પ્યોર EVએ લોન્ચ કરી પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક:એટ્રિસ્ટ 350માં મળશે 140 કિમીની રેન્જ, 3 કલર ઓપ્શન મળશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર નિર્માતા કંપની પ્યોર EVએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ઇટ્રિસ્ટ -350 (ETRYST 350) લોન્ચ કરી છે. આ બાઇકની એક્સ શો-રૂમ કિંમત 1,54,999 લાખ રૂપિયા છે. હાલ આ ઇ-બાઇક મેટ્રો સિટી અને ટિયર-1 સિટીમાં વેચવામાં આવશે. બાદમાં કંપની તેને દેશભરમાં 100 ડીલરશીપ દ્વારા વેચશે. ચાલો જાણીએ આ ઇ-બાઇકના ફિચર્સ વિશે.

140 કિ.મી.ની રેન્જ મળશે
પ્યોર ઇટ્રિસ્ટ -350 ઇલેક્ટ્રિક મોટરસાઇકલની ટોપ સ્પીડ 85 કિમી પ્રતિ કલાક છે. આ સાથે જ ફુલ ચાર્જ થયા બાદ તે 140 કિમીની રેન્જ આપે છે. તેમાં 3.5 kWhની બેટરી આપવામાં આવી છે, જેને AIS 156 બેટરી સ્ટાન્ડર્ડ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. આ બાઇકની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે.

બેટરી પર 5 વર્ષની વોરંટી
કંપનીનું માનવું છે કે, તે 150ccની પ્રીમિયમ બાઈકસ સાથે સીધી સ્પર્ધા કરશે. પ્યોર ઇવી બાઇકની બેટરી પર 5 વર્ષ એટલે કે 50,000 કિ.મી.ની વોરંટી આપી રહ્યું છે.

3 કલર વિકલ્પો મળશે
આ ઈ-બાઇકમાં ઈકોનોમિકલ અને હાઇ પરફોર્મન્સ મોડ્સ આપવામાં આવ્યા છે, જે મુસાફરીને યાદગાર બનાવી શકે છે. પ્યોર એટ્રીક્ટ-350 ઇલેક્ટ્રિક મોટરસાઇકલને 3 કલર ઓપ્શન રેડ, બ્લેક અને બ્લૂમાં લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકને હૈદરાબાદ પ્લાન્ટમાં ડિઝાઇન, ડેવલપ અને મેન્યુફેક્ચર કરવામાં આવી છે.

કંપનીના ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ
હૈદરાબાદની Ev કંપની પ્યોર ઇવી ઇન્ડિયા પણ બજારમાં ઇટ્રોન્સ (ETrance), ઇપ્લુટો (EPluto) અને ઇટ્રિસ્ટ (ETryst) જેવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરે છે.