અપકમિંગ / અથર એનર્જી ભારતમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે, બજાજ ચેતકને ટક્કર આપશે

Athar Energy to launch premium electric scooter in India

Divyabhaskar.com

Jan 14, 2020, 09:01 AM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં ઇલેક્ટ્રિક કાર્સની સાથે ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ પણ માર્કેટમાં અલગ જગ્યા બનાવી રહ્યાં છે, જેમાં બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જી પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે. હવે અથર ભારતમાં તેનું નવું પ્રીમિયમ સ્કૂટર લાવવાની તૈયારી કરી રહી છે. આ સ્કૂટર ટૂંક સમયમાં જ રજૂ થશે. નવાં સ્કૂટરમાં કંપનીએ અન્ય સ્કૂટરમાં મળતાં ફીચર્સ સિવાય નવાં ફીચર્સ ઉમેર્યાં છે.

કંપનીના જણાવ્યા અનુસાર, અથર સ્કૂટરને ઉપયોગ કરનારા ગ્રાહકો માટે આ નવાં સ્કૂટરનું બુકિંગ અત્યારે જ ઓપન કરવામાં આવશે. નવાં સ્કૂટરને કંપની આવનારા કેટલાક મહિનામાં લોન્ચ કરશે. તેમજ, તેના નામની જાહેરાત આ જ અઠવાડિયે કરવામાં આવશે. જો કે, અત્યારે આ સ્કૂટર વિશે વધારે કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ સૂત્રો અનુસાર, આ સ્કૂટરની ડ્રાઇવિંગ રેન્જ બજાજ ચેતકના ઇલેક્ટ્રિક વર્ઝન કરતાં વધારે હોઈ શકે છે.

ભારતમાં અત્યારે અથરના 450 ઇલેક્ટ્રિક મોડેલ્સનું વેચાણ થઈ ગયું છે, જે ભારતમાં વેચાનાર બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરમાંનું એક છે. અથર 450માં કંપનીએ 5.4kW કેપેસિટીવાળી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે, જેમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ ઇકો, રાઇડ અને સ્પોર્ટ સામેલ છે. તેમજ, અથર 450માં લગાવવામાં આવેલી બેટરી ફુલ ચાર્જ થવામાં આશરે 4 કલાકનો સમય લે છે. તેમજ, તેને ઘરમાં લગાવેલા સામાન્ય 5 એમ્પિરિયર સોકેટથી પણ ચાર્જ કરી શકાય છે.

X
Athar Energy to launch premium electric scooter in India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી