તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • 700 Units Of Tesla Electric Vehicles Recalled, Defects In Seat Belts And Tires Of Tesla Model 3 Cars Found In US And China

રિકોલ:ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓના 700 યૂનિટ રિકોલ કરાયાં, અમેરિકા અને ચીનમાં ટેસ્લા મોડેલ-3 કારના સીટ બેલ્ડ અને ટાયરમાં ખામી જોવા મળી

8 દિવસ પહેલા

ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ મોડેલ 3 ઇલેક્ટ્રિક કારના 700 યૂનિટને પાછા બોલાવવાની જાહેરાત કરી છે. આ ગાડીઓમાં સીટ બેલ્ટ અને ટાયરની સમસ્યા જોવા મળી છે. કંપની છેલ્લાં કેટલાક મહિનામાં આ મોડેલ ચીન અને અમેરિકાને સપ્લાય કરી ચૂકી છે. આ સમસ્યાને ઠીક કરવા માટે ઇલેક્ટ્રિક ગાડીઓના 5 હજાર યૂનિટ પાછા બોલાવાયા છે. તેમાં મોડેલ-3ના યૂનિટ સામેલ છે, જે વર્ષ 2018થી 2020ની વચ્ચે બનાવવામાં આવ્યા હતા. જ્યારે મોડેલ Yમાં 2019 અને 2021માં બનેલા યૂનિટ્સ સામેલ છે.

ટેસ્લાની મોડેલ-3 કાર ડિસેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે
ટેસ્લા લક્ઝરી ઇલેક્ટ્રિક કાર બનાવે છે. અમેરિકામાં તેની ભારે માગ છે કારણ કે, હવે આવનારો સમય ફક્ત ઇલેક્ટ્રિક કારનો છે. ભારતમાં પણ તેની માગ વધશે. ટેસ્લા કાર ભારતમાં ક્યારે આવશે તે અંગે કંપની તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ 'કાર દેખો'ના જણાવ્યા અનુસાર, ટેસ્લાની મોડેલ-3 કાર ડિસેમ્બર 2021 સુધીમાં ભારત આવી જશે. કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં બેંગલુરુમાં તેની ઓફિસ શરૂ કરી છે. પરંતુ હવે એ જોવું રહ્યું કે આ ખામીને કારણે ભારતમાં તેનાં લોન્ચિંગ પર શું અસર થશે.

મોડેલ-3ની કિંમત અંદાજિત 60 લાખ રૂપિયા
ટેસ્લાની મોડેલ-3 કાર અમેરિકામાં 14 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યાં તેની કિંમત 54,990 ડોલર એટલે કે લગભગ 40 લાખ રૂપિયા છે. પરંતુ ભારતમાં તેની કિંમત વધારે હોઈ શકે છે. હજી સુધી કંપનીએ આ કિંમત વિશે કંઇ કહ્યું નથી. પરંતુ ઓટો વેબસાઇટ કાર દેખોના જણાવ્યા મુજબ, ભારતમાં મોડેલ-3ની કિંમત આશરે 60 લાખ રૂપિયા હોઈ શકે છે. મોડેલ-3 સિવાય કંપની મોડેલ-S અને મોડેલ-X પણ લોન્ચ કરી શકે છે. મોડેલ-Sની કિંમત 1.5 કરોડ સુધી અને મોડેલ-Xની કિંમત 2 કરોડ રૂપિયા સુધીની રાખવામાં આવી શકે છે.

ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ ભારતમાં પણ બનાવવામાં આવી શકે છે
કંપનીએ બેંગલુરુમાં જે યૂનિટ ખોલ્યું ત્યાંથી ટેસ્લાની ગાડીઓનું વેચાણ કરવામાં આવશે. એટલે કે અમેરિકાથી તેને ઇમ્પોર્ટ કરવામાં આવશે અને અહીં વેચવામાં આવશે. CNBCના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરવા માટે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુની સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું યોગ્ય રીતે ગોઠવાઈ જશે તો ટેસ્લા પછી ભારતમાં પણ મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરી દેશે અને પછી ટેસ્લાની ગાડીઓ અહીં જ બનશે અથવા એસેમ્બલ થશે.