તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિન્દ્રા તેની ઓફ રોડર SUV થારનું ન્યૂ જનરેશન મોડેલ લાવી રહી છે. 2020 Mahindra Thar ઓગસ્ટમાં લોન્ચ થાય એવી શક્યતા છે. ન્યૂ જનરેશન મહિન્દ્રા થાર ફરી એકવાર ટેસ્ટિંગ કરમિયાન સ્પોટ થઈ છે. લીક તસવીરમાં SUV ઉપર સફેદ પ્લાસ્ટિક જેવું કવર લગાવવામાં આવ્યું છે, જે સામાન્ય રીતે ડીલર યાર્ડ્સમાં મોકલવામાં આવે એ પહેલાં વ્હીકલ પર લગાવવામાં આવે છે.
સ્ટાઇલિંગ નવું હશે
નવી મહિન્દ્રા થાર છેલ્લા થોડા સમયમાં ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ ચૂકી છે. ઘણા ટેસ્ટિંગ મોડેલ્સ પર અલગ-અલગ પ્રકારનું ક્લેન્ડિંગ જોવા મળ્યું છે. નવી થારની ફાઇનલ ડિઝાઇન હજી સ્પષ્ટ નથી થઈ. પરંતુ તેની ઓવરોલ પ્રોફાઇલ કરન્ટ મોડેલ જેવી જ રહેવાની ધારણા છે. જો કે, ન્યૂ જનરેશન મોડેલની સ્ટાઇલિંગ કરન્ટ મોડેલ કરતાં અલગ હશે. નવી થાર SUV નવા ચેસિસ અને નવી બોડી પેનલ સાથે આવશે.
એન્જિન ડિટેલ્સ
નવી મહિન્દ્રા થારમાં BS6 કમ્પ્લાયન્ટ 2.2 લિટરનું ડીઝલ એન્જિન મળશે, જે 140hp પાવર જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. આ સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઓપ્શન મળશે. પરંતુ થારમાં તેને થોડા સમય પછી આપવામાં આવશે. આ ઉપરાંત, આ SUVમાં નવા 2.0 ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો પણ ઓપ્શન મળશે.
ફીચર્સ
લીક તસવીરમાં નવી થાર 18 ઇંચના બ્લેક એલોય વ્હીલ્સ સાથે આવશે. આ SUVમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ પણ મળવાની શક્યતા છે. નવી થારની કેબિનમાં ફીચર્સનું લાંબું લિસ્ટ હશે. તેમાં નવી ડિઝાઇનના ડેશબોર્ડ સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં મલ્ટિ-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, મેન્યુઅલ એસી, પાવર ફોલ્ડિંગ વિંગ મિરર્સ અને મલ્ટિપલ USB પોર્ટ જેવાં ફીચર્સ મળશે.
સેફ્ટી
આ કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ અને ABS સ્ટાન્ડર્ડ મળશે. ટોપ વેરિઅન્ટ્સમાં રિઅર પાર્કિંગ કેમેરા પણ હશે. SUVમાં ફ્રંટ ફેસિંગ સેકંડ રો સીટ્સ મળશે. નવી થાર માર્કેટમાં નવી ફોર્સ ગુરખા અને આવતા વર્ષે ઇન્ડિયન માર્કેટમાં આવનારી સુઝુકી જિમ્નીને ટક્કર આપશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.