તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારુતિ સુઝુકી જિમ્ની:આવી રહી છે મારુતિની નવી SUV જિમ્ની, ટૂંક સમયમાં જ લોન્ચિંગ ડેટ જાહેર થશે

2 દિવસ પહેલા
  • યુરો એનકેપ ક્રેશ ટેસ્ટમાં મારુતિ સુઝુકી જિમ્નીને 3 સ્ટાર રેટિંગ મળ્યાં
  • તેમાં XL6, અર્ટિગા અને સિયાઝનું 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળશે

મારુતિ સુઝુકીની SUV જિમ્નીની રાહ જોતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. તાજેતરમાં યોજાયેલી એક ઈન્વેસ્ટર્સ મીટમાં કંપનીએ પુષ્ટિ કરી કે, ભારતમાં જિમ્નીને લોન્ચ કરવા માટે દરેક પાસા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે ઓટો એક્સપો 2020માં પહેલી વખત જિમ્નીએ ભારતમાં પોતાની શરૂઆત કરી હતી.

મારુતિ સુઝુકી જિમ્નીઃ ભારતીય મોડેલ માટે તૈયારી શરૂ

  • જ્યારથી જિમ્નીને ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી છે, ત્યારથી જિમ્નીના ભારત લોન્ચિંગ વિશે ઘણા રિપોર્ટ્સ સામે આવી ચૂક્યા છે. ભારતમાં તેનું નિર્માણ શરૂ થઈ ગયું છે પરંતુ અત્યારે તેને એક્સપોર્ટ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહી છે.
  • તાજેતરમાં મારુતિ સુઝુકીના માર્કેટિંગ અને સેલ્સ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, "અમે હાલમાં ઘરેલુ માર્કેટમાં જિમ્ની લોન્ચ કરવા માટે તેનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમે ફેબ્રુઆરી 2020માં ઓટો એક્સપોમાં તેને શોકેસ કરી હતી, જેને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. અત્યારે અમે માર્કેટિંગ સહિત વિવિધ પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેથી તેને ભારતમાં ક્યારે લોન્ચ કરી શકાય છે તેને સુનિશ્ચિત કરી શકાશે.
  • અમે ગત વર્ષે જણાવ્યું હતું કે, ભારતમાં લોન્ચ માટે મારુતિ સુઝુકીને વધારે વોલ્યુમની જરૂરિયાત હશે. તેથી જિમ્નીના નિકાસ માટે ભારતમાં નિર્માણ શરૂ કરીને ભારતીય માર્કેટમાં લોન્ચ માટે ટ્રેક પર છે.

મારુતિ સુઝુકી જિમ્નીઃ એન્જિન અને સેફ્ટી ફિચર્સ

  • જિમ્નીને પાવર આપતી સુઝુકીનું K15B 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે. આ તે જ એન્જિન છે જે ભારતમાં મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા ફેસલિફ્ટ, અર્ટિગા, એક્સએલ 6 અને સિયાઝને પાવર આપે છે. વિદેશમાં તે 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સની સાથે ઉપલબ્ધ છે.
  • સેફ્ટી ફિચર્સના કિસ્સામાં, યુરો-સ્પેક જિમ્નીને 6 એરબેગ, ISOFIX ચાઈલ્ડ-સીટ માઉન્ટ, ઓટોનોમસ ઈમર્જન્સી બ્રેકિંગ (AEB), સીટ બેલ્ટ રિમાઈન્ડર અને લેન-અસિસ્ટ સિસ્ટમ મળે છે અને યુરો એનકેપ ક્રેશ ટેસ્ટમાં તેને 3 સ્ટાર રેટિંગ પણ મળ્યાં છે.
  • સ્ટાન્ડર્ડ ત્રણ ડોર વર્ઝન ઉપરાંત, મેઈન-ઈન-ઈન્ડિયા પાંચ-ડોર જિમ્ની પર પણ કામ ચાલી રહ્યું છે. આ મોડેલ ખાસ કરીને ભારતીય માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે વર્ઝન ત્રણ-ડોર મોડેલની તુલનામાં વધારે પ્રેક્ટિકલ હશે અને ફેમિલી બાયર્સ માટે વધારે ઉપયોગી હશે. અન્ડરપેઇનિંગની બાબતમાં જિમ્ની 5-ડોર અને 3-ડોર મોડેલથી અલગ નહીં હોય. તેને એક લેડર-ફ્રેમ ચેસિસ પર પણ બનાવવામાં આવશે અને લો-રેન્જ ટ્રાન્સફરની બાબતની સાથે ફોર-વ્હીલ ડ્રાઈવની સુવિધા આપશે.

મારુતિ સુઝુકી જિમ્નીઃ કઈ ડીલરશિપ વેચવામાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જિમ્નીને મારુતિ સુઝુકીના પ્રીમિયમ નેક્સા ડીલરશિપ દ્વારા વેચવામાં આવશે. તે નક્સા આઉટલેટ્સમાં વધારે ગ્રાહકો લાવવામાં મદદ કરશે. નેક્સા ડીલરશીપ પર XL6 MPV અને ફેસલિફ્ટેડ ઈગ્નિસ હેચબેક બાદ કોઈ નવો પ્રોજેક્ટ નથી આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો