• Home
  • Utility
  • Automobile
  • After the BS6 upgrade, the new Honda Jazz will only be available in petrol engines, 1.5 liter diesel engines will be discontinued.

હોન્ડા જાઝ / BS6 અપગ્રેડ થયા બાદ નવી હોન્ડા જાઝ માત્ર પેટ્રોલ એન્જિનમાં મળશે, 1.5 લીટર ડીઝલ એન્જિનને બંધ કરવામાં આવશે

X

  • કંપનીએ થર્ડ જનરેશન હોન્ડા જાઝને જુલાઈ 2015માં ભારતીય માર્કેટમાં લોન્ચ કરી હતી હાલમાં જાઝ 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 06:09 PM IST

હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ પોતાની પાવરટ્રેન સ્ટ્રેટજી પર ફરીથી કામ કરી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, BS6 અપગ્રેડેશન બાદ જાઝનુ માત્ર પેટ્રોલ મોડેલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. કારનું થર્ડ જનરેશન મોડેલ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતુ. હાલમાં, હોન્ડા જાઝ મેન્યુઅલ અને  CVT (કન્ટિન્યુઅસલી વેરિયેબલ ટ્રાન્સમિશન) ટ્રાન્સમિશનથી સજ્જ 1.2 લીટર પેટ્રોલ એન્જિન અને 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ 1.5 લીટર ડીઝલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. બંને એન્જિન BS6 હોન્ડા અમેઝમાં પણ ઉપલબ્ધ છે. 

જાઝ ડીઝલને લાઈનઅપથી  કેમ દૂર કરવામાં આવી રહી છે?
હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગોયલના જણાવ્યા પ્રમાણે, 2019-20 દરમિયાન, પેટ્રોલથી લગભગ 80 ટકા અને ડીઝલથી લગભગ 20 ટકા HCILનું કુલ વેચાણ થયું હતું, પરંતુ આ ટ્રેન્ડ દરેક પ્રોડક્ટના સેગમેન્ટ પ્રમાણે અલગ હતો. જો કે, પેટ્રોલ માટે માર્કેટની પસંદગી બદલાઈ રહી છે, પરંતુ અમારું માનવું છે કે, ડીઝલની માંગ તરત બંધ નહીં થઈ જાય. એટલા માટે અમે BS6 લાઈનઅપમાં, અમે સ્ટ્રેટજી તરીકે અમારા ગ્રાહકોની પસંદગીને અનુરૂપ કેટલાક સેગમેન્ટમાં ડીઝલ મોડેલ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. 

જાઝ માટે આગળ વ્યૂહરચના શું છે?
હોન્ડા જાઝને નવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે BS6 કમ્પ્લાયન્ટ વર્ઝન ઉપરાંત, જાઝની ડિઝાઈન અને ફીચર્સમાં પણ ફેરફાર જોવા મળશે. જેમાં કોસ્મેટિક અપડેટ્સ અને એડિશનલ કમ્ફર્ટ ફીચર્સ ઉપરાંત LED હેલાઈડ સામેલ છે.

હોન્ડાએ લોકડાઉન પહેલા અપડેટેડ જાઝનું ટીઝર રિલીઝ કર્યું હતું પરંતુ મોડેલનું વેચાણ ક્યારે શરૂ થશે તેના વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી. ગોયલના જણાવ્યા પ્રમાણે, અમારા મોડેલ રિફ્રેશમેન્ટ પ્લાનમાં જણાવ્યા પ્રમાણે, રિફ્રેશ BS6 જાઝને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. લોકડાઉનના કારણે હોન્ડા કારની પ્રોડક્ટ લોન્ચિંગને  અસર થઈ છે. જાઝ BS6નું લોન્ચિંગ BS6 WR-V અને નેક્સ્ટ જનરેશન હોન્ડા સિટીની સાથે કરવામાં આવી શકે છે. 

નવી હોન્ડા જાઝની ટક્કર કઈ કાર સાથે થશે?
BS6 હોન્ડા જાઝની ટક્કર અન્ય પ્રીમિયમ હેચબેક જેવી મારુતિ સુઝુકી બલેનો, ટોયોટા ગ્લેન્ઝા, હ્યુન્ડાઈ  i20 અને ટાટા અલ્ટ્રોઝની સાથે થશે. રસપ્રદ વાત એ છે કે, અલ્ટ્રોઝ સિવાય જે 1.5 લીટર ડીઝલ એન્જિનની સાથે ઉપલબ્ધ છે, અને અન્ય તમામ હરીફો ફક્ત પેટ્રોલ ફોર્મમાં ઉપલબ્ધ છે. હાલની જનરેશન હ્યુન્ડાઈ i20 તેના રન-આઉટના તબક્કામાં છે, જો કે તેને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી