તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂગલ-ફોર્ડ પાર્ટનરશિપ:ફોર્ડની તમામ ગાડીઓ હવે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે, ફોનની જેમ સોફ્ટવેર અપડેટ મળશે

3 મહિનો પહેલા
  • ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનમાં ગૂગલની એન્ડ્રોઇડ OS ઇન્સ્ટોલ કરવામાં આવશે
  • ડ્રાઇવરને ઇન-વ્હીલ નેવિગેશનથી ગૂગલ મેપની સુવિધા મળશે

ફોર્ડ અને ગૂગલે છ વર્ષની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ અંતર્ગત ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વર્ષ 2023થી ફોર્ડ અને લિંકન કાર સહિતના ટ્રકોની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી ડ્રાઇવર્સ ઇન-વ્હીકલ નેવિગેશન માટે ગૂગલ મેપ અને એન્ડ્રોઇડ ફોન વગર ગૂગલ વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકશે. વર્ષ 2007થી ફોર્ડ પોર્ટફોલિયોના તમામ વાહનો કંપનીની સિંક સિસ્ટમ સાથે આવી રહ્યા છે. જો કે, અત્યારે એ અસ્પષ્ટ છે કે શું ફોર્ડ આ નવી સિસ્ટમ પર સિંક નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે કે નહીં.

વ્હીકલ્સમાં ગૂગલ પ્લે સ્ટોરનું ઇન-કાર વર્ઝન મળશે
વર્ષ 2023થી ફોર્ડ કાર મ્યૂઝિક, ઓડિયોબુક અને પોડકાસ્ટ જેવી વસ્તુઓ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરનું ઇન-કાર વર્ઝન રજૂ કરવાનું શરૂ કરશે. ફોર્ડ અને ગૂગલ અધિકારીઓએ કહ્યું કે, ગૂગલ જ ક્લાઉડ ડેટા સ્ટોરેજ માટે ફોર્ડની સર્વિસ પ્રોવાઇડર હશે. ફોર્ડ કસ્ટમર સર્વિસ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ જેવી વસ્તુઓમાં સુધારો કરવા માટે ગૂગલની ઓફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓનો પણ ઉપયોગ કરશે.

તેમની ભાગીદારીના ભાગરૂપે ફોર્ડ અને ગૂગલ ટીમ મળીને અપશિફ્ટ નામનું એક ગ્રૂપ બનાવશે, જે કંપનીઓ સાથે મળીને નવી રીતે કામ કરી શકે છે. ઉદાહરણ તરીકે, આ ટીમ કસ્ટમર ડેટાનો ઉપયોગ કરીને ઓનલાઇન કાર શોપિંગના અનુભવને સુધારવા જેવી બાબતો પર કામ કરશે. અત્યારે કંપનીઓએ ભાગીદારીની નાણાકીય શરતો જાહેર કરી નથી.

ફોનની જેમ જ ગાડીમાં સોફ્ટવેર અપડેટ મળશે
નવાં મોડેલ જેવાં કે ફોર્ડ મસ્ટેંગ મેક-ઇ અને રિ-ડિઝાઇન F-150માં સ્માર્ટફોનની જેમ જ ઓવર ધ એર સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ મળશે. સોફ્ટવેર અપગ્રેડ માટે ગ્રાહકોને ડીલરશીપ પર જવું પડશે નહીં. આ જ સુવિધા નવી એન્ડ્રોઇડ ઓટો ઓપરેટિંગ સિસ્ટમવાળા વાહનો માટે પણ ઉપલબ્ધ રહેશે.

એપલ ડિવાઇસવાળા ડ્રાઇવર્સ પાસે હજી પણ એપલ કાર પ્લેનો એક્સેસ હશે. જેથી, તેઓ કારના માધ્યમથી તેમના ફોનનો ઉપયોગ કરી શકશે. ગ્રાહકોની પસંદગી મુજબ, વાહનોમાં એમેઝોનની એલેક્સા વોઇસ આસિસ્ટન્ટ સિસ્ટમ પણ રજૂ કરવામાં આવશે.

ઓટોમેકર કંપની સાથે ગૂગલની આ પહેલી મોટી પાર્ટનરશિપ
કોઈ ઓટોમેકર કંપની સાથે ગૂગલની આ પહેલી મોટી પાર્ટનરશિપ છે. વોલ્વો અને તેની ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની પોલસ્ટાર પણ તેમના કેટલાક વાહનોમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

જનરલ મોટર્સ અને માઇક્રોસોફ્ટ વચ્ચે પણ આવી વ્યવસ્થા છે
જનરલ મોટર્સ (GM)એ તાજેતરમાં માઇક્રોસોફ્ટ સાથે આવી જ વ્યવસ્થાની જાહેરાત કરી છે. જેમાં માઇક્રોસોફ્ટ GM અને ક્રુઝ (GMની ઓટોનોમસ કાર કંપની) માટે ક્લાઉડ સ્ટોરેજ આપશે. જો કે, ગૂગલે એ નથી જણાવ્યું કે GM અને માઇક્રોસોફ્ટ ડીલની જેમ શું ગૂગલની ક્લાઉડ કમ્પ્યૂટિંગ સિસ્ટમનો ઉપયોગ ઓટોનોમસ વાહનો માટે કરવામાં આવશે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો