એથરે 450 સીરિઝને અપડેટ કરી:ગૂગલ વેક્ટર મેપની સાથે મળશે ઓટો હિલહોલ્ડ જેવા સેફ્ટી ફીચર્સ, બેટરી પર 5 વર્ષની વોરંટી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એથર એનર્જીએ શનિવારનાં રોજ પોતાની નવી એથર 450 પ્લસ અને 450x ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને નવી સીટ, સોફ્ટવેર અને 4 નવા કલર સાથે ઓપ્શન સાથે અપડેટ કર્યા છે. બેંગ્લોર સ્થિત ઈલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરની આ ઈલેક્ટ્રિક સ્કૂટરનાં બંને અપડેટ વર્ઝનને કોમ્યુનિટી ડે સેલિબ્રેટ ઈવેન્ટ દરમિયાન લોન્ચ કર્યા.

કંપનીએ ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. એથર 450 પ્લસ વેરિઅન્ટનો ભાવ 1.37 લાખ રુપિયા (દિલ્હી એક્સ શો-રુમ) અને 450xની કિંમત 1.60 લાખ રુપિયા (દિલ્હી એક્સ શો-રુમ) છે. આ સ્કૂટર તમને કોસ્મિક બ્લેક, સોલ્ટ ગ્રીન, ટ્રૂ રેડ, લૂનર ગ્રે, સ્પેસ ગ્રે અને સ્ટીલ વ્હાઈટ કલરમાં મળી રહેશે.

આ સ્કૂટરમાં નવું શું છે?
કંપનીએ તેનાં ડેશબોર્ડનાં યૂઝર ઈન્ટરફેસમાં જૂના સોફ્ટવેરને કાઢીને નવો એથરસ્ટેક 5.0 સોફ્ટવેર અપડેટ કર્યો છે. તેની સાથે જ હવે ગૂગલ વેક્ટર મેપ પણ મળશે, જેથી યૂઝર માટે ટ્રિપ પ્લાન કરવી અને ટ્રાફિક રુટ નકકી કરવો સહેલો બની જશે.

નવો યૂઝર ઈન્ટરફેસ યૂઝ કરવો એકદમ સરળ છે. તે જુદા-જુદા એનિમેશન મોડ્સનાં માધ્યમથી પાવર અને રેન્જની માહિતી યૂઝરને પૂરી પાડે છે. બીજી તરફ યૂઝર્સને એક જ ક્લિક પર કોલને રિસીવ કરવાની અને કટ કરવાની સુવિધા પણ મળે છે. બીજી તરફ સેફ્ટી માટે સાઈડ સ્ટેન્ડ કટ ઓફ (સાઈડ ખુલ્લી રહેવા પર સ્કૂટર સ્વિચ ઓફ રહેશે) અને ઓટો હિલ હોલ્ડ ફીચર આપવામાં આવ્યું છે. કમ્ફર્ટ માટે સ્કૂટરની સીટની લંબાઈ પણ વધારવામાં આવી છે. સ્કૂટરમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે.

એથર માર્ચ 2023 સુધીમાં 1300 ટચ પોઈન્ટ્સ બનાવશે
આ સિવાય એથર એનર્જીએ એ પણ જાહેરાત કરી છે કે, તે માર્ચ 2023 સુધીમાં 1300 ટચ પોઈન્ટ્સ સુધી પોતાના ગ્રિડ પોઈન્ટ્સનો વિસ્તાર કરશે. આ ટચ પોઈન્ટ્સ પર એથર સ્કૂટર સિવાય તમામ પ્રકારનાં EV સ્કૂટર્સને ચાર્જ કરી શકાશે.

બેટરી પર 5 વર્ષની વોરંટી
નવા એથર 450X અને 450 પ્લસમાં પહેલાની સાપેક્ષે 25 ગણી વધુ સારી કેપેસિટીથી સજજ 3.7 કિલોવોટનું લિથિયમ બેટરીપેક આપવામાં આવ્યું છે, જેની લાઈફ 20 ટકા વધુ છે. કંપનીએ બેટરીની વોરંટી 3 વર્ષથી વધારીને 5 વર્ષ અથવા તો 60 હજાર કિલોમીટર કરી નાખી​​. એથરનો દાવો છે કે, આ બેટરી 5 વર્ષનાં અંતે પણ 70% રેન્જ આપશે. સ્કૂટરમાં ચાર રાઈડ મોડ - ઈકો, રાઈડ, સ્પોર્ટ અને વોર્પ મળે છે. ફૂલ ચાર્જમાં સ્કૂટરની સર્ટિફાઈડ રેન્જ 146km છે. જ્યારે ટ્રૂ રેન્જ 105km છે. એથર 450 પ્લસની સર્ટિફાઈડ રેન્જ 108km સુધીની છે, જ્યારે ટ્રૂ રેન્જ 85km સુધીની છે. આ રેન્જ ઈકો મોડમાં મળે છે.

સ્કૂટરની ટોપ સ્પીડ 90km/h​​​​​
સ્કૂટરને પાવર આપવા માટે તેમાં મોટર આપવામાં આવી છે, જે પાછળનાં પૈડા સાથે બેલ્ટની મદદથી જોડાયેલી છે. એથર 450ની ટોપ સ્પીડ 90km/h છે, આ સ્કૂટર 3.3 સેકન્ડમાં 0-40 km/hની સ્પીડ પહોંચી જાય છે.

ટાયરમાં 20 ટકા વધુ ગ્રિપ મળશે
આ સ્કૂટરમાં વિશેષ પ્રકારનાં ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 20 ટકા વધુ ગ્રિપ મળશે. તે ટાયર દરેક ઋતુને ધ્યાનમાં રાખી તેને અનુકૂળ બનાવવામાં આવ્યા છે. આ ટાયર સ્કૂટરને જ્યારે રસ્તામાં વળાંક લેવાની જરુરિયાત પડે ત્યારે ખૂબ કામમાં આવે છે. ઈમરજન્સીમાં બ્રેકિંગ સિસ્ટમ પણ ખૂબ જ જવાબદાર છે. બંને ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં નવી સિંગલ કાસ્ટ, એલ્યુમિનિયમ રિયર વ્યૂ મિરર પણ મળે છે.

એથર 450X, 450 પ્લસ ઝેન3ની ટકકર
તેની ટક્કર ઓલા S1 પ્રો, TVS આઈક્યૂબ અને બજાજ ચેતકથી થશે. એથર એનર્જીએ ડિસેમ્બર 2022માં 9187 યૂનિટ્સનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાવ્યું હતું. વર્ષ 2022માં કંપનીનાં 59,123 યૂનિટ્સ વેંચાયા હતા. વર્ષ 2021માં તે સંખ્યા 17,272 યૂનિટ્સ થઈ હતી.