તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કોડાની નવી કોમ્પેક્ટ SUV Vision IN કારનો 3D સ્કેચ રિલીઝ, 2021ના એપ્રિલ મહિનામાં લોન્ચ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સ્કોડા ઓટો ઇન્ડિયા ઇન્ડિયન માર્કેટ માટે એક નવી કોમ્પેક્ટ SUV તૈયાર કરી રહી છે, જેના કોન્સેપ્ટ વર્ઝનને 2020 ઓટો એક્સપોમાં 5 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ કારનો કંપનીએ સ્કેચ જાહેર કર્યો છે. અત્યારે આ કારનું કોડનેમ Vision IN રાખવામાં આવ્યું છે.


Vision INનો કોન્સેપ્ટ મિડ સાઇઝ SUV છે, જેની લંબાઇ 4.26 મીટર છે. જો કે, આ કારનું પ્રોડક્શન 2020-21માં શરૂ કરવામાં આવશે. આ કારને લઇને સ્કોડા ઓટો ઇન્ડિયાના ડાયરેક્ટર જેક હોલિસે પહેલા જ ખાતરી આપી હતી કે, આ કોમ્પેક્ટ SUVને વર્ષ 2021ના એપ્રિલ મહિનાની આસપાસ લોન્ચ કરવામાં આવશે.


સ્કોડા Vision IN કોન્સેપ્ટમાં બટરફ્લાય આકારવાળા સ્લેટ્સ સ્કોડા ગ્રિલ સાથે એક પહોળું બોનેટ જોવા મળશે. રિલીઝ કરાયેલા સ્કેચથી 3D ઇફેક્ટ રિઅરમાં રૂફલેસ સાથે રેપઅરાઉન્ડ LED ટેલલાઇટ્સ અને રિઅર બંપર પર એલ્યુમિનિયરનું કામ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, આ SUVના ટેલગેટ પર રિફ્લેક્ટર્સ સાથએ હોરિઝોન્ટલ લાઇટ સ્ટ્રિપ્સ અને બોલ્ડ સ્કોડાનું બેજિંગ જોવા મળશે.


સ્કોડાની આ નવી SUV MQB AO પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે, જેનો પ્રયોગ કંપની ગ્લોબલ માર્કેટમાં કરે છે. Vision IN કંપનીના આ જ પ્લેટફોર્મ પર રજૂ થનારી પહેલી કાર હશે. સ્કોડા ઇન્ડિયાની આ SUVના એન્જિન ઓપ્શન્સ વિશે હજી સુધી કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ આ મોડેલને મેન્યુઅલ અને ટ્રાન્સમિશન બંને ઓપ્શનમાં એક પેટ્રોલ એન્જિન મળશે.   

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો