ભાવવધારો / Aprilia અને Vespa સ્કૂટર્સની કિંમત વધી, પેટીએમથી ખરીદો તો 6 હજાર રૂપિયાનું કેશબેક મળશે

Aprilia and Vespa scooters price rised, 6,000 cashback if you buy from Paytm

Divyabhaskar.com

Sep 16, 2019, 12:53 PM IST

ઓટો ડેસ્કઃ બ્રાન્ડ તરીકે વેસ્પા સતત મજબૂત થઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં તેણે તેનાં સ્કૂટર્સ માટે કનેક્ટેડ ટેક્નોલોજી લોન્ચ કરી અને ભારતનું પહેલું ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) સ્કૂટર લઈને આવ્યું. ત્યારબાદ તેનું Storm 125 સ્કૂટર પણ આવ્યું હતું. કંપનીએ હવે ભારતમાં તેનાં સ્કૂટર્સની કિંમતમાં વધારો કરી દીધો છે. જો કે, કિંમતોમાં વધારા સાથે કેટલીક સ્કીમ્સ પણ શરૂ કરવામાં આવે છે.

Aprilia સ્કૂટરની કિંમતમાં લગભગ 1,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ Storm 125માં 1,700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે Aprilia SR 125માં 1,000 રૂપિયાનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. આ જ પ્રમાણે, વેસ્પા SXL 125 અને 150માં મહત્તમ 2,800 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.

ઓફર્સ
Aprilia અને Vespa સ્કૂટરમાં ભાવવધારો કરવાની સાથે ખરીદારો માટે ઓફર્સ પણ આપવામાં આવી છે. તેમાં પાંચ વર્ષની વોરંટી, 4000 રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ, રોડસાઇડ આસિસ્ટન્ટ, ફર્સ્ટ યર લેબર ચાર્જ ફ્રી અને પેટીએમથી પેમેન્ટ કરવા પર 6000 રૂપિયાનું કેશબેક પણ સામેલ છે.

X
Aprilia and Vespa scooters price rised, 6,000 cashback if you buy from Paytm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી