• Gujarati News
  • Utility
  • Automobile
  • Amazing Facelift With 3 Variants Launched At ₹ 6.32 Lakh, ઓનલાઇન 5,000 If You Buy Online And ₹ 21,000 If You Go To A Dealership

ન્યૂ લોન્ચ:3 વેરિઅન્ટથી સજ્જ અમેઝ ફેસલિફ્ટ ₹6.32 લાખમાં લોન્ચ થઈ, ઓનલાઇન ખરીદો તો ₹5,000 અને ડીલરશિપ પર જાઓ તો ₹21,000 બુકિંગ અમાઉન્ટ આપવી પડશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

2018માં લોન્ચ કરાયેલી ‘હોન્ડા અમેઝ’ને સક્સેસ મળ્યા બાદ હવે કંપનીએ તેની આ મોસ્ટ પોપ્યુલર સિડેન અમેઝ ફેસલિફ્ટ 2021 લોન્ચ કરી દીધી છે. આ કારની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 6.32 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, ટોપ વેરિઅન્ટ ખરીદવા માટે ગ્રાહકોએ 11.15 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ સિડેન E, S અને VX વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. અપડેટ થયેલાં મોડેલમાં કંપનીએ ઘણાં નવાં ફીચર્સ ઉમેર્યાં છે. પરંતુ તેના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

ઇન્ડિયન માર્કેટમાં હોન્ડા અમેઝ ફેસલિફ્ટ 2021 કઈ સિડેનને ટક્કર આપશે? જૂનાં મોડેલની તુલનામાં આમાં શું નવું હશે? તેને બુક કરવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને અહીંયા જાણવા મળશે. ચાલો હોન્ડા અમેઝ શું ભાવે ખરીદી શકાશે એ વિશે પહેલાં જાણીએ...

ઓનલાઇન અને ઓફલાઇન બુક કરાવી શકાશે
જો તમે હોન્ડા અમેઝ ફેસલિફ્ટ 2021 બુક કરવા માગતા હો તો તમે તેને ઓનલાઈન અથવા ડીલરશિપ પર જઇને તેનું બુકિંગ કરાવી શકો છો. ઓનલાઈન બુકિંગ કરાવવા વ્યક્તિએ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તમે 5,000 રૂપિયા ચૂકવીને અહીં કાર બુક કરાવી શકશો. તેમજ, જો તમે કંપનીના ડીલર પાસે જશો તો તમારે બુકિંગ અમાઉન્ટ તરીકે 21,000 રૂપિયા આપવા પડશે.

જ્યારે કંપનીએ તેની ઓલ ન્યૂ હોન્ડા અમેઝ 2018માં લોન્ચ કરી હતી ત્યારે તેના પેટ્રોલ મોડેલની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 5.59 લાખ રૂપિયા અને ડીઝલ મોડેલની પ્રારંભિક કિંમત 6.69 લાખ રૂપિયા હતી.

નવી ફ્રન્ટ ગ્રિલ અને ક્રોમ ગાર્નિશ સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ મળશે
કંપનીએ તેમાં એક નવી ફ્રન્ટ ગ્રિલ આપી છે, જે પહેલાં કરતાં વધુ સ્લીક છે. નીચેની બાજુ બે એક્સ્ટ્રા હોરિઝોન્ટલ ક્રોમ સ્ટ્રિપ્સ આપવામાં આવી છે. બમ્પર પર ફોગ લેમ્પ્સને નવી ડિઝાઇન આપવામાં આવી છે. આમાં પણ કંપનીએ ક્રોમ ગાર્નિશ આપ્યું છે. કંપનીએ VX વેરિઅન્ટમાં ઓટોમેટિક LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપ્યા છે, જે ઈન્ટિગ્રેટેડ LED ડે ટાઈમ રનિંગ લેમ્પ્સ અને LED ફ્રન્ટ ફોગ લેમ્પ્સ છે. તેમાં નવા ક્રોમ ડોર હેન્ડલ્સ અને 15-ઇંચના ડાયમંડ કટિંગ ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

ઇન્ટિરિયરમાં જોવા મળશે બ્લેક અને સિલ્વર કલરનું કોમ્બિનેશન
કારના ડેશબોર્ડ અને સ્ટિયરિંગ પર સિલ્વર ટોન ફિનિશિંગ જોવા મળશે. કંપનીએ બ્લેક અને બેજ થીમ સાથે ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. મેન્યુઅલ વેરિઅન્ટમાં નવું લેધર સરાઉન્ડ ગિયર લીવર મળશે. તેમાં નવા ફ્રન્ટ મેપ લેમ્પ, નવા ક્રોમ ફિશ AC વૉન્ડ નોબ્સ, ડસ્ટ ફિલ્ટર્સ આપવામાં આવ્યાં છે. VX વેરિઅન્ટની સીટ પરના નવાં ફેબ્રિક સાથે 7 ઇંચની ટચસ્ક્રીન એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
કંપનીએ કારના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, તેમાં 1.2 લિટરનું i-VTEC પેટ્રોલ એન્જિન મળશે, જે 90hp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી જોડાયેલું છે. તેમાં CVT ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળશે. બીજીબાજુ, 1.5 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 100hp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કનેક્ટેડ છે. તેનું CVT ગિયરબોક્સ 80hp પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરે છે.

સેફ્ટી ફીચર્સ
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો હોન્ડા અમેઝ ફેસલિફ્ટ 2021માં પાવર સ્ટિયરિંગ, પાવર વિન્ડોઝ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), EBD, એરબેગ્સ, સીટ બેલ્ટ અલર્ટ, પાર્કિંગ સેન્સર જેવાં ફીચર્સ મળશે.

હોન્ડા અમેઝ ફેસલિફ્ટ આ સિડેનને ટક્કર આપશે

અમેઝનું ફર્સ્ટ મોડેલ વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કારની ડિમાન્ડ વધી છે. ભારતીય બજારમાં તે મારુતિ સુઝુકી ડિઝાયર, હ્યુન્ડાઇ ઓરા, ટાટા ટિગોર અને ફોર્ડ અસ્પાયરને ટક્કર આપશે. જો કે, કિંમતની દૃષ્ટિએ સૌથી સસ્તી સિડેન મારુતિ ડિઝાયર છે. તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 5.98 લાખ રૂપિયા છે.