હોન્ડા એક્ટિવા 7G:સૌથી વધુ વેચાતું સ્કૂટરનું નવું મોડેલ થશે લોન્ચ?, કંપનીએ ફર્સ્ટ લુક કર્યો રિલીઝ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણાં સમયથી એક્ટિવા લોકોની પહેલી પસંદ બની રહી છે. કંપની પણ એક્ટિવાના નવા-નવા મોડેલ બહાર પાડી રહી છે. હોન્ડા કંપની જલ્દી જ ભારતમાં એક નવું સ્કૂટર લોન્ચ કરશે. કંપનીએ આ સ્કુટરનો ફર્સ્ટ લુક પણ જાહેર કરી દીધો છે. સ્કૂટરનું ટીઝર જોયા બાદ લોકો અટકળો લગાવી રહ્યા છે કે, કંપની ટોપ સેલિંગ એક્ટિવાનું જ અપડેટેડ મોડલ એટલેકે એક્ટિવા 7G લોન્ચ કરી શકે છે.

આ અટકળો લગાવવાનું એક કારણ એ પણ છે કે, હોન્ડાએ એક્ટિવાનું છેલ્લે અપડેટેડ મોડેલ હોન્ડા એક્ટિવા 6Gને 2 વર્ષ પહેલાં લોન્ચ કર્યું હતું. કંપનીએ આ સ્કુટરનો ફર્સ્ટ લુક ત્યારે લોન્ચ કર્યો છે, જ્યારે એક દિવસ પહેલાં નવું બાઈક CB300F લોન્ચ કર્યું છે.

સૌથી વધુ આ સ્કૂટરનું વેચાણ થાય છે
હોન્ડા એક્ટિવા છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં બેસ્ટ સેલિંગ સ્કૂટર રહ્યું છે. મે મહિનામાં 1.49 લાખ સ્કૂટરનું વેચાણ કર્યું હતું અને જૂનમાં 1.84 લાખ સ્કૂટરનું વેચાણ થયું હતું.

કંપનીએ ફર્સ્ટ લુક કર્યો જાહેર
કંપનીએ ટ્વિટર પર નવા સ્કૂટરનો પહેલો લૂક અપલોડ કર્યો છે. કંપનીએ સ્કૂટરનો ફ્રન્ટ ભાગ જ દેખાડ્યો છે, પરંતુ આ લુકથી એક્ટિવા 7Gનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. જો કે,કંપનીએ હજુ સુધી નવા મોડેલના નામ વિશે કોઈ સંકેત આપ્યો નથી.

હાલ તો કંપની એક્ટિવા 125, ગ્રેજીયા 125નું વેચાણ કરી રહી છે
ભારતીય બજારમાં કંપની એક્ટિવા 6G સિવાય એક્ટિવા 125, ગ્રેઝિયા 125 અને ડિઓ જેવા મોડેલોનું વેચાણ કરી રહી છે. જોકે અન્ય કોઈ મોડલને એક્ટિવા જેવી સફળતા મળી નથી.

એક્ટિવા 7Gમાં મળી શકે છે આ અપડેટ
ખબરોનું માનીએ તો, કંપની હોન્ડા એક્ટિવા 7Gના ત્રણ વેરિઅંટ સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ્સ અને નોર્મલ મોડેલમાં લોન્ચ કરી શકે છે. જેમાં 110ccનું ફેન કુલ્ડ 4-સ્ટ્રોક એન્જીન પણ આપવામાં આવ્યું છે. કંપની એલઇડી હેડલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સુવિધાઓનો પણ વધારો કરી શકે છે. તેની કિંમત પણ એક્ટિવા 6જી કરતા થોડી વધારે હોવાનો અંદાજ હાલ લગાડવામાં આવ્યો છે.