બંધ / નવું મોડેલ આવવાને કારણે Ampereએ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર Magnus 60 બંધ કર્યું, કિંમત માત્ર ₹44,699 રૂપિયા હતી

X

દિવ્ય ભાસ્કર

Jun 26, 2020, 06:59 PM IST

દિલ્હી. ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવનાર કંપની Ampere Vehiclesએ તેનું Magnus 60 ઇ-સ્કૂટર બંધ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે, નવું વર્ઝન આવવાને કારણે કંપનીએ આ સ્કૂટર બંધ કરી દીધું છે. Ampere Vehicles કંપનીએ આ મહિનાની શરૂઆતમાં Magnus Pro ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું. આ નવું સ્કૂટર Magnus 60 કરતાં લેટેસ્ટ અને વધારે સારું છે.

સ્કૂટર ફુલ ચાર્જ પર 45 કિમીનું અંતર કાપતું
Magnus Pro ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જ્યારે Magnus 60માં લેડ એસિડ બેટરી હતી. મેગ્નસ 60 સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થવા પર 40-45 કિમી સુધીનું અંતર કાપી શકે છે. Ampereનો દાવો છે કે, તેને ફુલ ચાર્જ થવામાં 8થી 10 કલાકનો સમય લાગે છે. બીજીબાજુ, નવું મેગ્નસ પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ થવા પર 75-80 કિમી સુધી ચાલે છે અને તેને 5-6 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. મેગ્નસ 60 એમ્પિયર સ્લો સ્પીડવાળા સ્કૂટર્સમાંનું એક હતું. તેની ટોપ સ્પીડ ફક્ત કલાક દીઠ 25 કિમી હતી. તેમજ, મેગ્નસ પ્રોની ટોપ સ્પીડ કલાક દીઠ 55 કિમી છે. આટલું જ નહીં. કંપનીનો દાવો છે કે, આ નવું સ્કૂટર ફક્ત 10 સેકંડમાં 0થી 40 કિમીની ઝડપ પકડવામાં સક્ષમ છે.

મેગ્નસ 60 સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર હતું
મેગ્નસ 60 સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર હતું. તેની કિંમત 44,699 રૂપિયા હતી, જે મેગ્નસ પ્રોથી લગભગ 30 હજાર રૂપિયા ઓછી છે. Ampereના નવાં સ્કૂટર મેગ્નસ પ્રોની કિંમત 73,990 રૂપિયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી