તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીક:7 સીટર હ્યુન્ડાઇ ક્રેટા ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, કિંમત ₹11 લાખથી ₹12 લાખ વચ્ચે રહેવાની શક્યતા

ઓટોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃહ્યુન્ડાઇ તાજેતરમાં જ ક્રેટા લોન્ચ કરી છે. આ સાથે જ હવે સમાચાર મળી રહ્યા છે કે કંપની ટૂંક સમયમાં જ હ્યુન્ડાઇ ક્રેટાનું 7 સીટર વર્ઝન લાવવા જઈ રહી છે. હવે પહેલીવાર 7 સીટર ક્રેટાની તસવીરો સામે આવી છે. કંપનીએ આ SUVનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે, જ્યાંથી આ કારની તસવીરો લીક થઈ છે.
હ્યુન્ડાઇ ક્રેટાનું 7 સીટર વર્ઝન તેનાં 5 સીટર વર્ઝનથી લાંબું હશે. ત્રીજી રોની સીટ માટે રિઅર ઓવરહેન્ગ 5 સીટર મોડેલથી ઘણું લાંબું છે. તેમાં ક્રોમ ઇન્સર્ટ્સ સાથે અલગ ડિઝાઇનની ગ્રિલ આપવામાં આવી છે, જ્યારે LED હેડલાઇટ નવી ક્રેટા જેવી જ છે. ફોગ લેમ્પને ફ્રંટ બંપર પર નીચેની તરફ લગાવવામાંઆવ્યું છે. આ 7 સીટર SUVમાં ફ્રંટ પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

સાઇડ લુક
આ કારમાં સાઇડ લુક તરીકે તેમાં બ્લેક A-પિલર્સ અને રૂફ સાથે સિલ્વર ઇન્સર્ટ આપવામાં આવ્યું છે. SUVમાં સિલ્વર આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર્સ અને 5 સીટર વેરિઅન્ટથી અલગ ડોર સિલ્સ છે. તેમાં સિલ્વર એલોય વ્હીલ્સ, રૂફ રેલ્સ અને શાર્ક ફિન એન્ટિના પણ આપવામાં આવ્યું છે.

એન્જિન
હ્યુન્ડાઇ ક્રેટાના 5 સીટર વેરિઅન્ટમાં 1.5 લિટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, SUVમાં 1.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિનનો પણ ઓપ્શન છે. આ કારમાં 6 સ્પીડમેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક, CVT અને 7 સ્પીડ DCT ગિયરબોક્સના ઓપ્શન મળે છે.

લોન્ચિંગ અને કિંમત
7 સીટર હ્યુન્ડાઇ ક્રેટા વર્ષ 2021માં લોન્ચ થવાની શક્યતા છે. આ કારની પ્રારંભિંક કિંમત 11 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા વચ્ચે રહેવાની શક્યતા છે.