બેંટલી બેંટાયગા અજૂર એક્સટેન્ડેટ વ્હિલબેસ (EWB) ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા કંપનીએ આ SUV સેગમેન્ટની કારને Azure ટ્રિમમાં રજૂ કરવામાં આવી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 6 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તમે બેન્ટલી ડીલરશીપ દ્વારા કાર માટે બુકિંગ કરાવી શકો છો.
આ કારની ખાસ વાત એ છે કે, કારમાં રિયર વ્હીલ સ્ટીયરિંગ છે. આ ફિચરથી કારના ટર્નિંગ રેડીયસને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને તે માત્ર 11.8 મીટરમાં યુ ટર્ન લઈ શકે છે. તો કંપનીએ અલ્ટ્રા-લક્ઝરી કારના વ્હીલબેઝમાં 180 mmનો વધારો કર્યો છે. સ્ટાન્ડર્ડ Bentaygaનું વ્હીલબેઝ 2,995 mm છે, જ્યારે નવી લોન્ચ કરવામાં આવેલી EWB ને 3,175 mm નો વ્હીલબેઝ મળે છે. કારના પાછળના દરવાજાની લંબાઈ પણ વધારવામાં આવી છે, જેના કારણે કારમાં કેબિનની જગ્યા પણ સારી છે.
આવો જાણીએ કારના ફીચર્સ અને સ્પેસિફિકેશન...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.