CES 2020 / ઓટો સેગમેન્ટમાં AIનો દબદબો, અપકમિંગ કાર્સ રસ્તામાં ચાલતા લોકો સાથે વાત કરશે

AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road

  • આંખ અને અવાજથી પણ કાર કન્ટ્રોલ થઈ શકશે
  • ફેરાડે ફ્યુચર FF91ને 0-100 કિમી સુધી પહોંચવામાં ફક્ત 2.3 સેકંડ લાગશે
  • મર્સિડીઝ બેન્ઝ Vision AVTR પેસેન્જરના હાર્ટબીટ ટ્રેક કરશે

Divyabhaskar.com

Jan 11, 2020, 01:18 PM IST

ઓટો ડેસ્કઃ વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક શો CES 2020 છેલ્લા તબક્કામાં છે. શોમાં મોટાભાગનું ધ્યાન રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર હતું, પરંતુ ઓટો કંપનીઓએ એવા ઘણા ઇનોવેશન્સ રજૂ કર્યાં જેમણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધાં છે. શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ‘અવતાર’ ફિસ્મથી ઇન્સ્પાયર્ડ મર્સિડીઝની કોન્સેપ્ટ કાર તો બીજીબાજુ, ટેક કંપની સોનીએ શોમાં તેની પહેલી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર Vision-S રજૂ કરતાં દરેક લોકો ચોંકી ગયા હતા. શોમાં રજૂ થયેલા આ ઇનોવેટિવ વ્હીકલ અવાજ અને આંખોથી તો કન્ટ્રોલ થશે જ પણ સાથે રસ્તામાં ચાલનારા લોકો સાથે કમ્યુનિકેટ પણ કરશે.

ફેરાડે ફ્યુચર FF91: 1050 હોર્સ પાવરવાળી ઇલેક્ટ્રિક કાર


શોના બીજા દિવસે સૌથી વધુ ચર્ચામાં રહી ફેરાડે ફ્યુચર FF91 ઇલેક્ટ્રિક કાર. આ ઓલ ઇલેક્ટ્રિક સુપરકાર છે, જે લક્ઝરી અને ટેક્નોલોજીનો બેજોડ નમૂનો છે. તેની કેબિન એકદમ લક્ઝરી રીતે બનાવવામાં આવી છે, જેમાં પાછળની તરફ સોફાનુમા સીટ્સ લાગેલી છે, જેને યુઝર તેમની સુવિધાનુસાર અડજસ્ટ કરી શકે છે. તેમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટર 1050 હોર્સ પાવર જનરેટ કરે છે. તેને કલાક દીઠ 100 કિમી સુધી પહોંચવામાં ફક્ત 2.3 સેકંડનો સમય લાગે છે. તેને ટેસ્લા મોડેલ Sના કોમ્પિટિટર તરીકે પણ જોવામાં આવી રહી છે. મોડેલ S સિંગલ ચાર્જમાં ફક્ત 600 કિમી સુધી ચાલે છે, જ્યારે ફેરાડે કંપનીનું કહેવું છે કે સિંગલ ચાર્જિંગમાં ફ્યુચર FF91 650 કિમી સુધી ચાલશે.

મર્સિડીઝ બેન્ઝ Vision AVTR: એનિમેટેડ ફિલ્મ ‘અવતાર’થી ઇન્સ્પાયર્ડ કાર


શોમાં લક્ઝરી કાર મેકર કંપની મર્સિડીઝે તેની કોન્સેપ્ટ કાર Vision AVTR રજૂ કરી. આ એનિમેટેડ ફિલ્મ ‘અવતાર’થી ઇન્સ્પાયર્ડ છે. કંપનીએ આ એક ફ્યુચરિસ્ટિક કાર તરીકે શોકેસ કરી છે. તેની ખાસ વાત એ છે કે તેમાં ઓર્ગેનિક બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને રિસાઇકલ થનારા વેસ્ટ મટિરિયલથી બનાવવામાં આવી છે. તેમાં કોઇ સ્ટિયરિંગ વ્હીલ નહીં મળે. તેને સેન્ટર કંસોલ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવશે. આ 30 ડિગ્રી સુધી કેકડાની જેમ સાઇડ વે મૂવ પણ કરી શકે છે. કન્ટ્રોલ યૂનિટ પર હાથ રાખતાં જ તે પેસેન્જરના હાર્ટબીટ તો ટ્રેક કરશે જ પણ સાથે તેના શ્વાસ પર પણ ધ્યાન રાખશે. તેમાં લાગેલી સ્ક્રીનથી પેરેન્ટ્સ ઘરે રહેલા પોતાના બાળકોનું પણ ધ્યાન રાખી શકશે.

બાયટોન એમબાઇટઃ ઇશારા પર કાર્ય કરે છે


ઇલેક્ટ્રિક વાહનો બનાવનાર ચાઇનીઝ કંપની બાયટોને શોમાં તેની ઓલ ઇલેક્ટ્રિક કાર એમબાઇટ રજૂ કરી. જો કે, કંપની આ કારને પહેલેથી CESમાં રજૂ કરી ચૂકી છે. પરંતુ CES 2020 પર કંપનીએ જાહેરાત કરી હતી કે આ વર્ષે તે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. કારનું ઇન્ટિરિયર એકદમ ફ્યુચરિસ્ટિક છે. પરંતુ ખાસ વાત એ છે કે તેના ડેશબોર્ડમાં 48 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. તે મોશન સેન્સરથી સજ્જ છે એટલે કે, તે યુઝરની આંગળીઓના ઇશારા પર પણ કાર્ય કરે છે. ડિસ્પ્લે પર વીડિયો સ્ટ્રીમિંગ તો થઈ જ શકશે પણ સાથે તે હવામાનના પણ સમાચાર આપતી રહેશે. તેમાં પાછળની સીટ પર બેઠેલા મુસાફરોને પણ ટીવી જેવી સ્ક્રીન મળશે.

ઓડી AI:ME: તેમાં વર્ચ્યુઅલ રિયાલિટીનો પણ લાભ લઈ શકાશે


ઓડીએ શોમાં AI:ME કોન્સેપ્ટ ઇલેક્ટ્રિ વ્હીકલ રજૂ કર્યું. આ અનેક પ્રકારની હાઇટેક સુવિધાઓથી સજ્જ છે. આ પેસેન્જર્સની પ્રાથમિકતાઓ સમજવામાં સક્ષમ છે. તેમાં VR ગ્લાસની સુવિધા મળે છે, જે પેસેન્જર્સને મુસાફરી દરમિયાન બોર નથી થવા દેતી. ટચસ્ક્રીન ડિસ્પ્લેની મદદથી યુઝર પોતાનું મનપસંદ જમવાનું પણ ઓર્ડર કરી શકે છે. આ કાર ડ્રાઇવર સાથે તો વાત કરશે જ પણ સાથે રસ્તા પર ચાલતા લોકો સાથે પણ ઇન્ટરેક્ટ પણ કરશે. તેને નોઇસ અને આઇ ટ્રેકિંગ ફીચર દ્વારા ઓપરેટ કરી શકાય છે.

X
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road
AI based features in Auto Segment, Upcoming Cars Will Talk to People on the Road

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી