પેટ્રોલ-ડિઝલનાં વધતા ભાવનાં કારણે હવે માઈલેજ આપનારી બાઈક્સ પણ માર્કેટમાં ફેઈલ થતી નજરે પડી રહી છે. આ સ્થિતિમાં લોકોનું ધ્યાન હવે ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ વધુ પડતું આકર્ષિત થઈ રહ્યુ છે અને તેના વેચાણમાં પણ છેલ્લા થોડા સમયથી ઉત્તરોતર પ્રગતિ નોંધાઈ રહી છે. પેટ્રોલની વધતી કિંમતોથી મોટાભાગનાં મોટરસાઈકલ લવર્સ નિરાશ થયા છે અને તે લોકો હવે ધીમે-ધીમે ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં શિફ્ટ થઈ રહ્યા છે.
હાઈ પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ ઈ-બાઈક ‘અલ્ટ્રાવાયલેટ F77’
જો કે, હવે નિરાશ થવાની જરુર નથી માર્કેટમાં એક સારી એવી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ લોન્ચ થઈ છે, જે કહેવા માટે તો ઈલેક્ટ્રિક બાઈક છે પણ તેની વિશેષતા અને ફીચર્સ કોઈપણ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ બાઈકથી ઓછા નથી. આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ છે અલ્ટ્રાવાયલેટ F77. કંપનીએ આ બાઈકની ડિલિવરી પણ શરુ કરી દીધી છે. F77 એ એક હાઈ પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ ઈ-બાઈક છે અને કંપનીએ તેના ત્રણ વેરિઅન્ટ માર્કેટમાં ઊતાર્યા છે.
ફક્ત 10 હજારમાં જ ઘરે લઈ આવો બાઈક
જો કે, આ ઈ-બાઈકની કિંમત સામાન્ય મોટરસાઈકલ કરતા વધુ છે, તે 3.8 લાખની એક્સ શો-રુમ કિંમત પર ઉપલબ્ધ છે પરંતુ, આ બાઈકને તમે EMI પર સરળતાથી ખરીદી શકો છો. F77 બાઈક પર તમને બેન્કમાંથી પણ સરળતાથી લોન મળી જશે. આ મોટરસાઈકલને તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ બુક કરી શકો છો. તેને બુક કરવા માટે તમારે 10 હજાર રુપિયા ચૂકવવાના રહેશે.
ફીચર્સ
F77 બાઈક પોતાના લૂક્સ અને ફિચર્સનાં કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. કંપનીએ આ બાઈકમાં જબરદસ્ત ફીચર્સ આપ્યા છે. આ ઈ-બાઈકમાં તમને LED લાઈટિંગ, TFT ડિસ્પ્લે વિથ ફૂલ રાઈડર ઈન્ફો, ફ્રન્ટ અપસાઈડ ડાઉન સસ્પેન્શનની સાથે રિયરમાં અડજસ્ટેબલ મોનોશોક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જો આ ઈ-બાઈકની ટોપ સ્પીડ વિશે વાત કરવામાં આવે તો તે 130Kmphની સ્પીડ આપવામાં સક્ષમ છે. તેની સાથે જ તમને ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ મળે છે. તમે ફક્ત 2 કલાકમાં જ આ બાઈકને ફૂલ ચાર્જ કરી શકો છો.
કેટલી રેન્જ મળશે?
અલ્ટ્રાવાયોલેટ એફ77 લિમિટેડ એડિશનમાં 10.3kWh બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક મોટર 40.5bhp પાવર અને 100nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બેટરી ફુલ ચાર્જમાં 307 કિમીની રેન્જ આપી શકે છે. તેમાં ગ્લાઈડ, કોમ્બેટ અને બેલિસ્ટિક જેવા ત્રણ રાઇડિંગ મોડ્સ છે. આ બાઇકની ટોપ સ્પીડ 152 કિમી પ્રતિ કલાકની છે. આ બાઇક 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.
ઓરિજિનલ મોડેલ કેવું છે?
F77માં રેકોનની ઇલેક્ટ્રિક મોટર 38.8bhp પાવર અને 95nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 3.1 સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકની ઝડપે અને 8 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. તેની ટોપ સ્પીડ 147 કિમી પ્રતિ કલાકની છે. F77 ઓરિજિનલ 7.1kWh બેટરી પેકથી સજ્જ છે. આ બેટરી પેક સાથે આ બાઇક 206 કિમીની રેન્જ અને 140 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપવામાં સક્ષમ છે.
કંપની F99 મોડેલ પર કામ કરી રહી છે
બેંગ્લોર આધારિત આ કંપની અલ્ટાવાયલેટ F77 પછી હવે તે F99 મોડેલ પર કામ કરી રહી છે. કંપની જલ્દી જ તેની બુકિંગ પણ શરુ કરવાની છે. કંપની આખા દેશમાં પોતાના ડીલર નેટવર્કને પણ તૈયાર કરી રહી છે, જે પછી તેની ખરીદી અને સર્વિસને લઈને પણ કોઈ ફરિયાદ રહેશે નહી.
KTM RC 390 સાથે ટકરાશે
આ બાઇક KTM RC 390 સાથે ટકરાશે. જે ₹3,14,072ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. આ બાઇક 2 વેરિએન્ટ અને 3 કલરમાં ઉપલબ્ધ છે. આ બાઈકમાં 373.27cc BS-6 એન્જિન આપવામાં આવ્યું છે જે 42.9bhp પાવર અને 37nm ટોર્ક જનરેટ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.