ઇ-સ્કૂટર:અથર 450X સિંગલ ચાર્જ પર 116 કિમી સુધી દોડે છે, ઘરના નોર્મલ ચાર્જરથી ચાર્જ થઈ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ શરૂ થઈ ગયું છે. કંપનીએ તેની શરૂઆત બેંગલુરુથી કરી છે. આમાં, અથર 450Xને વેચાણ માટે સમાવવામાં આવેલ છે. આ મેડ ઇન ઈન્ડિયા સ્કૂટરમાંનું એક છે. અથર નામ EV સ્ટાર્ટઅપ માટે વપરાય છે. અથર 450X બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 450X પ્લસ અને 450X પ્રો સામેલ છે. આ બે જુદાં-જુદાં પર્ફોર્મન્સ, લેવલ્સ અને વિવિધ ભાવમાં ઉપલબ્ધ છે.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત
અથર 450X ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હવે 1,32,426 (એક્સ શો-રૂમ) છે, જ્યારે એથર 450+ની કિંમત 1,13,416 (એક્સ શો-રૂમ) છે. અથર 450+ 70 કિલોમીટરની રેન્જ સાથે અથર 450Xની સરખામણીએ થોડું ઓછું પર્ફોર્મન્સ અને 5.4kW (આશરે 7.2bhp) પાવર અને 22Nm ટોર્ક આપે છે. 450Xમાં 6 kW અને 26Nm ટોર્ક મળે છે અને સાથે ફાસ્ટ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે.

અથર 450Xનાં સ્પેસિફિકેશન્સ
અથર 450Xમાં એક ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપવામાં આવી છે, જેમાં ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં વ્હાઇટ, મેટ ગ્રે અને ગ્લોસ મિન્ટ ગ્રીન સામેલ છે. ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ-LED લાઇટિંગ અને કમ્ફર્ટેબલ સીટ સાથે આવે છે.

લેટેસ્ટ કનેક્ટિવિટી ફીચર્સથી સજ્જ
અથર 450Xમાં ઘણાં કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યાં છે. 7 ઇંચનું ફુલ-કલર ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ ઉપલબ્ધ છે. તેમાં લેટેસ્ટ ઓવર-ધ-એર અપડેટથી બ્લુટૂથ કનેક્ટિવિટી મળે છે. મ્યૂઝિક અને કોલિંગ કરવા માટે ગાડીમાં ટચસ્ક્રીન સેન્સેટિવ કંસોલ આપવામાં આવ્યું છે. સ્ક્રીન સેટેલાઇટ નેવિગેશન, ઇનકમિંગ કોલ્સ રિસીવ કરવા માટે ફોનને ખિસ્સાંમાંથી કાઢવાની જરૂર નથી. તેમજ, નજીકમાં જ આવેલા ચાર્જિંગ પોઇન્ટ શોધવાનું પણ ફીચર આપવામાં આવ્યું છે.

અથર ચાર્જિંગ સ્ટેશનો શરૂ થયાં
અથરે તમામ શહેરોમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે જ્યાં તેણે સ્કૂટર્સનું વેચાણ શરૂ કર્યું છે. અથર ગ્રીડ એવા શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક બનાવશે જ્યાં અથર એનર્જી કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...