મહિન્દ્રાએ XUV400ના ભાવની જાહેરાત કરી:ફક્ત 15.99 લાખ રૂપિયામાં 456 કિમીની રેન્જ, 26 જાન્યુઆરીથી બુકિંગ, માર્ચથી ડિલિવરી શરૂ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક C-SUV ‘ XUV400’ના ભાવની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ કંપનીએ જણાવ્યું છે કે, આ કાર 2 વેરિયન્ટ EC અને ELમાં લોન્ચ કરશે. આ કારના બેઝ વેરિયન્ટની શરૂઆતની કિંમત 15.99 લાખ રૂપિયા છે જે 18.99 લાખ રૂપિયા છે, આ શરૂઆતની કિંમત છે જે પહેલા 5 ગ્રાહક માટે છે.

તો મહિન્દ્રા આ SUV ને Tata Nexon EV ને ટક્કર આપશે. આ કાર સિંગલ ચાર્જમાં 456 કિમી ચાલશે. તેની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધીની છે. મહિન્દ્રાએ દાવો કર્યો છે કે તે લોન્ચ થયાના એક વર્ષમાં ગ્રાહકોને XUV400 ના 20,000 યુનિટ્સ પહોંચાડશે. કંપનીએ કહ્યું કે ઇલેક્ટ્રિક એસયુવીનું બુકિંગ 26 જાન્યુઆરીથી 34 શહેરોમાં શરૂ થશે.

8.3 સેકન્ડમાં 0-100 કિ.મી.ની ઝડપ
નોન લક્ઝરી સેગમેન્ટની આ કારમાં મહિન્દ્રાએ સૌથી ઝડપી એક્સિલરેશનનો દાવો કર્યો હતો. 0-100 કિ.મી.ની સ્પીડ 8.3 સેકન્ડમાં પહોંચી જશે. C-SUVની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની જણાવવામાં આવી રહી છે. 310nmનું બેસ્ટ-ઇન-ક્લાસ ટોર્ક આઉટપુટ મળશે. કંપનીએ દાવો કર્યો હતો કે, ઇલેક્ટ્રિક C-SUV સિંગલ ચાર્જમાં 456 કિમી સુધી ચાલશે. તો XUV400 ELની ડિલિવરી આ વર્ષે માર્ચથી શરૂ કરી દેવામાં આવશે. જ્યારે EC વેરિયન્ટની ડિલિવરી દિવાળીના તહેવારોની સિઝન દરમિયાન શરૂ થશે. કંપની આ SUVના બેટરી પેક અને મોટર પર 8 વર્ષ અથવા 1,60,000 કિલોમીટરની વોરંટી આપી રહી છે.

આ કાર 5 કલરમાં ઉપલબ્ધ
આ કારના કલર વિશે વાત કરવામાં આવે તો આર્ક્ટિક બ્લુ, એવરેસ્ટ વ્હાઇટ, ગેલેક્સી ગ્રે, નેપોલી બ્લેક અને ઈન્ફિનિટી બ્લુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. રૂફ પર ડ્યુઅલ ટોન વિકલ્પ હશે, જેમાં સાટિન કોપર ફિનિશ મળશે.

બેટરી પેક અને રેન્જ મહિન્દ્રા XUV400 ના EC વેરિઅન્ટમાં 34.5 kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે 150PS પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે. જે એક વાર ફુલ ચાર્જમાં 375 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તો બીજી તરફ ગ્રાહકો તેની સાથે 3.3 kW અથવા 7.2 kW નું ચાર્જર લઈ શકે છે. XUV400 EL વેરિઅન્ટ 39.4 kWh લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે, જે 150 PS પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે. તે સંપૂર્ણ ચાર્જ પર 456 કિમીની રેન્જ આપે છે.આ વેરિઅન્ટ 7.2 kW ચાર્જર સાથે આવે છે.

60 પ્લસ કનેક્ટિવિટી ફીચર્સ
1821MM વીથની સાથે 4200 ઓવરઓલ લેન્થવાળી કાર ડસ્ટ અને વોટરપ્રૂફ પણ છે. 60થી વધુ ક્લાસ લીડિંગ કનેક્ટિવિટી ફિચર્સ સાથે સ્માર્ટવોચ પણ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 2600mm વ્હીલબેઝ, 378 લિટર બૂટ સ્પેસ, ઇલેક્ટ્રિક સ્ટીયરિંગ, થ્રોટલ અને રિજનરેશન રિસ્પોન્સ સિસ્ટમ પણ હશે. નવા LED ટેલલેમ્પમાં કોપર પણ જોવા મળશે. વાઈડેસ્ટ સી-સેગમેન્ટના વાહનમાં સ્પોર્ટી મોડ સહિત 3 ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ મોડ્સ મળશે.1821MM પહોળાઈ સાથે 4200 એકંદર લંબાઈ ધરાવતી કાર પણ ડસ્ટ અને વોટર પ્રૂફ છે.