મોટો ફેરફાર:નવાં વર્ષે ફોર્ડ ઇકોસ્પોર્ટના 5 વેરિઅન્ટ ડિસકન્ટિન્યૂ થયાં, SUVની કિંમતમાં 39 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમ્બિઅન્ટ અને ટાઇટેનિયમના મેન્યુઅલ ડીઝલ વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો
  • 2021 લાઇનઅપના ટાઇટેનિયમ ટ્રીમમાં પણ સનરૂફ, આ અગાઉ ફક્ત ટાઇટેનિયમ પ્લસમાં અવેલેબલ હતું

વર્ષ 2012માં લોન્ચ થયેલી ફોર્ડ ઇકોસ્પોર્ટ ભારતમાં પહેલી સબ-4 મીટર એસયુવીમાંની એક છે. જો કે, એસયુવીને હજી સુધી કોઈ જનરેશનલ અપડેટ આપવામાં નથી આવી. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક કોમ્પિટીટર્સ સેગમેન્ટમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. એવામાં વધારે ગ્રાહકોને આકર્ષવા કંપનીએ ઇકોસ્પોર્ટ 2021 લાઇનઅપ અપડેટ કરી દીધી છે. નવી લાઇનઅપ આવ્યા બાદ તેની કિંમત તો ઘટી જ છે પણ સાથે તેનાં ઘણાં બધાં મોડેલ્સ પણ ડિસકન્ટિન્યૂ કરી દેવામાં આવ્યાં છે.

  • હવે ઇકોસ્પોર્ટ 2021 લાઇનઅપની પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 8.19 લાખ રૂપિયા હતી. જો કે, બેઝ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત અગાઉની જેમ જ 8.69 લાખ રૂપિયા છે. નીચે આપેલાં લિસ્ટમાં જુઓ નવાં પ્રાઇસ લિસ્ટ અને વેરિઅન્ટ પ્રમાણે કિંમતમાં કેટલો તફાવત છે.
  • ટેબલ જોઇને અનુમાન લગાવી શકાય છે કે ફોર્ડે SUVની અનેક ટ્રીમ્સ બંધ કરી દીધી છે, જેમાં થંડર એડિશન (પેટ્રોલ અને ડીઝલ બંને), ટાઇટેનિયમ પ્લસ પેટ્રોલ મેન્યુઅલ, ટાઇટેનિયમ ઓટોમેટિક પેટ્રોલ, ટાઇટેનિયમ પ્લસ ડીઝલ મેન્યુઅલ સહિતનો સમાવેશ થાય છે. એકબાજુ જ્યાં કંપનીએ ઘણા બધા વેરિઅન્ટ હંમેશાં માટે બંધ કરી દીધાં છે ત્યાં ટાઇટેનિયમ ટ્રીમમાં હવે સનરૂફ આપવામાં આવ્યું છે, જે અગાઉ ફક્ત ફક્ત ટાઇટેનિયમ પ્લસ ટ્રીમમાં જ ઉપલબ્ધ હતું. એટલે કહી શકાય કે હવે ઇલેક્ટ્રિક સનરૂફ ઇકોસ્પોર્ટની અડધી લાઇનઅપમાં ઉપલબ્ધ છે.
વેરિઅન્ટજાન્યુઆરી 2021 કિંમતજૂની કિંમતતફાવત
એમ્બિઅન્ટ મેન્યુઅલ7.99 લાખ રૂ.8.19 લાખ રૂ.-20 હજાર રૂ.
ટ્રેન્ડ મેન્યુઅલ8.64 લાખ રૂ.8.99 લાખ રૂ.-35 હજાર રૂ.
ટાઇટેનિયમ મેન્યુઅલ9.79 લાખ રૂ.9.78 લાખ રૂ.-1 હજાર રૂ.
ટાઇટેનિયમ ઓટોમેટિકNA10.68 લાખ રૂ..ડિસકન્ટિન્યૂ
ટાઇટેનિયમ પ્લસ મેન્યુઅલNA10.68 લાખ રૂ.ડિસકન્ટિન્યૂ
થંડર મેન્યુઅલNA10.68 લાખ રૂ.ડિસકન્ટિન્યૂ
સ્પોર્ટ્સ મેન્યુઅલ10.99 લાખ રૂ.11.23 લાખ રૂ.-24 હજાર રૂ.
ટાઇટેનિયમ પ્લસ ઓટોમેટિક11.19 લાખ રૂ.11.58 લાખ રૂ.-39 હજાર રૂ.
એમ્બિઅન્ટ મેન્યુઅલ ડીઝલ8.69 લાખ રૂ.8.69 लाख रु.કોઈ ફેરફાર નહીં
ટ્રેન્ડ મેન્યુઅલ ડીઝલ9.14 લાખ રૂ.9.49 લાખ રૂ.-35 હજાર રૂ.
ટાઇટેનિયમ મેન્યુઅલ ડીઝલ9.99 લાખ રૂ.9.99 લાખ રૂ.કોઈ ફેરફાર નહીં
ટાઇટેનિયમ પ્લસ મેન્યુઅલ ડીઝલNA11.18 लाख रु.ડિસકન્ટિન્યૂ
થંડર મેન્યુઅલ ડીઝલNA11.18 लाख रु.डिस्कंटीन्यू
સ્પોર્ટ્સ મેન્યુઅલ ડીઝલ11.49 लाख रु.11.73 लाख रु.-24 हजार रु.

કંપની ટૂંક સમયમાં ટોપ-ઓફ-ધ-લાઇન વેરિઅન્ટ પણ લોન્ચ કરશે
રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ફોર્ડ ટૂંક સમયમાં જ ઇકોસ્પોર્ટનું ટોપ-ઓફ-ધ-લાઇન વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેમાં મોટી ગ્રિલ સાથે સ્પોર્ટી ફ્રંટ બંપર અને રિ-સ્ટાઇલ હેડલેમ્પ્સ જોવા મળશે, જેમાં 360 ડિગ્રી કેમેરા જેવાં કેટલાક નવાં ફીચર્સ પણ આપવામાં આવશે. જો કે, 1.5 લિટર પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. નવી ફોર્ડ ઇકોસ્પોર્ટની ટક્કર માર્કેટમાં પહેલેથી અવેલેબલ નિસાન મેગ્નાઇટ, ટાટા નેક્સન, હ્યુન્ડાઈ વેન્યૂ, કિઆ સોનેટ, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ટોયોટા અર્બન ક્રૂઝર અને મહિન્દ્રા XUV 300 સાથે છે.