ન્યૂ લોન્ચ:3 વેરિઅન્ટમાં ઓડીએ ફર્સ્ટ લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર e-tron ભારતમાં લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 99.99 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા

ઓડી ઇન્ડિયાએ ભારતમાં તેની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીએ આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારને બે બોડી સ્ટાઇલમાં લોન્ચ કરી છે. આમાં ઓડી ઇ-ટ્રોન અને ઓડી ઇ-ટ્રોન સ્પોર્ટબેક સામેલ છે. આ સિવાય આ ઇલેક્ટ્રિક SUV ત્રણ વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં ઇ-ટ્રોન 50, ઇ-ટ્રોન 55 અને ઇ-ટ્રોન સ્પોર્ટબેક 55નો સમાવેશ થાય છે. ભારતીય બજારમાં તેની પ્રારંભિક કિંમત (બેઝ ઇ-ટ્રોન 50 વેરિઅન્ટ) 99.99 લાખ રૂપિયા છે, જે તેનાં ટોપ ઓફ ધ લાઇન ઇ-ટ્રોન સ્પોર્ટબેક 55 પર 1.18 કરોડ રૂપિયા સુધી જાય છે.

ટોપ ઓફ ધ લાઇન ઇ-ટ્રોન સ્પોર્ટબેક 55 કાર 1.18 કરોડ રૂપિયા ચૂકવીને ખરીદી શકાશે
ટોપ ઓફ ધ લાઇન ઇ-ટ્રોન સ્પોર્ટબેક 55 કાર 1.18 કરોડ રૂપિયા ચૂકવીને ખરીદી શકાશે

ઇન્ડિયન માર્કેટમાં Audi e-tronની ટક્કર Mercedes-Benz EQC અને Jaguar I-Pace જેવી ઇલેક્ટ્રિક SUV સાથે થશે. માનવામાં આવી રહ્યું હતું કે Audi e-tron ભારતની ફર્સ્ટ લક્ઝરી ઇલેક્ટ્રિક કાર હશે. પરંતુ કોરોના મહામારીને કારણે તેનું લોન્ચિંગ પોસ્ટપોન થઈ ગયું હતું. આ ઇલેક્ટ્રિક કારના તમામ મોડેલ્સને ભારતમાં કમ્પ્લિટ બિલ્ટ યૂનિટ્સ (CBUs) દ્વારા આયાત કરવામાં આવશે.

ફુલ ચાર્જ કરવા પર આ 484 કિમીની રેન્જ મળશે
ફુલ ચાર્જ કરવા પર આ 484 કિમીની રેન્જ મળશે

એન્જિન ડિટેલ્સ
Audi e-Tron 55 SUVમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ આપવામાં આવી છે. તેની મોટર 355 bhp મેક્સિમમ પાવર અને 561 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાવર આઉટપુટ 402 bhp અને 664 Nm સુધી જાય છે. આ મોડેલ ફક્ત 5.7 સેકંડમાં કલાક દીઠ 0-100 કિમીની સ્પીડ પકડી શકે છે. તેમાં કલાક દીઠ 200 કિમીની ટોપ સ્પીડ મળે છે. કંપનીનો દાવો છે કે 95 kWhની બેટરી પેકથી એકવાર ફુલ ચાર્જ કરવા પર આ 484 કિમીની રેન્જ આપે છે. આ રેગ્યુલર ચાર્જરની મદદથી સાડા આઠ કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

Audi e-Tron 55 SUVમાં 71 kWhનું બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 309 bhpનો મેક્સિમમ પાવર અને 540 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ વેરિઅન્ટ ફક્ત 6.8 સેકંડમાં કલાક દીઠ 0-100 કિમીની સ્પીડ પકડી શકે છે. તેમાં કલાક દીઠ 190 કિમીની ટોપ સ્પીડ મળે છે. કંપનીનો દાવો છે કે એકવાર ફુલ ચાર્જ કરવા પર આ 379 કિમીની રેન્જ આપે છે.

અન્ય સમાચારો પણ છે...