Hero Xtreme 160R ન્યુ એડિશન લૉન્ચ:નવી ડિઝાઇન કરેલી સીટ સાથે આકર્ષક લૂક, સુરક્ષા માટે ABS, કિંમત 1.17 લાખથી શરૂ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

હીરો બાઈક કંપનીએ Xtreme 160R બાઈકને અપડેટ સાથે લૉન્ચ કરી છે. નવી Hero Xtreme ₹1,17,148 (એક્સ-શોરૂમ)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. નવા હીરો એક્સટ્રીમના ડેશબોર્ડમાં એક નવું ગિયર પોઝિશન ઈન્ડિકેટર આપવામાં આવ્યું છે. આ સિવાય બાઈકમાં નવી ડિઝાઇન કરેલી સીટ અને ગ્રેબ રેલ પણ આપવામાં આવી છે. આ બાઈકમાં સિંગલ-પોડ હેડલાઇટ, મસ્ક્યુલર ડિઝાઇન, સાઇડ-સ્લંગ એક્ઝોસ્ટ અને બ્લેક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

ત્રણેય વેરિઅન્ટ્સની કિંમતો
હીરો મોટોકોર્પે આ બાઈકને ત્રણ વેરિઅન્ટ્સમાં રજૂ કરી છે - સિંગલ ડિસ્ક, ડ્યુઅલ ડિસ્ક અને સ્ટીલ્થ એડિશન. 2022 હીરો એક્સ્ટ્રીમ 160R ની કિંમત સિંગલ ડિસ્ક વેરિઅન્ટ માટે ₹1.17 લાખ, ડ્યુઅલ ડિસ્ક વેરિઅન્ટ માટે ₹1.20 લાખ અને સ્ટીલ્થ એડિશન માટે ₹1.22 લાખ છે. આ તમામ એક્સ શો-રૂમ કિંમતો છે.

હીરો એક્સ્ટ્રીમ 160R બાઇકની વિશેષતાઓ
આ બાઈકની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં સિંગલ-પોડ હેડલેમ્પ, સાઇડ સ્લંગ એક્ઝોસ્ટ, સાઇઝ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ, યુએસબી ચાર્જર અને વેલકમ મેસેજ તેમજ 5 લેવલ એડજસ્ટેબલ બ્રાઇટનેસથી સજ્જ LCD કન્સોલ મળશે.આ બાઈકની સલામતી વધારવા માટે, સિંગલ ચેનલ ABS, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને 7 સ્ટેપ રાઇડર એડજસ્ટેબલ રિયર મોનોશોક આપવામાં આવ્યું છે. આ મોટરસાઇકલ 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આમાં એક્સ્ટ્રીમ સ્ટીલ્થ એડિશન (બ્લેક), પર્લ સિલ્વર વ્હાઇટ, વાઇબ્રન્ટ બ્લુ, સ્પોર્ટ્સ રેડ અને 100 મિલિયન લિમિટેડ એડિશન (લાલ અને સફેદ)નો સમાવેશ થાય છે.

હીરો એક્સ્ટ્રીમનું એન્જિન
આ બાઈકમાં 163cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 8,500rpm પર 15bhp અને 6,500rpm પર 14Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ મોટરસાઇકલ અનુક્રમે 100/80 અને 130/70 આગળ અને પાછળનાં 17-ઇંચના વ્હીલ્સ સાથે ચાલે છે. સિંગલ ડિસ્ક વેરિઅન્ટનું કર્બ વેઈટ 138.5kg છે, જ્યારે ડ્યુઅલ ડિસ્ક મોડલનું કર્બ વેઈટ 139.5kg છે. તેમાં 12 લિટરની ક્ષમતાની ફ્યુઅલ ટેન્ક પણ છે.

Bajaj અને TVS બાઈક્સની ટક્કર
2022 હીરો એક્સ્ટ્રીમ 160R સાથે સ્પર્ધામાં 163cc સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 15bhp પાવર અને 14Nm ટોર્ક જનરેટ કરી શકે છે. 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ આ મોટરસાઇકલમાં 17 ઇંચના વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. હીરો એક્સ્ટ્રીમ 160R બજેટ સ્પોર્ટ્સ બાઇક સેગમેન્ટમાં ટીવીએસ અપાચે 160 અને બજાજની પલ્સર સિરીઝની બાઈકને ટકકર આપે છે. ખાસ કરીને યુવાનોમાં આ બાઈક ખૂબ જ લોકપ્રિય છે અને તે દેખાવમાં પણ સ્પોર્ટી છે.

સુપર સ્પ્લેન્ડરનું બ્લેક એડિશન આ અઠવાડિયે લોન્ચ થયું
આ અઠવાડિયે સોમવારનાં રોજ કંપનીએ સુપર સ્પ્લેન્ડરનું 'બ્લેક એન્ડ એક્સેન્ટ' વેરિઅન્ટ લોન્ચ કર્યું. સુપર સ્પ્લેન્ડર બ્લેક એન્ડ એક્સેન્ટની પ્રારંભિક કિંમત ₹77,430 એક્સ-શોરૂમ છે. આ નવી Hero Super Splendor બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવી છે - ડ્રમ અને ડિસ્ક. આ મોટરસાઇકલનું બુકિંગ હીરો મોટોકોર્પ ઈ-શોપ અથવા ડીલરશીપ પરથી ઓનલાઇન કરી શકાય છે.