તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • 5 Mid size SUVs Including Hyundai Creta And Kia Celtos Will Get An Average Of 21.4 Kmpl, Check Which Car Is Better In Terms Of Fuel Efficiency

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવરેજ:હ્યુન્ડાઇ ક્રેટા અને કિઆ સેલ્ટોસ સહિત 5 મિડ-સાઇઝ SUVમાં 21.4 kmpl સુધીની એવરેજ મળશે, ફ્યુલ એફિશિયન્સીના મામલે કઈ ગાડી વધારે સારી છે ચેક કરી લો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પર્ફોર્મન્સિસ, ફીચર્સ, સ્પેસ અને કમ્ફર્ટને કારણે ભારતમાં SUVની પોપ્યુલારિટી વધતી જઈ રહી છે. જો કે, ફ્યુલના વધતા જતા ભાવ સાથે SUV ખરીદતાં પહેલાં તેની એવરેજ ફીગર પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. અહીં ઇન્ડિયન માર્કેટમાં ઉપલબ્ધ ક્રેટા, ડસ્ટર સહિત 5 પોપ્યુલર મિડ-સાઇઝ SUVની એવરેજ જણાવવામાં આવી છે. ફ્યુલ એફિશિયન્સીના મામલે કઈ ગાડી વધારે સારી છે ચાલો જાણીએ.

1. હ્યુન્ડાઇ ક્રેટા

હ્યુન્ડાઇ ક્રેટા ત્રણ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. એક 1.5 લિટર પેટ્રોલ, 1.5 લિટર ટર્બો-ડીઝલ અને 1.4 લિટર ટર્બો-પેટ્રોલ. 1.5 લિટર પેટ્રોલ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ સાથે 16.8 kmpl અને CVT સાથે 16.9 kmplની એવરેજ આપે છે. 1.5 લિટરનું ટર્બો-ડીઝલ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ સાથે 21.4 kmpl અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 18.5 kmplની એવરેજ આપે છે. 1.4-લિટરનું ટર્બો-પેટ્રોલ એન્જિન ફક્ત 7-સ્પીડ DCT સાથે આવે છે, જે 16.8 kmpl એવરેજ આપે છે.

2. કિઆ સેલ્ટોસ

કિઆ સેલ્ટોસ એ ક્રેટાની જેમ જ ત્રણ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. 1.5 લિટર પેટ્રોલ એન્જિન મેન્યુઅલ અને CVT બંને સાથે 16.8 kmplની એવરેજ આપે આપે છે. 1.5L ટર્બો-ડીઝલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 20.8 kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 17.8 kmplની એવરેજ આપે છે. સેલ્ટોસનું 1.4 લિટરનું ટર્બો-પેટ્રોલ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ સાથે 16.1 kmpl અને 7-સ્પીડ DCT સાથે 16.8 kmpl એવરેજ આપે છે.

3. મારુતિ સુઝુકી S-Cross

મારુતિ સુઝુકી S-Cross સિંગલ એન્જિન ઓપ્શન 1.5 લિટર પેટ્રોલમાં જ ઉપલબ્ધ છે. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 18.43 kmpl એવરેજ અને 4-સ્પીડ ઓટોમેટિક સાથે તેમાં 18.55 kmplની એવરેજ આપે છે.

4. નિસાન કિક્સ

નિસાન કિક્સ બે એન્જિન ઓપ્શનમાં અવેલેબલ છે. 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં 13.9 kmpl એવરેજ મળે છે. 1.3-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનમાં બે ટ્રાન્સમિશન ઓપ્શન મળે છે. આ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 15.8 kmpl અને CVT સાથે પણ 15.8 kmpl એવરેજ (અંદાજિત) મળે છે.

5. રેનો ડસ્ટર

રેનો ડસ્ટર પણ નિસાન કિક્સની જેમ બે એન્જિન ઓપ્શનમાં અવેલેબલ છે. પહેલું 1.5-લિટર એન્જિન, જે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 14.19 kmpl એવરેજ આપે છે. બીજું 1.3-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન, જે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 16.5 kmpl અને CVT સાથે 16.42 kmpl એવરેજ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો