કાર બાઇંગ ગાઇડ:માર્કેટમાં 5 સસ્તી ડીઝલ-ઓટોમેટિક SUV અવેલેબલ, 10 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં 1 એપ્રિલ 2020થી BS6 એમિશન નોર્મ્સ લાગુ થઈ ગયાં છે. નવા નિયમ લાગુ થયા બાદ ઘણી ગાડીઓ બંધ કરી દેવામાં આવી, જેમાં મોટાભાગની ડીઝલ ગાડીઓ હતી. મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓએ ડીઝલ એન્જિન પર કામ કરવાનું બંધ કરી દીધું. જો કે, તેનો અર્થ એવો પણ નથી કે હવે ડીઝલ ગાડીઓ સાથે સમાધાન કરવું પડશે. BS6 એન્જિનના જમાનામાં અનેક કંપનીઓ ડીઝલ વેરિઅન્ટ રજૂ કરી રહી છે. અહીં 5 એવી સસ્તી ડીઝલ-ઓટોમેટિક ગાડીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

1. કિઆ સોનેટ
કિઆ સોનેટમાં 1.5 લિટરનું ડીઝલ એન્જિન ઉપલબ્ધ છે, જે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 100PS પાવર અને 240Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 115PS પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. સોનેટના ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત 10.59 લાખથી 13.19 લાખ રૂપિયા સુધી છે. (બંને ભાવ, એક્સ શો-રૂમ)

2. મહિન્દ્રા XUV300
મહિન્દ્રા XUV300 અત્યારે સબ-4 મીટર SUV સેગમેન્ટમાં સૌથી પાવરફુલ ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. તેનું 1.5 લિટર 4 સિલિન્ડર એન્જિન 117PS પાવર અને 300Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શન અવેલેબલ છે. ડીઝલ-ઓટો વેરિઅન્ટની કિંમત 10.20 લાખ રૂપિયાથી 12.30 લાખ રૂપિયા સુધી છે. (બંને ભાવ, એક્સ-શો રૂમ)

3. ટાટા નેક્સન
ટાટા નેક્સનનું 1.5 લિટર 4 સિલિન્ડર એન્જિન 110PS પાવર અને 260Nm ટોર્ક જનરેટ કરે છે. આ 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે. નેક્સન ડીઝલ AMT વેરિઅન્ટની કિંમત 9.92 લાખ રૂપિયાથી લઇને 12.79 લાખ રૂપિયા સુધી છે. (બંને ભાવ, એક્સ-શો રૂમ)

4. હ્યુન્ડાઇ ક્રેટા
હ્યુન્ડાઇ ક્રેટા ભારતમાં સૌથી વધુ વેચાનારી SUVમાંથી એક છે. કંપનીનો દાવો છે કે, ક્રેટાના 60% ખરીદદાર ડીઝલ વેરિઅન્ટ પસંદ કરી રહ્યા છે. ક્રેટા 1.5 લિટરનું ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 115PS પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. ક્રેટામાં બે ડીઝલ ઓટો વેરિઅન્ટ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે 16.28 લાખ રૂપિયા અને 17.49ન લાખ રૂપિયા છે. (બંને ભાવ, એક્સ-શો રૂમ)

5. કિઆ સેલ્ટોસ
સેલ્ટોસને ભારતમાં ફર્સ્ટ કિઆ કાર તરીકે લોન્ચ કરવામાં આવી હતી. સેલ્ટોસ ક્રેટાની જેમ જ 1.5 લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરે છે, જેને સમાન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ ઓટોમેટિક સાથે રજૂ કરવામાં આવે છે. સેલ્ટોસ 1.5 લિટર ડીઝલ ઓટો વેરિઅન્ટની કિંમત 13.79 લાખ રૂપિયાથી 17.45 લાખ રૂપિયા સુધી છે. (બંને ભાવ, એક્સ-શો રૂમ)

અન્ય સમાચારો પણ છે...