તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:એપ્રિલિયાએ 4 કલર ઓપ્શનમાં SXR 125 સ્કૂટર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 1.15 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એપ્રિલિયાએ તેનું નવું સ્કૂટર એપ્રિલિયા SXR 125 ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરમાં કંપનીએ પ્રીમિયમ લુક અને પાવરફુલ એન્જિન આપ્યું છે. એન્જિન કેપેસિટી સિવાય આ સ્કૂટર કરન્ટ મોડેલ SXR 160 જેવું જ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીએ SXR 160 સ્કૂટર લોન્ચ કર્યું હતું. એપ્રિલિયા SXR 125 આ સ્કૂટરનું નાનું વર્ઝન છે.

એપ્રિલિયા SXR 125ની પ્રારંભિક કિંમત 1.15 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) નક્કી કરવામાં આવી છે, જે SXR 160 સ્કૂટર મોડેલ કરતાં 11,000 રૂપિયા ઓછી છે. ગ્રાહકો આ સ્કૂટરને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ડીલરશીપ પર જઇને બુક કરાવી શકે છે.

સ્કૂટર વ્હાઇટ, રેડ, બ્લુ અને બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ થયું
સ્કૂટર વ્હાઇટ, રેડ, બ્લુ અને બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ થયું

4 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે
કંપની આ સ્કૂટરના ઓનલાઇન બુકિંગ પર પણ એક સ્પેશિયલ ઓફર આપી રહી છે અને સાથે એવો દાવો પણ કરી રહી છે કે, લોકડાઉનની સ્થિતિને જોતાં 30થી 40 દિવસમાં આ સ્કૂટર ડિલિવર કરી દેવામાં આવશે. આ સ્કૂટર વ્હાઇટ, રેડ, બ્લુ અને બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

ફીચર્સ
એપ્રિલિયા SXR 125 સ્કૂટરમાં કંપનીએ ઓપ્શનલ બ્લૂટૂથ કનેક્ટિવિટી, LED હેડલાઇટ સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, સ્ટોરેજ સ્પેસ અને ડિસ્ક બ્રેક્સ જેવાં ફીચર્સ આપ્યાં છે. આ સ્કૂટરના પાછળના ભાગમાં હાઇડ્રોલિક શોક અબ્ઝોર્બર સસ્પેન્શન આપવામાં આવ્યું છે અને આગળના ભાગમાં હાઇડ્રોલિક ટેલિસ્કોપિક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ સાથે ફોન ચાર્જ કરવા માટે એક USB પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

સ્કૂટરમાં 7 લિટરની મોટી ફ્યુલ ટેંક આપવામાં આવી છે
સ્કૂટરમાં 7 લિટરની મોટી ફ્યુલ ટેંક આપવામાં આવી છે

એન્જિન ડિટેલ્સ
કંપનીએ આ સ્કૂટરમાં 125cc કેપેસિટી એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 9.2Nm ટોર્ક અને 9.5bhp પાવર જનરેટ કરે છે. સ્કૂટરમાં 7 લિટરની મોટી ફ્યુલ ટેંક આપવામાં આવી છે. સ્કૂટરને પ્રીમિયમ લુક આપવા માટે તેમાં 5 સ્પોક મેટાલિક ગ્રે એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ફાસ્ટ સ્પીડમાં સારી બ્રેકિંગની સુવિધા માટે તેમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...