તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેટિંગ પિરિઅડ:મહિન્દ્રા થાર, હ્યુન્ડાઇ ક્રેટા અને નિસાન મેગ્નાઇટ સહિત 7 ગાડીઓ પર 9 મહિના સુધીનો વેટિંગ પિરિઅડ ચાલી રહ્યો છે, લિસ્ટ ચેક કરી લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ગત વર્ષે વિવિધ સેગમેન્ટ અને બોડી સ્ટાઈલની સાથે ઘણી નવી ગાડીઓ લોન્ચ થઈ છે. તેમાંથી ઘણી પોપ્યુલર પણ રહી છે. ભારે માગને કારણે નિર્માતાઓ તેની માગ પૂરી નથી કરી રહ્યા. આવી સ્થિતિમાં ખરીદદારોએ તેમની નવી કારને ઘરે લાવવા માટે લાંબી રાહ જોવી પડશે. અમે એવી 7 કારનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેના પર સૌથી વધારે વેટિંગ પિરિઅડ ચાલી રહ્યો છે. નીચે જુઓ લિસ્ટ...

1. મહિન્દ્રા થાર
વેટિંગ પિરિઅડ- 9 મહિના સુધી

નેક્સ્ટ જનરેશન થારને ગત વર્ષે ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. થારે અત્યાર સુધી તેની સક્સેસફૂલ જર્ની ચાલુ રાખી છે. વર્તમાનમાં SUV પર લગભગ 9 મહિનાનો વેટિંગ પિરિઅડ આપવામાં આવી રહ્યો છે. જૂની થારની સરખામણીએ નેક્સ્ટ જનરેશન થારમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તે ન માત્ર સારી ઓફરોડર પરંતુ સારું શહેરી વાહણ પણ છે. આ જ કારણે તેની માગમાં વધારો જોવા મળી રહ્યો છે.

2. નિસાન મેગ્નાઈટ
વેટિંગ પિરિઅડ- 8 મહિના સુધી

નિસાન મેગ્નાઈટ, સબ-4 મીટર SUV સેગમેન્ટમાં સામેલ થનારી લેટેસ્ટ કાર છે. તેની સાથે જ મેગ્નાઈટ અત્યાર સુધીની સૌથી સસ્તી SUV પણ છે. ઓછી કિંમત ઉપરાંત સ્ટાઈલિશ લુક અને લાંબા ફિચર લિસ્ટે પણ મેગ્નાઈટનું સ્ટારડમ વધારમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વર્તમાનમાં SUV પર 8 મહિના સુધીનો વેટિંગ પિરિઅડ છે.

3. હ્યુન્ડાઈ ક્રેટા
વેટિંગ પિરિઅડ- 7 મહિના સુધી

હ્યુન્ડાઈ ક્રેટા વર્તમાનમાં ભારતીય માર્કેટમાં સૌથી વધુ વેચાયેલી SUV છે. મિડ સાઈડ SUV જાન્યુઆરી 2021માં સૌથી વધુ વેચાયેલી હ્યુન્ડાઈ કાર પણ હતી. સેગમેન્ટમાં ઘણા વિકલ્પ હોવા છતાં કારની માગમાં કોઈ ઘટાડો નથી થયો. વર્તમાનમાં હ્યુન્ડાઈ ક્રેટા પર 7 મહિના સુધીનો વેટિંગ પિરિઅડ મળી રહ્યો છે.

4. મારુતિ સુઝુકી અર્ટિગા
વેટિંગ પિરિઅડ - 6થી 8 મહિના સુધી

ફેબ્રુઆરી 2021માં લગભગ 6થી 8 મહિનાના વેટિંગ પિરિઅડ પછી મારુતિ સુઝુકી અર્ટિગા લિસ્ટમાં એકમાત્ર MPV છે. આ કારમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 105PS પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. હાલમાં તેની કિંમત 7.69થી 10.47 લાખ (એક્સ શોરૂમ) ની વચ્ચે છે.

5. કિઆ સોનેટ
વેટિંગ પિરિઅડ - 5 મહિના સુધી

કિઆ સોનેટ લોન્ચ થયા પછી ઇન્ડિયન માર્કેટમાં સૌથી વધુ વેચાનારી સબ-4 મીટર SUV બની ગઈ હતી. જો કે, હવે આ ટેગ રિમૂવ થઈ ગયો છે. તેમ છતાં આ કારની લોકપ્રિયતા ઓછી નથી થઈ રહી. SUV પર અત્યારે 5 મહિના સુધીનો વેટિંગ પિરિઅડ ચાલી રહ્યો છે.

6. ટોયોટા ફોર્ચ્યૂનર
વેટિંગ પિરિઅડ - 4 મહિના સુધી

ટોયોટાએ તાજેતરમાં ઇન્ડિયાન માર્કેટમાં ફોર્ચ્યૂનરનું ફેસલિફ્ટ લોન્ચ કર્યું છે. આ અપડેટથી કારને સેગમેન્ટમાં તેનું વર્ચસ્વ વધારવામાં મદદ મળી છે. એવું કહેવામાં આવે છે કે ફોર્ચ્યૂનર ફેસલિફ્ટને માર્કેટમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફુલ સાઇઝ SUV પર લગભગ 4 મહિનાનો વેટિંગ પિરિઅડ ચાલી રહ્યો છે.

7. હ્યુન્ડાઇ i20
વેટિંગ પિરિઅડ - લગભગ 1 મહિનો

હ્યુન્ડાઇએ ગત વર્ષે નવેમ્બરમાં ઇન્ડિયાન માર્કેટમાં i20નું નેક્સ્ટ જનરેશન વર્ઝન લોન્ચ કર્યું હતું. કારે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં નવો બેંચમાર્ક સેટ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી i20ને વેચાણની બાબતમાં અગાઉના મોડેલ જેવો જ રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપની તેના પર લગભગ 1 મહિનાનો વેટિંગ પિરિઅડ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો