લક્ઝરી કાર મેકર રોલ્સ-રોયસે ઓલ ઈલેક્ટ્રિક વ્હીકલ ‘સ્પેક્ટર’ રિવીલ કરી દિધી. બ્રિટિશ કાર કંપનીની આ પહેલી જ ઈલેક્ટ્રિક કાર છે. કારની ડિલિવરી વર્ષ 2023ના અંતમાં શરુ થશે. ગાડીની કિંમત હજુ સુધી બહાર પાડવામાં આવી નથી પરંતુ, કંપનીએ દાવો કર્યો છે કે, આ કારની કિંમત 6.95 કરોડથી વધુ હશે. ગાડી 4.5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડશે.
520KM ની રાઈડ રેન્જ મળશે
ડબલ ડોર, 4-સીટર કારમાં 23 ઈંચના વ્હીલ લાગેલા છે. કારની રાઈડ રેન્જ અંદાજે 520 કિમીની રહેશે. ગાડી 900Nmની પીક ટોર્ક અને 577bhpની પાવર જનરેટ કરી શકશે. તેમાં અંદાજે 430kWની ઈલેક્ટ્રિક મોટર લાગેલી છે.
ફાઈનલ સ્ટેજની ટેસ્ટિંગ શરુ
ગાડીનું વજન 2975 કિલો છે, તેનું ફાઈનલ સ્ટેજનું ટેસ્ટિંગ શરુ છે. ફાઈનલ સ્ટેજની ટેસ્ટિંગમાં પાવર, એક્સિલરેશન અને રેન્જ ફિગર્સમાં સુધારો કરવામાં આવશે. 2023ના અંતમાં લોન્ચિંગ પછી ગાડીના સ્પેસિફિકેશનમાં અમુક બદલાવ સામે આવી શકે.
સ્પ્લિટ હેડલાઈટ અને 22 LED રિયર લાઈટિંગ
રોલ્સ-રોયસની કોઈપણ કારમાં આ પહેલા આટલી મોટી ગ્રીલ લગાવવામાં આવી ન હતી. તેના દરવાજાઓ પણ મોટા બનાવવામાં આવ્યા હતા. ઈન્ટિરિયરમાં પણ તમને લક્ઝરિયસ લૂક મળશે. તેમાં સ્પ્લિટ હેડલાઈટ અને પાછળના ભાગમાં 22 LED લાઈટિંગ મળશે.
કેટલી કિંમત હશે?
રોલ્સ-રોયસ કારની કિંમત કંપનીએ જાહેર કરી નથી પણ કંપનીએ કહ્યું કે, આ EV કારની કિંમત રોલ્સ-રોયસ ક્લીનન SUV અને રોલ્સ રોયસ ફેન્ટમ VIII સેડાનની કિંમતની વચ્ચે હશે. ક્લીનન SUVની કિંમત 6.95 કરોડ રુપિયા અને માઈલેજ 6.6 કિંમી/લિટરની મળશે. બીજી તરફ ફેન્ટમ VIII સેડાનની કિંમત 9.50 કરોડ રુપિયા અને માઈલેજ 7.1 કિમી/લિટરની છે. જો કાર ઈન્ડિયામાં પણ લોન્ચ થઈ તો તેની કિંમત 7-9 કરોડની વચ્ચે હશે.
2030 સુધીમાં રોલ્સ-રોયસ ફુલી ઈલેક્ટ્રિક બનશે
રોલ્સ-રોયસ સ્પેક્ટરના રિવીલ દરમિયાન કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોર્સટન મુલર ઓટવોસે કહ્યું, ‘રોલ્સ રોયસમાં લેજન્ડમાં જે ખાસિયતો છે, તે બધી જ આ કારમાં પણ છે. સ્પેક્ટરની સક્સેસ ઈલેક્ટ્રિકલ વ્હીકલ માર્કેટમાં કંપનીનો વિકાસ નક્કી કરશે. કંપની 2030 સુધીમાં ઈલેક્ટ્રિકલ વ્હીકલનો સંપૂર્ણ પોર્ટફોલિયો બનાવવામાં લાગી છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.