• Gujarati News
 • Utility
 • Automobile
 • 5 Powerful Bikes Priced Below Rs 1.5 Lakh, The Cheapest Model In These Bikes Equipped With Advanced Features Costs કિંમત 1.12 Lakh

બાઇંગ ગાઇડ:દોઢ લાખ રૂપિયાથી ઓછી કિંમતની 5 પાવરફુલ બાઇક્સ, એડવાન્સ ફીચર્સથી સજ્જ આ બાઇક્સમાં સૌથી સસ્તાં મોડેલની કિંમત ₹1.12 લાખ

એક વર્ષ પહેલા
 • અપાચે RTR 200 4Vમાં બ્લુટૂથ ઇનેબલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેમાં કોલ કરનારાનું નામ પણ જોવા મળી શકે છે
 • યામાહા R15V 3.0 VVT એટલે કે વેરિએબલ વોલ્વ ટાઇમિંગ ટેક્નોલોજીથી સજ્જ છે, જે મોંઘી બાઇક્સમાં પણ જોવા નથી મળતી

છેલ્લાં 2 વર્ષમાં ભારતમાં ટૂ વ્હીલરનું સ્થાન ઘણું બદલાઈ ગયું છે. સૌ પ્રથમ અનિવાર્ય ABS (એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ) નોર્મ્સની શરૂઆત થઈ, ત્યારબાદ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સની કિંમતોમાં વધારો થયો અને પછી BS6 નોર્મ્સ લાગુ થયા. તેના કારણે માર્કેટમાં આશરે તમામ ઈન્ટર્નલ કંબશન ટૂ વ્હીલરની કિંમત આશરે 15થી 20% વધી ગઈ. કેટલાકની કિંમત આના કરતાં પણ વધી. આ ફેરફારો આવ્યા તેનાં પહેલાં નીચે આપેલી બાઈકની કિંમત સાવ ઓછી હતી. કેટલીક બાઈકની કિંમત તો 1 લાખ રૂપિયા કરતાં પણ ઓછી હતી. હવે ભાવવધારો થતાં જે બાઈકની કિંમત અગાઉ 1 લાખ રૂપિયા કરતાં પણ ઓછી હતી તેની કિંમત હવે 1.50 લાખ રૂપિયા થઈ છે.

1. Hero XPulse 200
કિંમત: 1.12 લાખ રૂપિયા

 • ગત વર્ષે હીરો XPulse 200ને અમે 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતની લિસ્ટમાં સામેલ કરી હતી. BS6 અપડેટ સાથે તેની કિંમત ઘણી વધી છે. જો કે, વધારે પૈસા આપવા પર તમને વધારાનું રિફાઈન્ડ એન્જિન મળે છે. XPulse 200ને ઈમ્પલ્સના રિપ્લેસમેન્ટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. માર્કેટમાં સસ્તી ઓફ રોડ બાઈકના ઓપ્શન ઘણા ઓછા છે, તો આ બાઈક તેના માટે સારો વિકલ્પ છે. અપડેટ ફીચર્સ સાથે તે સસ્તી કિંમત પર એક સારાં પેકેજ સાથે અવેલેબલ છે.
 • XPulse 200માં સિંગલ ચેનલ ABS અને એક બ્લૂટૂથ ઈનેબલ્ડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. આ સિવાય, તેમાં 21/18-ઈંચનાં વ્હીલનો કોમ્બો છે, જે સામાન્ય રીતે ડર્ટ બાઈકમાં જોવા મળે છે. પાવર આઉટપુટની વાત કરવામાં આવે તો તેમાં 8500rpm પર 18.08hp પાવર અને 6500rpm પર 16.45Nm ટોર્ક મળે છે.

2. TVS Apache RTR 200 4V
કિંમત 1.24 લાખ રૂપિયા

 • RTR 200 4V હંમેશાંથી એક વેલ્યૂ-ફોર-મની બાઈક રહી છે. તેમાં પાવરફુલ, ઓઈલ-કુલ્ડ, ચાર વાલ્વ એન્જિન સહિત ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર આપવામાં આવ્યાં છે. BS6 અપડેટ સાથે કંપનીએ અપાચે RTR 200 4Vને નવું રૂપ આપ્યું છે અને તે TVSની ‘સ્માર્ટ ઝોનકનેક્ટ’ ટેક્નિકથી સજ્જ છે. તેમાં બ્લુટૂથ પેરેબલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જેમાં લેપ ટાઈમ, ટોપ સ્પીડ, ઇનકમિંગ કોલર નેમ અને અન્ય ઘણી જાણકારીઓ મળે છે. તેની એક ડેડિકેટેડ ફોન એપ, રાઈડર્સને પોતાની રાઈડ ટેલીમેટ્રી અને મેક્સિમમ લીન એન્ગલ ટ્રેક કરવાની પરવાનગી આપે છે, જે એક જોરદાર ફીચર છે.
 • ફીચર્સનું લિસ્ટ આટલું જ નથી, TVSએ ગ્લાઈડ થ્રુ ટેક્નોલોજી(GTT) સાથે અપાચે RTR 200 4Vને ફિટ કર્યું છે. GTT ફ્યુઅલને થોડા પ્રમાણમાં ઇન્જેક્ટ કરવા માટે ફ્યુઅલ-ઇન્જેક્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે જે થ્રોટલ ઈનપુટની જરૂરિયાત વગર ટ્રાફિકવાળા રસ્તા દ્વારા આરામથી ક્રોલ કરવાની મંજૂરી આપે છે. કેટલાક અંશે આ ઓટો ટ્રાન્સમિશન ફંક્શન જેવું જ છે.
 • આ હંમેશાંથી 200cc સેગમેન્ટમાં એક જોરદાર બાઈકનું સ્થાન ધરાવે છે. BS6 અપડેટમાં કિંમતમાં ઘણો વધારો(આશરે 10 હજાર રૂપિયા) જોવા મળ્યો. પરંતુ આ એક સ્લિપર ક્લચ સહિત સ્ટાન્ડર્ડ રૂપે મળતા ફીચર્સના લાંબા લિસ્ટને જોઈએ તો ભાવવધારો યોગ્ય છે. એન્જિન આઉટપુટની વાત કરીએ તો તેમાં 8500rpm પર 20.5hp પાવર અને 7500rpm પર 16.8Nm ટોર્ક મળે છે.

3. KTM 125 Duke
કિંમત 1.42 લાખ રૂપિયા

 • KTM 125 Duke ઓસ્ટ્રેલિયન ઓટોમોબીઇલ કંપનીની સૌથી સસ્તી બાઇક છે. જો કે, તેની કરન્ટ કિંમત અને આ લિસ્ટમાં અન્ય બાઇક્સ કરતાં તે થોડી વધારે મોંઘી છે. જો કે, આ એટલા માટે છે કારણ કે તે થોડું KTMની જૂની બાઇક જનરેશન 200 Duke જેવું જ છે, જે ઓછું પાવરફુલ છે. તેમાં એ જ પ્રકારના પાર્ટ્સ, બોડીવર્ક અને ફીચર્સ જોવા મળશે, જે પ્રીમિયમ એક્સેસરીઝ છે. આનો અર્થ એ છે કે તમને સ્પોર્ટી એલોય વ્હીલ્સ, એક અપસાઇડ ડાઉન ફોર્ક, બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક અને ટ્રેલિસ ફ્રેમ આપવામાં આવી છે.
 • તેની કિંમત હોવા છતાં, 125 Duke માર્કેટમાં લોકપ્રિય બાઇક સાબિત થઈ ને એટલે સુધી કે તે KTM ઇન્ડિયાની સૌથી વધુ વેચાતું મોડેલ બની. એન્જિન આઉટપુટ વિશે વાત કરીએ તો આ બાઇકમાં 9250rpm પર 14.5hp અને 8000rpm પર 12Nm ટોર્ક મળે છે.

4. યામાહા R15 V 3.0
કિંમતઃ 1.49 લાખ રૂપિયા

R15 V3.0 પણ ઇન્ડિયન માર્કેટમાં લોકપ્રિય બાઇક છે. તેમાં 150cc કેટેગરીનું એડવાન્સ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનાં લિક્વિડ કૂલ્ડ 155cc સિંગલ સિલિન્ડર એન્જિનમાં VVT (વેરિએબલ વાલ્વ ટાઇમિંગ) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઇમ્પ્રેસિવ ફ્યુલ એફિશિયન્સીવાળા આંકડાઓ માટે ઘણી વસ્તુઓ મેનેજ કરવામાં આવી છે. ગયા વર્ષે યામાહાએ નવી પેન્ટ સ્કીમ અને ડ્યુઅલ-ચેનલ ABS સાથે R15 V 3.0ને અપડેટ કરી. એન્જિન આઉટપુટ વિશે વાત કરીએ તો 10000rpm પર 18.6hp અને 8500rpm પર 14.1Nm છે.

5. બજાજ પલ્સર RS 200
​​​​​​​કિંમતઃ 1.50 લાખ રૂપિયા

 • પલ્સર RS200 તેની રેન્જમાં કંપનીની એકમાત્ર ફુલ્લી ફેયર્ડ બાઇક છે. માર્કેટમાં આ વર્ષ 2014માં આવી હતી અને BS6 એમિશન નોર્મ્સમાં અપડેટ કર્યા સિવાય RS 200માં અન્ય કોઈ અપડેટ આપવામાં આવી નથી. RS200ને NS200ના ફેયર્ડ વેરિઅન્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી, જે KTM 200 Dukeની કોમ્પિટિટર છે. KTM ખરતાં આ બાઇકમાં સંપૂર્ણ રીતે અલગ ફ્રેમ અને સસ્પેન્શન સેટઅપ છે અને તે ખૂબ જ પાવરફુલ બાઇક છે.
 • ફેરિંગની નીચે એક 6 સ્પીડ ગિયરબોક્સ માટે 199.5ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જેને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ લિક્વિડ કૂલ્ડ 4 વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જિન KTM જેવું જ છે. પરંતુ આ યૂનિક ટ્રિપલ સ્પાર્ક પ્લગ DHC લેઆઉટનો ઉપયોગ કરે છે. એન્જિન આઉટપુટની વાત કરીએ તો તેમાં 9750rpm પર 24.5hp અને 8000rpm પર 18.7Nm ટોર્ક મળે છે.
અન્ય સમાચારો પણ છે...