તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • An Updated Version Of The Hyundai Aura Will Come, The Car Equipped With Two Petrol And One Diesel Engine Option Will Have Exclusive Features

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:હ્યુન્ડાઈ ઓરાનું અપડેટેડ વર્ઝન આવશે, બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન ઓપ્શનથી સજ્જ કારમાં એક્સક્લુઝિવ ફીચર્સ હશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ કોરિયન કંપની હ્યુન્ડાઇ તેની કોમ્પેક્ટ સિડેન હ્યુન્ડાઇ ઓરાનું અપડેટેડ વર્ઝન લાવશે. કંપની ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. આ કોમ્પેક્ટ સિડેનની ડિટેલ્સ તેનાં ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ ઓનલાઇન લીક થઈ ગઈ છે, જેમાં કારની અપડેટ અંગેની માહિતી આપવામાં આવી છે.

લેધર રેપિડ સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર નોબ જેવાં એક્સક્લુઝિવ ફીચર્સ મળશે
લેધર રેપિડ સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર નોબ જેવાં એક્સક્લુઝિવ ફીચર્સ મળશે

ગાડીમાં નવું શું હશે?
ઓનલાઇન લીક થયેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કંપની ટોપ-એન્ડ SX(O) ટ્રીમમાં ક્રૂઝ કંટ્રોલ (ફક્ત 1.2L પેટ્રોલ સાથે) અને લેધર રેપિડ સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર નોબ જેવાં કેટલાક એક્સક્લુઝિવ ફીચર્સ આપી રહી છે. તેમજ, કંપની તેનાં 2021 હ્યુન્ડાઈ ઓરાના S, SX અને SX(O)વેરિઅન્ટમાં ફેક્ટરી ફીટેડ રિઅર સ્પોઇલર આપી રહી છે. આ ઉપરાંત, કંપની આ કારના E વેરિઅન્ટમાં 13 ઇંચના સ્પેર વ્હીલને બદલે 14 ઇંચના વ્હીલ આપી રહી છે. કંપની કારનાં SX અને SX (O) વેરિઅન્ટ્સમાંથી Arkamys પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ રિમૂવ કરવા જઈ રહી છે. તેમજ, આ કારનાં S વેરિઅન્ટની સ્ટીલ સ્ટાઇલ વ્હીલ્સ સાથે રજૂ કરશે અને AMT મોડેલમાં ગન મેટલ કવરમાં 3M ગ્રાફિક્સ આપવામાં આવી રહ્યું છે.

એન્જિન ડિટેલ્સ
કંપની તેની આ અપડેટ 2021 હ્યુન્ડાઈ ઓરામાં CNG કિટ સાથે પહેલાની જેમ બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન ઓપ્શન સાથે લાવશે. પહેલું એન્જિન 1.2-લિટરનું પેટ્રોલ એન્જિન હશે, જે 83bhp પાવર જનરેટ કરે છે અને તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવશે. બીજું પેટ્રોલ એન્જિન એ જ 1.0-લિટર, 3-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ પેટ્રોલ છે, જે 100bhp અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. બીજું પેટ્રોલ એન્જિન પણ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે. આ જ નવી 2021 હ્યુન્ડાઇ ઓરા ડીઝલ વેરિઅન્ટમાં 1.2-લિટર, 3-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 74bhp પીક પાવર અને 190Nm ટોર્ક જનરેટ કરે છે.

કાર બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન ઓપ્શન સાથે આવશે
કાર બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન ઓપ્શન સાથે આવશે

કેટલી એવરેજ મળશે?
કંપનીની આ અપડેટેડ કારની ડીઝલ MT 25.35kmpl , ડીઝલ AMT માટે 25.4kmpl અને CNG મોડેલ માટે 28.4km/kgની એવરેજ આપે છે. તેમજ, 1.2L પેટ્રોલ MT 20.5kmpl , 1.2L પેટ્રોલ AMT 20.1kmplની એવરેજ આપતી હોવાનો દાવો કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો