મારુતિ સુઝુકી બ્રેઝા SUVને વર્ષ 2016માં લોન્ચ કર્યા પછી પહેલીવાર આ કારમાં બે ફ્યુલ ઓપ્શન મળશે. આ SUVને શરુઆતમાં ફક્ત ડિઝલ વેરિઅન્ટમાં જ લોન્ચ કરવામાં આવી હતી અને પછી વર્ષ 2020માં તેને બંધ કરીને પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરી હતી. હવે, મારુતિ સુઝુકી તેને ફેક્ટરી-ફિટેડ CNG કિટ સાથે લોન્ચ કરશે. તે દેશની પહેલી એવી SUV હશે કે, જે ફેક્ટરી-ફિટેડ CNG કિટની સાથે આવશે.
બ્રેઝામાં અર્ટિગા CNGનું એન્જિન મળશે
મારુતિએ હજુ અધિકારીક રીતે બ્રેઝાનાં CNG મોડલ અંગે જાહેરાત કરી નથી પણ ઈન્ટરનેટ પર લીક થયેલ વાતો પરથી એવું જાણવા મળ્યું છે કે, બ્રેઝા CNG તે જ 1.50 લિટરનાં 15C ડ્યુઅલજેટ એન્જિનની સાથે આવશે, જે અર્ટિગા CNGમાં પણ મળે છે. તેનો અર્થ એ છે કે, બ્રેઝા પેટ્રોલમાં 100bhpની તુલનામાં ફક્ત 87hpનો પાવર આપશે.
8.74 લાખ-13.05 લાખ કિંમત હોઈ શકે
બ્રેઝા પેટ્રોલ મેન્યુ્અલની દિલ્હીમાં એક્સ શો-રુમ કિંમત 7.99 લાખથી શરુ થાય છે અને 12.30 લાખનું મોંઘામાં મોંઘુ વેરિઅન્ટ મળે છે. CNG-ઓપરેટેડ વેરિઅન્ટની કિંમત અંદાજે 75,000 વધુ હોવાની સંભાવના છે એટલે કે બ્રેઝા CNG MTની કિંમત 8.74 લાખ-13.05 લાખની વચ્ચે હોઈ શકે.
હાઈ-ટેક ફીચર્સ
મારુતિ બ્રેઝામાં અનેક હાઈ-ટેક ફીચર્સ મળે છે. તેમાં એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લેની સાથે 9 ઈંચની મોટી સ્માર્ટફોન પ્રો + ટચસ્ક્રિન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને એપ સપોર્ટનાં માધ્યમથી 40થી વધુ કનેક્ટેડ ફંકશન આપવામાં આવ્યા છે. બીજા અમુક હાઈ-ટેક ફીચર્સમાં એક ઈલેક્ટ્રિક સનરુફ, એક હેડ-અપ ડિસ્પ્લે, 6 એરબેગ, 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા સહિત બીજુ ઘણું બધુ છે.
એક્સટીરિયર ડિઝાઈન
આ SUVમાં નવી ડિઝાઇનવાળી ગ્રિલ, ટ્વીન સી આકારની LED DRL આપવામાં આવી છે. નવા ઓલ-LED હેડલેમ્પ્સ, સ્કિડ પ્લેટ્સ સાથે અપડેટેડ ફ્રન્ટ અને રિયર બમ્પર, નવા ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને LED ટેલલેમ્પ્સ પણ છે. કંપનીએ આ SUVને 9 કલર સ્કીમમાં રજૂ કરી છે. તે જ સમયે તેમાં અપડેટેડ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે Xl6 અને અર્ટિગામાં પણ છે. આ મોટર 101bhp પાવર અને 136.8nm પીક ટોર્ક જનરેટ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.