નવી E-કાર ખરીદવાની જરૂર નથી:જૂની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ કરો, 74 પૈસામાં 1 કિમી સુધી દોડશે; જાણો કેટલો ખર્ચ આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનું કામ ઘણી ઈલેક્ટ્રિક વ્હીકલ પાર્ટ્સ બનાવતી ઘણી કંપનીઓ કરી રહી છે

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક તરફ આ સેગમેન્ટમાં ઘણી કંપનીઓ આગળ આવી રહી છે અને દર મહિને તેના વેચાણના આંકડા વધી રહ્યા છે. ટાટાના અનુસાર, 2025 સુધી તેના કુલ વેચાણમાં 25% ગાડીઓ ઈલેક્ટ્રિક હશે. જો કે, કોમન મેન માટે ઈલેક્ટ્રિક કારની ડિલ હજુ પણ મોંઘી છે. દેશમાં સૌથી વધુ વેચાતી ટાટા નેક્સન EVની કિંમત એક્સ-શોરૂમ રૂ .14 લાખથી શરૂ થાય છે.

જો તમારી પાસે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું બજેટ નથી, તો તમે તમારી પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. આ કામ ઈલેક્ટ્રિક વ્હીકલ પાર્ટ્સ બનાવતી ઘણી કંપનીઓ કરી રહી છે. તેમજ તૈયાર કરવામાં આવેલી ઈલેક્ટ્રિક કાર પર વોરંટી પણ આપે છે. આ કામમાં ખર્ચ કેટલો આવે છે? કારની રેન્જ કેટલી હોય છે? પેટ્રોલની તુલનામાં દરરોજ કેટલો ખર્ચ આવશે? કેટલા સમયમાં પૈસા વસૂલ થઈ જશે?

પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનું કામ કઈ કઈ કંપનીઓ કરી રહી છે
ફ્યુઅલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવામાં સામેલ મોટાભાગની કંપનીઓ હૈદરાબાદમાં છે. તેમાં ઈટ્રાયો(etrio) અને નોર્થવેએમએસ (northwayms) મુખ્ય છે. આ બંને કંપનીઓ કોઈપણ પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરે છે. તમે વેગનઆર, અલ્ટો, ડિઝાયર, i10,સ્પાર્ક અથવા બીજી કોઈપણ પેટ્રોલ અથવા ડીઝલ કાર ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. કારમાં ઉપયોગ થતી ઈલેક્ટ્રિક કીટ લગભગ એક જેવી હોય છે. જો કે, રેન્જ અને પાવર વધારવા માટે બેટરી અને મોટરમાં ફરક હોઈ શકે છે. આ કંપનીઓની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે તેમનો સંપર્ક કરી શકો છો. આ કંપનીઓ ઈલેક્ટ્રિક કાર પણ વેચે છે.

ફ્યુઅલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનો ખર્ચ અને રેન્જ
કોઈપણ નોર્મલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે રોલર, કંટ્રોલર, રોલર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં આવતો ખર્ચ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા કિલોવોટની બેટરી અને કેટલા કિલોવોટની મોટર કારમાં લગાવવા માગો છે. કેમ કે આ બંને પાર્ટ કારના પાવર અને રેન્જ સાથે જોડાયેલા હોય છે. જેમ કે લગભગ 20 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટર અને 12 કિલોવોટની લિથિયમ આયન બેટરીનો ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા સુધી હોય છે. તેવી જ રીતે જો બેટરી 22 કિલોવોટની હશે તો તેનો ખર્ચ લગભગ 5 લાખ રૂપિયા સુધી આવશે.

કારની રેન્જ એ વાત પર નિર્ભર કરે છે કે તેમાં કેટલા કિલોવોટની બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે કારમાં 12 કિલોવોટની લિથિયમ આયન બેટરી લગાવવામાં આવે છે તો તે ફૂલ ચાર્જ થવા પર લગભગ 70 કિમીની રેન્જ આપશે. તેમજ 22 કિલોવોટની લિથિયમ આયન બેટરી લગાવવા પર રેન્જ વધીને 150 કિમી સુધી થઈ જશે. જો કે, રેન્જ ઓછી અથવા વધારવામાં મોટરનો પણ મુખ્ય રોલ હોય છે. જો મોટર વધારે પાવરફૂલ હોય છે તો કારની રેન્જ ઓછી થઈ જશે.

હવે જાણો પેટ્રોલ અથવા ડીઝલ કારને કેવી રીતે ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવી

જ્યારે આ કંપનીઓ કોઈ ફ્યુઅલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરે છે તો જૂના તમામ મિકેનિકલ પાર્ટ્સને બદલવામાં આવે છે. એટલે કે કારનું એન્જિન, ફ્યુઅલ ટેંક, એન્જિન સુધી પાવર પહોંચાડતા કેબલ અને બીજા પાર્ટ્સની સાથે ACનું કનેક્શન પણ ચેન્જ કરવામાં આવે છે. આ તમામ પાર્ટ્સને ઈલેક્ટ્રિક પાર્ટ્સ જેમ કે મોટર, કંટ્રોલર, રોલર, બેટરી અને ચાર્જરથી બદલવામાં આવે છે. આ કામમાં મિનિમમ 7 દિવસનો સમય લાગી શકે છે. તમામ પાર્ટ્સ કારના બોનેટની નીચે જ ફિક્સ કરવામાં આવે છે. તેમજ બેટરીના લેયરને કારના ચેસિસ પર ફિક્સ કરવામાં આવે છે. બુટ સ્પેસ સંપૂર્ણ રીતે ખાલી રહે છે. તેવી જ રીતે ફ્યુઅલ ટેંકને હટાવીને તેની કેપ પર ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવે છે. કારના મોડલમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવતો.

પેટ્રોલની તુલનામાં ઈલેક્ટ્રિક કારથી બચત થશે
તમે તમારી પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે 5 લાખ રૂપિયા ખર્ચ કરો છો, ત્યારબાદ 75 કિમીની રેન્જ આપે છે, ત્યારે 4 વર્ષ અને 8 મહિનામાં તમારા પૈસા વસૂલ થઈ જશે.

 • ધારો કે, તમે કારથી દરરોજ 50 કિમીની મુસાફરી કરો છો
 • ઈલેક્ટ્રિક કાર ફૂલ ચાર્જ થવામાં 6 કલાક અને 7 યુનિટ વીજળી ખર્ચ કરે છે.
 • 1 યુનિટ વીજળીની કિંમત 8 રૂપિયા છે, જ્યારે સિંગલ ચાર્જમાં 56 રૂપિયા ખર્ચ થશે.
 • એટલે કે 56 રૂપિયાના ખર્ચમાં EV 75 કિલોમીટરની રેન્જ આપે છે.
 • એટલે કે 2 દિવસના ચાર્જિગમાં તમે કારને 3 દિવસ સરળતાથી ચલાવી શકશો.
 • દર મહિને કાર 20 વખત ચાર્જ કરવી પડશે, જેનો ખર્ચ 7 યુનિટ x 20 દિવસ = 140 યુનિટ હોય છે.
 • એટલે કે 140 યુનિટ x 8 રૂપિયા= 1120 રૂપિયા એક મહિનામાં ખર્ચ થાય છે.
 • તેવી જ રીતે વાર્ષિક ખર્ચ 12 મહિના x 1120 રૂપિયા= 13440 રૂપિયા થાય છે.
 • હવે 1 લીટર પેટ્રોલમાં કાર શહેરમાં 15kmની માઈલેજ આપે છે. 1 લીટર પેટ્રોલનો ખર્ચ 101 રૂપિયા (દિલ્હી) છે.
 • 50km ચલાવવા માટે 3.33 લીટર પેટ્રોલની જરૂર પડે છે. એટલે કે 336 રૂપિયાનું પેટ્રોલ એક દિવસમાં ખર્ચ થશે.
 • આ હિસાબથી 1 મહિનામાં 30 દિવસ x 336 રૂપિયા = 10090 રૂપિયા પેટ્રોલ ખર્ચ થશે.
 • એટલે કે 1 વર્ષમાં 12 મહિના x 10090 રૂપિયા = 121078 રૂપિયા પેટ્રોલ ખર્ચ થશે.
 • ઈ-કારથી પેટ્રોલ કારની તુલનામાં વાર્ષિક 1,21,078 - 13440 = 1,07,638 રૂપિયાની બચત થશે.
 • એટલે કે 4 વર્ષ અને 8 મહિનામાં ઈલેક્ટ્રિક કારને તૈયાર કરવાનો સંપૂર્ણ ખર્ચ નીકળી જશે.

ઈલેક્ટ્રિક કાર 74 પૈસામાં એક કિમી સુધી દોડે છે. પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કાર બનાવતી આ કંપની 5 વર્ષની વોરંટી પણ આપે છે. એટલે તમારે કારમાં ઉપયોગ થતી કીટ પર કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં. તેમજ બેટરી પર કંપની 5 વર્ષની વોરંટી આપે છે. એટલે કે 5 વર્ષ બાદ તમારે બેટરી બદલવાની જરૂર પડશે. તેમજ પેટ્રોલ અથવા ડીઝલ કારમાં તમારે વાર્ષિક સર્વિસનો ખર્ચ પણ કરવો પડશે. તે તમને કીટ અને તમામ પાર્ટ્સની વોરંટી સર્ટિફિકેટ પણ આપે છે. તેને સરકાર અને RTO દ્વારા મંજૂરી આપવામાં આવી છે.