ઓલા ઈલેક્ટ્રિક દિવાળીથી પહેલા આજે એટલે કે 22 ઓક્ટોબરના રોજ S1નું અપડેટ મોડેલ S1 એર લોન્ચ કર્યું. S1ના આ નવા મોડેલની કિંમત 84,999 રુપિયા રાખવામાં આવી છે. જો કે, 24 ઓક્ટોબર સુધીમાં બુક કરનારા લોકોએ તેના માટે 79,999 રુપિયા ચૂકવવા પડશે. આ નવું મોડેલ અનેકગણી આવડતો સાથે બજારમાં ઉતારવામાં આવ્યું છે. તમે તેને ₹999માં બુક કરી શકશો. તેની ડિલિવરી આવતાં વર્ષે એપ્રિલથી શરુ થશે.
ઓલાના CEO ભાવિશ અગ્રવાલે ઓલાના ઈવેન્ટમાં જણાવ્યું કે, ફાસ્ટ ચાર્જરથી સ્કૂટર 15 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જશે. આ સિવાય આ નવા મોડેલમાં લોકિંગ અને અનલોકિંગના એડવાન્સ ફીચર્સ મળશે. આ સિવાય ઓલાનું આ નવું સ્કૂટર ઓપરેટિંગ સિસ્ટમ 3 (os3)ની સાથે આવશે. અત્યારે ઓલાના સ્કૂટર ઓપરેટિંગ સિસ્ટમ-2ની સાથે આવશે.
આમાં મળશે 101 કિલોમીટરની રેન્જ
કંપનીએ જણાવ્યું કે, આ S1 એરને ફૂલ ચાર્જ કરવા પર તમને 101 કિમીની રેન્જ મળશે. બીજી તરફ આ સ્કૂટરની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તે 0 થી 40 કિલોમીટરની સ્પીડ 4.3 સેકન્ડમાં પકડી લેશે.
તમે પાસે પહોંચશો એટલે લોક ખુલી જશે
ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે, રાઈડર ગાડી પાસે જશે કે તરત જ ગાડી ઓટોમેટિક અનલોક થઈ જશે અને રાઈડર ગાડી પાસેથી દૂર જશે કે તુરંત જ ગાડી લોક થઈ જશે. આ ઉપરાંત તેની મ્યૂઝિક સિસ્ટમને પણ અપગ્રેડ કરવામાં આવી છે. તે S1વાળા 5 રંગોમાં મળી રહેશે.
અત્યારે કંપનીના 2 ઈલેક્ટ્રિક સ્કૂટર
અત્યારે કંપનીના S1 અને S1 પ્રો મોડેલના બે સ્કૂટર બજારમાં છે. S1ની કિંમત 99,999 રુપિયા અને S1 પ્રોની કિંમત 1.40 લાખ રુપિયા (એક્સ શો-રુમ) છે. હવે S1 જ ઓલાનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર છે.
2024માં ઓલા લોન્ચ કરશે કાર
ઓલા ઈલેક્ટ્રિકે સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લાવવાની જાહેરાત કરી હતી. કંપનીના માલિક CEO ભાવિશ અગ્રવાલે ઓલાની પહેલી ઈલેક્ટ્રિક કારની ઝલક દેખાડી. તેઓએ જણાવ્યું કે, કારની રેન્જ 500 કિમી હશે. આ સાથે જ 4 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર પકડી લેશે. આ ફ્યૂચરિસ્ટિક કાર 2024 સુધી લોન્ચ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.