ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી એક ઇલેક્ટ્રિક ક્રાંતિ તરફ આગળ વધી રહી છે. વિવિધ દેશોની સરકાર પોતાપોતાના દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સખત મહેનત કરી રહી છે. આ માટે તેમના ઓવરઓલ કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવામાં આવી રહ્યાં છે, જેમાં ભારત પણ સામેલ છે. જો કે, આપણાં દેશમાં બહુ બધાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર વ્હીકલ્સ અવેલેબલ છે. પરંતુ ઇલેક્ટ્રિક ગાડીઓ લિમિટેડ છે.
ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થવા માટે બહુ બધી EVs લાઇનઅપમાં છે અને તેમાંથી કેટલીક સસ્તી ગાડીઓ પણ એન્ટ્રી કરવા જઈ રહી છે. અહીં તમને 5 અપકમિંગ ઇલેક્ટ્રિક ગાડીઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેની કિંમત 15 લાખ રૂપિયા કરતાં ઓછી હશે.
1. મહિન્દ્રા eXUV300 (Mahindra eXUV300)
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતમાં તેના વાહન પોર્ટફોલિયોના વિસ્તાર પર કામ કરી રહી છે અને કેટલાક ઈલેક્ટ્રિક વાહન પાઈપલાઈનમાં છે. મહિન્દ્રા XUV300 ઈલેક્ટ્રિક (eXUV300)ને 2020ના ઓટો એક્સ્પોમાં પોતાના કોન્સેપ્ટ ફોર્મમાં શોકેસ કરી હતી. લોન્ચિંગ સમયે તેની કિંમત ટાટા નેક્સન EVના મુકાબલે પ્રતિસ્પર્ધી રાખવામાં આવશે, જે 13 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા હોઈ શકે છે.
eXUV300નાં સ્પેસિફિકેશન હાલ એક રહસ્ય છે, પરંતુ ડ્રાઈવિંગ રેન્જની પુષ્ટિ મહિન્દ્રા ઈલેક્ટ્રિકના MD અને CEO મહેશ બાબુએ, આશરે 375 કિલોમીટરની કરી છે. અન્ય રિપોર્ટ દ્વારા એ માલુમ પડ્યું છે કે, લોઅર ડ્રાઈવિંગ રેન્જ સાથે એક એન્ટ્રી લેવલ વર્ઝન પણ રજૂ કરવામાં આવશે, જે શહેરના લોકો માટે કેન્દ્રિત હશે.
2. મહિન્દ્રા સુઝુકી વેગનઆર ઈવી (Maruti Suzuki Wagon R EV)
મારુતિ સુઝુકી પણ એક અથવા 2 વર્ષથી ઈલેક્ટ્રિક વેગનઆરનું ટેસ્ટિંગ કરી રહી છે અને એવું લાગી રહ્યું છે કે આ ટેસ્ટિંગ હવે ફાઈનલ ફેઝમાં છે. કંપનીએ પહેલા ખુલાસો કર્યો હતો કે વેગનઆર ઈવીને કમર્શિયલ ખરીદારો અને પ્રાઈવેટ ફ્લીટ ઓપરેટરો માટે માનવામાં આવી રહી છે. કંપની દ્વારા ખાનગી ખરીદારોને વાહન રિટેલ કરવા માટે શંકા છે કારણ કે ભારતીય માર્કેટમાં ઈવીનું ખાસ માર્કેટ નથી.
આ સિવાય આશરે 8 લાખ રૂપિયા અનુમાનિત કિંમત સાથે વેગનઆર ઈવી નિશ્ચિત રૂપથી રેગ્યુલર વેગનઆરની જેમ ખરીદારોને આકર્ષિત કરવા માટે સંઘર્ષ કરશે. બેટરી અને ઈલેક્ટ્રિક મોટર સ્પેસિફિકેશન આ સમયે અજાણ છે, પરંતુ જૂના રિપોર્ટ પ્રમાણે 100 કિલોમીટરથી વધારાની રેન્જનો દાવો કરવામાં આવ્યો છે.
3. ટાટા અલ્ટ્રોઝ ઈવી (Tata Altroz EV)
ટાટા મોટર્સ તેમના લાઈનઅપ વધારવા માટે કામ કરી રહી છે, જેમાં પારંપરિક ICE-પાવર્ડ કાર સાથે EV પણ છે. ઈવી સેગમેન્ટમાં ઈલેક્ટ્રિક અલ્ટ્રોઝ કદાચ સૌથી પ્રતીક્ષિત વાહન છે. તેને 2020 ઓટો એક્સ્પોમાં પ્રોડક્શન નીયર ફોર્મમાં જોવા મળી હતી અને આ વર્ષના અંત સુધીમાં તે લોન્ચ થઈ શકે છે.
ટાટા અલ્ટ્રોઝ ઈલેક્ટ્રિકને રેગ્યુલર અલ્ટ્રોઝની જેમ બ્રાન્ડના ALFA પ્લેટફોર્મથી અટેચ કરવામાં આવશે. અલ્ટ્રોઝ ઈવીમાં 250થી 300 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ મળવાની આશા છે. તેમાં નેક્સન ઈવી સમાન Ziptron ટેક્નોલોજી હશે. તેની કિંમત આશરે 10-12 લાખ રુપિયા હોવાની આશા છે.
4. મહિન્દ્રા eKUV100 (Mahindra eKUV100)
eXUV300 આવતાં પહેલાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા eKUV100 ગાડીને ભારતમાં લોન્ચ કરશે. ઓટો એક્સપો 2020 દરમિયાન તેને પ્રોડક્શન નિયર ફોર્મમાં રજૂ કરવામાં આવી હતી અને એકવાર ફુલ ચાર્જ કરવા પર ગાડીમાં 140 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળવાની ધારણા છે. સમાચાર એવા છે કે તેમાં લોન્ગ રેન્જ વેરિઅન્ટ પણ અવેલેબલ હશે, જેની કિંમત વધારે હશે.
eKUV100ની કિંમત 9.5-12 લાખ રૂપિયા વચ્ચે રહેવાની અપેક્ષા છે. રેગ્યુલર KUV100 કરતાં આ અપડેટેડ મોડેલની કિંમત વધુ રાખી હોવાથી તેમાં કેટલાંક પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવશે. આ EV માર્કેટમાં જ્યાં સુધી ટાટા HBX નહીં આવે ત્યાં સુધી ઇન્ડિયન માર્કેટમાં સૌથી સસ્તી ગાડી હશે.
5. ટાટા HBX ઇલેક્ટ્રિક (Tata HBX Electric)
ટાટાHBXને વર્ષ 2021ના મિડ સુધી ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવે એવી શક્યતા છે અને તેનાં ઇલેક્ટ્રિક વર્ઝનને વર્ષ 2021ના અંત સુધીમાં માર્કેટમાં લાવવામાં આવશે એવી અપેક્ષા છે. આ પોઇન્ટ પર વાહન મોટાભાગે એક રહસ્ય છે, જે અંગે માત્ર કેટલીક માહિતી જ ઉપલબ્ધ છે. અલ્ટ્રોઝની જેમ HBX અને HBX EVને ALFA પ્લેટફોર્મ દ્વારા અંડરપિનિંગ કરવામાં આવશે. બેટરી અને મોટર સ્પેક્સનું ખુલાસો આવતા વર્ષે જ થશે.
ICE-પાવર્ડ ટાટા HBXની કિંમત 5.5-8 લાખ રૂપિયા હોવાની ધારણા છે. ઇલેક્ટ્રિક HBXની કિંમત તેની ઉપર એક મહત્ત્વપૂર્ણ પ્રીમિયમ સાથે હશે, જેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા સાથે શરૂ થશે. જો ટાટા તેનું કાર્ડ યોગ્ય રીતે પ્લે કરશે તો ભારતમાં HBX ખૂબ જ પોપ્યુલર થઈ જશે, ખાસ કરીને તેની કિંમતના કારણે તે લોકપ્રિય થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.