી, કંપની ભારતમાં માત્ર 100 કાર્સ વેચશે

Audi launches special Q7 SUV Black Edition, the company will sell only 100 cars in India

Divyabhaskar.com

Sep 12, 2019, 11:53 AM IST

ઓટો ડેસ્કઃ જર્મન કાર કંપની ઓડીએ ભારતમાં ખાસ લિમિટેડ બ્લેક એડિશન Q7 SUV લોન્ચ કરી છે. તેની એક્સ શો રૂમ કિંમત 82.15 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત, ઓડીએ એ પણ જાણકારી આપી છે કે આ નવી એડિશનની માત્ર 100 કાર્સ જ બનાવવામાં આવશે.

આ નવી ખાસ એડિશનમાં રેડિએટર ગ્રિલ ફ્રેમ, હોરિઝોન્ટલ રેડિઅટર ગ્રિલ સ્ટ્રટ અને ટાઇટેનિયમ બ્લેક ગ્લોસ ફિનિશમાં લેટરલ એર ઈનટેક સ્ટ્રટ આપવામાં આવ્યું છે. તેમજ ડોર ટ્રિમ સ્ટ્રિપ્સ પણ ટાઇટન બ્લેક ગ્લોસીમાં મળશે. આ ઉપરાંત, સાઇડ વિન્ડોઝ પર ફ્રેમ મોલ્ડિંગ અને રૂફ લાઇન પર હાઈ ગ્લોસ બ્લેક થીમ મળશે. તેમજ રીઅર ડિફ્યૂઝર ટાઇટેનિયમ બ્લેક મેટ કલર થીમ પણ આપવામાં આવી છે. આ સાથે રૂફ રેલ્સ અને એલોય વ્હીલ્સ કાળા રંગમાં પેઇન્ટ થયેલાં હશે.

આ સ્પેશિયલ એડિશન કારની સાથે ઓડી ભારતમાં ‘ટૂગેધર ઓડી કેમ્પેન’ પણ લોન્ચ કરી રહી છે. ફેસ્ટિવ સિઝનમાં આ ઓફર હેઠળ 30 સપ્ટેમ્બર સુધી ડી કાર્સ પર 30%ની ડેપ્રિશિએશન સ્કીમ આપવામાં આવશે.

X
Audi launches special Q7 SUV Black Edition, the company will sell only 100 cars in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી