તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશી સ્કૂટર હાઈટેક થયું:એથર 450Xનાં ડેશબોર્ડનું સોફ્ટવેર અપડેટ થયું, હવે સ્ક્રીનને ટચ કરી કોલ અને મ્યુઝિક કંટ્રોલ થશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની એપ એન્ડ્રોઈડ અને iOS એમ બંને યુઝર્સ માટે કામ કરે છે
  • સ્કૂટરમાં બેટરી ફુલ કરી 85Km સુધી ચાલશે

બેંગલુરૂ બેઝ્ડ એથર એનર્જીએ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર એથર 450Xની સ્માર્ટ ડિસ્પ્લે માટે નવું અપડેટ જાહેર કર્યું છે, કામોનીએ સ્માર્ટ ડિસ્પ્લેમાં OTA સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે નવા અપડેટ પછી ઘણા એડવાન્સ ફીચર્સ મળશે. તેમાં બ્લુટૂથ ક્નેક્ટિવિટીની મદદથી કોલિંગ ફીચર્સ એડ થયું છે. કંપનીની એપ એન્ડ્રોઈડ અને iOS એમ બંને યુઝર્સ માટે કામ કરે છે.

અપડેટ પછી નવું શું મળશે?
કંપનીની કહેવું છે કે, નવા અપડેટ પછી રાઈડર મ્યુઝિકનો વ્યૂ અને કંટ્રોલ ફીચર્સ ડેશબોર્ડમાં જોઈ શકશે. ફોન કોલ સાથે જોડાયેલા ફીચર્સ પણ અહી દેખાશે. જ્યારે રાઈડર મ્યુઝિક સાંભળશે ત્યારે તેનો આલ્બમ વ્યૂ ડેશબોર્ડમાં દેખાશે, જેમ સ્માર્ટફોનમાં દેખાય છે. ડેશબોર્ડમાં ટચસ્ક્રીનની મદદથી તમે પહેલાંનાં સોંગ પર પણ જઈ શકશો. આ રોતે કોલ આવવા પર રાઈડર ટચ કરવાની સાથે જ એક્સેપ્ટ કે રિજેક્ટ કરી શકશે.

એથર 450Xનાં વેરિઅન્ટ અને કિંમત

વેરિઅન્ટકિંમત
450X પ્રો1.59 લાખ રૂપિયા
450X પ્લસ1.49 લાખ રૂપિયા

બેટરી અને રેંજ
એથર 450Xમાં 2.9kwh બેટરી પેક આપ્યું છે. તેમાં 6kWની ઇલેક્ટ્રિક મોટર આપી છે, તે 8bhpનો પાવર અને 26Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે, બેટરી ફુલ કરી 85Km સુધી ચલાવી શકાય છે. તેમાં રાઈડ અને ઈકોના બે ડ્રાઈવિંગ મોડ આપ્યા છે. ઈકો મોડમાં આ 85 કિમી અને રાઈડ મોડમાં 75 કિમી સુધી ચાલે છે. તેની ટોપ સ્પીડ 85km/h છે. આ 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ 3.3 સેકન્ડમાં પકડી લે છે.

સ્કૂટરનાં અન્ય ફીચર્સ

  • તેના ડેશબોર્ડમાં 7-ઇંચનું ટચસ્ક્રીન સ્પીડોમીટર આપ્યું છે. આ 1.3GHz સ્નેપડ્રેગન પ્રોસેસર, ગૂગલ મેપ્સને સપોર્ટ કરે છે. મોબાઈલ એપની મદદથી તેની સાથે ફોન કનેક્ટ કરી શકાય છે.
  • તેમાં એન્ડ્રોઈડ બેઝ્ડ યુઝર ઇન્ટરફેસ આપ્યું છે. કંપની ચાર્જર ઇન્સ્ટોલેશન કરે છે. તેના ફાસ્ટ પબ્લિક ચાર્જરની મદદથી 10 મિનિટમાં 15 કિમીનું ચાર્જીંગ થઈ જાય છે. પોર્ટેબલ ચાર્જર પણ અવેલેબલ છે.
  • તેમાં 22 લીટરની બૂટ સ્પેસ, ફાઈન્ડ માય સ્કૂટર, ઓટો ટર્ન ઓફ ઈન્ડિકેટર્સ, સાઈડ સ્ટેન્ડ સેન્સર, ફ્રન્ટ એન્ડ રિયરમાં ડિસ્ક બ્રેક જેવા ઘણા એડવાન્સ ફીચર્સ પણ મળશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો