2022 હ્યુન્ડાઈ વેન્યુ લોન્ચ:સુરક્ષા માટે 6 એરબેગ્સ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, કિંમત 7.53 લાખ રૂપિયાથી શરૂ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી હ્યુન્ડાઈ વેન્યૂ 2022 ફેસલિફ્ટ આજ રોજ લોન્ચ કરવામાં આવી છે. હ્યુન્ડાઈ વેન્યૂને સૌથી પહેલાં વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં વેન્યુનું આ પહેલું અપડેટ છે. તેની ડિઝાઇન અને સ્ટાઇલમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેને અપડેટેડ ફીચરથી વધુ સ્માર્ટ બનાવવામાં આવી છે. તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. વેન્યૂ 2022 ફેસલિફ્ટ 6 એરબેગ્સથી સજજ છે એટલે કંપનીએ આ વખતે કારની સુરક્ષામાં પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ વેન્યૂની અત્યાર સુધીમાં 3 લાખ કારનું વેચાણ થયું છે અને હ્યુન્ડાઇની SUV સેલ્સમાં વેન્યૂનો હિસ્સો 42 ટકા રહ્યો છે.

ન્યુ વેન્યુની કિંમત
હ્યુન્ડાઇ વેન્યૂને કંપનીએ 7.53 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ઓફર કરી છે. આ કિંમત તેના 1.2 લીટર પેટ્રોલ વર્ઝનની કિંમત હશે. તેના 1.0 લિટર TURBO GDI પેટ્રોલ એન્જિન મોડેલની કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થશે અને 1.5 CRDI ડીઝલ એન્જિન વેરિઅન્ટની કિંમત પણ 9.99 લાખ રૂપિયાથી શરૂ થશે. આ એક્સ-શોરૂમ કિંમતો દરેક રાજ્યમાં સમાન હશે. તેનું બુકિંગ 21,000 રૂપિયાથી શરૂ થઈ ચૂક્યું છે.

ન્યુ વેન્યુ 7 કલર ઓપ્શન સાથે લોન્ચ થઈ. તેમાં ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ફેરી રેડ, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે, પોલર વ્હાઇટ અને ફેરી રેડ રૂફ ડ્યુઅલ ટોન કલર્સનો સમાવેશ થાય છે.
ન્યુ વેન્યુ 7 કલર ઓપ્શન સાથે લોન્ચ થઈ. તેમાં ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ફેરી રેડ, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે, પોલર વ્હાઇટ અને ફેરી રેડ રૂફ ડ્યુઅલ ટોન કલર્સનો સમાવેશ થાય છે.

એલેક્સા અને વોઈસ આસિસ્ટન્ટની મદદથી તમે કારનું સ્ટેટસ જાણી શકશો
હ્યુન્ડાઈ વેન્યુના નવા ફિચર્સના કારણે યુઝર્સને સારાં એવાં કનેક્ટિવિટી ફિચર્સ મળશે. ગ્રાહકો એલેક્સા અને વોઇસ આસિસ્ટન્ટની મદદથી ઘરેબેઠાં કારના અનેક ફંક્શન્સ અને સ્ટેટસ પણ જાણી શકશે. આ ફિચરને તમે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જાણશો. હોમ ટુ કાર ફીચરથી ગ્રાહકો અન્ય 7 ફીચર્સને પણ કંટ્રોલ કરી શકે છે. જેમકે....

  • રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ
  • રિમોટ ડોર લોક/ અનલોક
  • રિમોટ વ્હીકલ્સ સ્ટેટસ ચેક
  • ફાઈન્ડ માય કાર
  • ટાયર પ્રેસર ઈન્ફોર્મેશન
  • ફ્યુલ લેવલ ઈન્ફોર્મેશન
  • સ્પીડ એલર્ટ
તમને સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ મળશે.
તમને સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ મળશે.

વેન્યુ ફેસલિફ્ટના સ્પેસિફિકેશન્સ
વેન્યુ ફેસલિફ્ટમાં ઇલેક્ટ્રિકી એડજસ્ટેબલ સીટ્સ, બ્લેક અને બેજ ડ્યુઅલ કલર ઇન્ટિરિયર, ફોર-સ્મેક સ્ટીઅરિંગ વ્હીલ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન, ઇલેક્ટ્રિક સનરૂફ, ઑટોમેટિક કેમેરા કન્ટ્રોલ, કૂલ ગ્લવ બોક્સ અને એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથેની મોટી 8 ઇંચની એડવાન્સ્ડ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ છે. HD ડિસ્પ્લે, ઈન-બિલ્ડ નેવિગેશન, સ્માર્ટફોન કનેક્ટિવિટી, એર પ્યુરિફાયર, વાયરલેસ ફોન ચાર્જર્સ, પેડલ શિફ્ટર્સ છે. આ સાથે જ કંપની તેમાં 47 એસેસરીઝ ઓપ્શન આપી રહી છે.

બ્રેઝાને ટક્કર આપશે મારુતિ સુઝુકી
હાલ તો વેન્યૂ ફેસલિફ્ટ નવી-મારુતિ સુઝુકી બ્રેઝા સાથે સ્પર્ધા કરશે, તેનું વેચાણ 30 જૂનથી શરૂ થશે. આ ઉપરાંત તેને કિયા સોનેટની સાથે સાથે ટાટા નેક્સન, રેનો કિગર તરફથી પણ સ્પર્ધા મળશે. તેમાં મહિન્દ્રા XUV 300, ટોયોટા અર્બન ક્રૂઝર અને નિસાન મેગ્નાઇટ પણ સામેલ છે.

3 ડ્રાઇવ મોડ હશે. આમાં સામાન્ય, ઇકો અને સ્પોર્ટ મોડ્સનો સમાવેશ થાય છે.
3 ડ્રાઇવ મોડ હશે. આમાં સામાન્ય, ઇકો અને સ્પોર્ટ મોડ્સનો સમાવેશ થાય છે.