નોટઆઉટ સેન્ચ્યુરી ફટકાર્યા પછી પણ પેટ્રોલના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ હવે લિટર દીઠ 110 રૂપિયાને વટાવી ગયા છે. પેટ્રોલના વધતા ભાવને કારણે લોકોનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ 35થી 40 કિમીની મુસાફરી કરતા હો તો તમારા માટે નાહક મોટર્સની ઇલેક્ટ્રિક સાઇકલ બેસ્ટ ઓપ્શન બની શકે છે. કંપનીએ બે ઇ-સાઇકલ જિપ્પી અને ગરુણા લોન્ચ કરી છે.
1 કિમીનો ખર્ચ માત્ર 10 પૈસા આવશે
નાહક મોટર્સની જિપ્પી અને ગરુણા બંને ઇલેક્ટ્રિક સાઇકલ એકજેવી જ રેન્જ સાથે આવે છે. બંને સાઇકલમાં 36Cની સ્વેપેબલ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તે 3થી 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. ખાસ વાત એ છે કે તેને ઘરના સામાન્ય સોકેટથી ચાર્જ કરી શકાય છે. તેનો એક યૂનિટમાં જ ફુલ ચાર્જ થઈ જશે. સિંગલ ચાર્જમાં તેની રેન્જ આશરે 40 કિમીની હશે. એટલે કે 1 કિમીની કિંમત માત્ર 10 પૈસા થશે.
ડાઉન પેમેન્ટ તરીકે આપો 2,999 રૂપિયા
કંપનીએ બંને ઇ-સાઇકલનું પ્રિ બુકિંગ શરૂ કરી દીધું છે. 2,999 રૂપિયા આપીને આ સાઇકલ બુક કરાવી શકાય છે. ગરુણાની કિંમત 31,999 રૂપિયા છે અને જિપ્પીની કિંમત 33,499 રૂપિયા છે. સાઇકલની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે. જો તેને થોડું પેડલથી ચલાવવામાં આવે તો પછી તેની રેન્જ 50 કિલોમીટરથી પણ વધુ થઈ જાય છે. તેમાં 5 લેવલ પેડલ આસિસ્ટ અને 7 સ્પીડ ગિયર સેટ આપવામાં આવ્યું છે. સાઇકલની લોડ કરવાની ક્ષમતા 120 કિલો છે. જો તમે તેને પેડલથી ચલાવશો તો તમારું વજન ઘટશે અને સ્ટેમિના પણ વધશે. આ ઉપરાંત, તમારી ફિટનેસમાં પણ સુધારો થશે.
સ્પેસિફિકેશન્સ
ગરુણા અને જિપ્પીનાં સ્પેસિફિકેશન્સ એકજેવાં જ છે. બંને સાઇકલ વચ્ચેનો માત્ર તફાવત એ તેની ડિઝાઇન છે. ગરુણાને છોકરા અને જિપ્પીને છોકરીઓ માટે બનાવવામાં આવી છે. બાઇકમાં 250 વોટની હબ મોટર આપવામાં આવી છે. તે ડિસ્ક બ્રેકથી સજ્જ છે. તેમાં LED ડિસ્પ્લે સ્ક્રીન પણ આપવામાં આવી છે. બેટરીને સાઇકલમાં અલગથી અટેચ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે બેટરી કાઢીને અંદર લઈ શકો છો અને ચાર્જ કરી શકો છો. તેમાં પેડલ સેન્સર જેવી ટેક્નોલોજી મળશે. સાઇકલની આગળના ભાગમાં હેડલાઇટ અને ઇન્ટિગ્રેટેડ હોર્ન પણ આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.