• Gujarati News
  • Utility
  • Automobile
  • A New E scooter Bounce Infinity E1 Has Been Launched In The Market To Compete With Ola. Equipped With Battery Swapping Infrastructure, This Scooter Can Be Purchased In Gujarat For Rs 59,999.

ન્યૂ લોન્ચ:માર્કેટમાં ઓલાને ટક્કર આપે એવું નવું ઇ-સ્કૂટર બાઉન્સ ઇન્ફિનિટી E1 લોન્ચ થયું, બેટરી સ્વેપિંગ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચરથી સજ્જ આ સ્કૂટર ગુજરાતમાં 59,999 રૂપિયામાં ખરીદી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે એટલે ખચકાટ અનુભવી રહ્યા હતા કારણ કે સ્કૂટર લીધા બાદ રસ્તામાં અધવચ્ચે બેટરી પૂરી થઈ ગઈ તો તેને ચાર્જ ક્યાં કરવું? પરંતુ હવે આ ચાર્જિંગ સમસ્યાનું સમાધાન લાવવા જઈ રહી છે બાઉન્સ કંપની. બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપની બાઉન્સે તેનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઉન્સ ઈન્ફિનિટી E1 લોન્ચ કર્યું છે. ગ્રાહકો આ સ્કૂટર આજથી એટલે કે 2 ડિસેમ્બરથી માત્ર 499 રૂપિયા આપીને બુક કરાવી શકશે. ગુજરાતમાં તેની કિંમત 59,999 રૂપિયા છે. આ ઇ-સ્કૂટરની ખાસ વાત એ છે કે તમે તેને બેટરી સાથે અને બેટરી વગર ખરીદી શકશો. આ માટે કંપનીએ બેટરી સ્વેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. આની મદદથી યુઝરને બેટરી ખરીદવાની અને ચાર્જ કરવાની જરૂર નહીં પડે. એટલે કે સ્કૂટર બેટરી ચાર્જ કર્યાં વગર ચાલી શકશે.

ઇન્ડિયન માર્કેટમાં બાઉન્સ ઈન્ફિનિટી E1 ઓલા ઇ-સ્કૂટરને કડી ટક્કર આપશે. આ બે ઇલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે શું તફાવત છે? તેઓ એકબીજાને કેવી રીતે ટફ કોમ્પિટીશન આપશે? સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? બાઉન્સ ઇ-સ્કૂટરનાં સ્પેસિફિકેશન્સ શું છે? ચાલો ઇ-સ્કૂટરની કિંમતથી લઇને તેનાં ફીચર્સ વિશે જાણીએ...

બાઉન્સ ઇન્ફિનિટી E1નું બેટરી સ્વેપિંગ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર
કંપની ઇ-સ્કૂટર ખરીદનારા ગ્રાહકોને 2 ઓપ્શન આપી રહી છે. પહેલો બેટરી સાથે ઇ-સ્કૂટર ખરીદો અને બીજો બેટરી વગર ખરીદો. જો ગ્રાહકો બેટરી વગરનું સ્કૂટર ખરીદશે તો તેની કિંમત ઘટી જશે. ગ્રાહક સ્કૂટર ચલાવવા માટે કંપનીના બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદ લઈ શકશે. સ્કૂટરમાં લિથિયમ આયન રિમૂવેબલ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાઉન્સે ઘણી જુદી જુદી કંપનીઓ સાથે મળીને આ બેટરી સ્વેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. ગ્રાહકે આ બેટરી અહીંથી લેવી પડશે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થવાનું શરૂ થાય ત્યારે ફરી કોઈ નજીકના બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જાઓ અને બેટરી બદલો. એટલે કે ગ્રાહક માટે બેટરી ચાર્જ કરવાનું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. કંપનીનું કહેવું છે કે બેટરી સ્વેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક એક કિલોમીટરના એરિયામાં હશે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 85 કિમી સુધી દોડી શકશે અને ટોપ સ્પીડ 65 kmph હશે.

બેટરી સ્વેપિંગ ઇઝી રહેશે
બાઉન્સના બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો એ તમામ ગ્રાહકોને મળશે જે સ્કૂટર ચાર્જ કરવાનું ભૂલી જાય છે. આ કારણોસર કંપનીએ તેનાં ઇ-સ્કૂટરમાં આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. સ્કૂટરમાં આ પ્રકારની બેટરી લગાવવામાં આવે છે, જેને સરળતાથી કાઢી શકાય છે અને લગાવી શકાય છે. આટલું જ નહીં, બેટરી કાઢીને ઘરની અંદર અથવા કોઇપણ જગ્યાએ ચાર્જરની મદદથી ચાર્જ કરી શકશે.

4400 સ્વેપિંગ સ્ટેશન બનશે

સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ કંપની બાઉન્સે તેનું બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે રિડઆસિસ્ટ, હેલોવર્લ્ડ, કિચન@ અને ગુડબોક્સ સાથે પાર્ટનરશીપ કરી છે. આ તમામને ભેગા કરીએ તો 10 શહેરોના 900 લોકેશન પર બેટરી સ્વેપિંગ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર બનાવશે. આ ઉપરાંત, તેણે પાર્ક+ કંપની સાથે પણ પાર્ટનરશીપ કરી છે. આ બંને દેશના 10 શહેરોમાં 3,500 ઇવી બેટરી સ્વેપિંગ સ્ટેશન તૈયાર કરશે. ગ્રાહક માટે બેટરી સ્વેપિંગ સરળ બનાવવા માટે એપ બનાવવામાં આવશે. તેમાં નજીકના સ્વેપિંગ સ્ટેશન સાથે પાર્કિંગ શોધવાની પણ સુવિધા આપવામાં આવશે. આ ઇ-સ્કૂટરનું પ્રોડક્શન ભિવાડી (રાજસ્થાન)માં કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટમાં દર વર્ષે 1.80 લાખ સ્કૂટર બનાવવામાં આવશે.

તેની બુકિંગ પ્રોસેસ પણ ઇઝી છે. અત્યારે ગ્રાહક આ સ્કૂટરનું ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે. આ માટે ગ્રાહકે કંપનીની વેબસાઇટ bounceinfinity.com પર જવાનું રહેશે. અહીં તેમણે PRE બુકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. હવે એક નવું પેજ ખૂલશે, જ્યાં નામ, ઈમેલ, ફોન અને પિનકોડની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ 499 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ ડિટેલ્સ ગ્રાહકોને SMS અને મેઈલ કરવામાં આવશે. કંપની તમને SMS અને મેઇલ પર ડિલિવરીની વિગતો પણ આપશે. ગ્રાહકો infinity-support@bounceshare.com પર મેઇલ કરી શકે છે અથવા 9513744949 પર કોલ પણ કરી શકે છે.

ઇન્ડિયન માર્કેટમાં બાઉન્સ ઇન્ફિનિટી E1ની ઓલા S1 સાથે ટક્કર

અન્ય સમાચારો પણ છે...