ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સપો:₹ 48,000માં Altiusએ 150 કિમી ચાલતી ઇ-બાઇક લોન્ચ કરી, એક્સપોમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર પણ લોન્ચ થયાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

11મો ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સ્પો 2021 દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરૂ થયો છે. આ એક્સ્પોમાં 80 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. મોટાભાગની કંપનીઓ બેટરીના વ્યવસાય સાથે સંકળાયેલી છે, જ્યારે ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર સાથે જોડાયેલી ઘણી કંપનીઓ આ ઇવેન્ટનો ભાગ બની રહી છે. કઈ કંપનીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો છે? ઇવેન્ટમાં કયા નવાં ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટની લેટેસ્ટ અપડેટ્સ વાંચો અને જાણો.

Altiusની ફેમિલી બાઇક્સ લોન્ચ

Altiusએ બે ફેમિલી ઇ-બાઇક અને એક ઇ-સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ બાઇક સિંગલ ચાર્જમાં 140થી 150 કિમીની રેન્જ આપશે. તેમજ, ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 110 કિમી સુધીની રેન્જ આપશે. સબસિડી સાથે બાઇકની શરૂઆતની કિંમત 48,000 રૂપિયાની આસપાસ છે. તેમજ, સબસિડી સાથે સ્કૂટરની કિંમત 35,000 રૂપિયા સુધી જાય છે.

સુપ્રીમ સ્માર્ટ પાવર લિમિટેડ

આ કંપની ઇ-બાઇક અને ઇ-સ્કૂટર લાવી છે. તેમના મોડેલો હેલિઓસ અને એયોલોસ છે. બંનેમાં લગભગ સમાન ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે. પરંતુ ડિઝાઇનમાં તફાવત છે. બંને લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે. તેમાં રિવર્સ ગિયર અને ક્રૂઝ કંટ્રોલ જેવાં એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. કંપનીનો દાવો છે કે આ બંને બાઇક સિંગલ ચાર્જમાં લગભગ 70 કિમીની રેન્જ આપશે.

એયોલોસમાં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જેનો ફુલ ચાર્જિંગ ટાઇમ 3થી 4 કલાકનો છે. કંપની તેના પર 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે. તેની ઓન રોડ કિંમત 65 હજાર રૂપિયા છે. લિથિયમ બેટરી અન્ય બાઇક્સમાં પણ ઉપલબ્ધ થશે, જે 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. તેની ઓન રોડ કિંમત 70 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

સુપ્રીમ સ્માર્ટ પાવર પ્રાઇવેટ લિમિટેડની અન્ય ગાડીઓ
સુપ્રીમ DLX:
આ પેસેન્જર બેઝ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. જેની રેન્જ સિંગલ ચાર્જ પર 110થી 120 કિમી સુધી છે. તેમાં 130AH બેટરી સાથે ડ્યુઅલ એક્શન હાઇડ્રોલિક ટેલિસ્કોપિક શોક અબ્ઝોર્બર આપવામાં આવ્યું છે.
સુપ્રીમ પાવર: તે હાફ બોડી લોડર વાહન છે, જે ડ્રાઇવર સાથે મળીને 500 કિલો સુધી વજન ઉપાડી શકે છે. તેના ફ્રંટમાં 130mm CBS બ્રેક અને પાછળ 1600mm CBS બ્રેક આપવામાં આવી છે.
સુપ્રીમ સુપર પાવર: આ એક ફુલ બોડી લોડર વાહન છે. ડ્રાઇવર સિવાય તે 500 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. આ વાહનમાં 130AH બેટરી આપવામાં આવી છે. તેની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે.

રેમોટોસ ઇન્ડિયાની ઇ-બાઇક

દિલ્હી સ્થિત આ કંપનીએ ઇવેન્ટમાં ઇ-બાઇક લોન્ચ કરી છે. તેની કિંમત 1.05 લાખ રૂપિયા છે. બાઇકમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે તે સિંગલ ચાર્જમાં 80 કિમી સુધી ચાલશે. તેમજ, તેની ટોપ સ્પીડ 80km/h છે. તે ચાવી વગર ચાલુ થઈ જશે. તેમાં એલોય વ્હીલ્સ સાથે ડિસ્ક બ્રેક્સ મળશે. રેમોટોસે તેનું ઈ-સ્કૂટર પણ રજૂ કર્યું છે. જો કે, કંપનીએ હજુ સુધી તેનું નામ જાહેર કર્યું નથી. આ સ્કૂટરની કિંમત સબસિડી બાદ 60 હજાર રૂપિયા હશે. તેમાં લિથિયમ-આયન બેટરી પણ મળશે. તેમજ, તેની રેન્જ પણ સિંગલ ચાર્જ પર 80 કિમી સુધીની હશે.

EVTRIC મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ

  • પુણે સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ કંપની EVTRIC મોટર્સે પણ EV એક્સ્પોમાં ભાગ લીધો છે. કંપનીએ બે ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યાં છે. તેમના નામ એક્સેસ અને રાઇડ છે. એક્સેસની કિંમત 64,994 રૂપિયા અને રાઇડની કિંમત 67,996 રૂપિયા છે. બંને સ્કૂટર સ્લો સ્પીડ અને હાઈ રેન્જને સપોર્ટ કરે છે. શરૂઆતમાં આ સ્કૂટરને 7 શહેરો દિલ્હી, ગુડગાંવ, પુણે, ઔરંગાબાદ, બેંગલુરુ, તિરૂપતિ અને હૈદરાબાદમાં વેચવામાં આવશે.
  • લિથિયમ-આયન બેટરી બંને સ્કૂટરમાં ઉપલબ્ધ થશે. તે 3.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. ત્યારબાદ સ્કૂટર 75 કિલોમીટર સુધી ચલાવી શકશે. સ્કૂટરની ટોપ સ્પીડ 25 kmph છે. કંપની સ્કૂટરની બેટરી પર 2 વર્ષની વોરંટી પણ આપી રહી છે. બંને સ્કૂટરમાં LED હેડલેમ્પ્સ, રોબોટિક વેલ્ડિંગ ચેસિસ અને સાઇડ સ્ટેન્ડ સેન્સર મળશે. બંનેમાં 12-ઇંચ ટ્યુબલેસ ટાયર મળશે. તેમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190mm છે.

ટેરા મોટર્સ કોર્પોરેશનની ઇ-બાઇક
જાપાની કંપની ટેરા મોટર્સે ઇવેન્ટમાં પોતાની ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી છે. આ બાઇકની ટોપ સ્પીડ 100 kmph છે. બાઇકમાં 9.6Kwની DC મોટર આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તે સિંગલ ચાર્જ પર 100 કિમીની રેન્જ આપે છે.

અન્ય સમાચારો પણ છે...