2022માં રેકોર્ડબ્રેક ગાડીઓનું વેચાણ:ગત વર્ષે 34.31 લાખ કાર અને 1.53 લાખ ટુ-વ્હીલર્સનું વેચાણ, ડિસેમ્બરમાં વેચાણમાં ઘટાડો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના ઓટોમોબાઈલ સેક્ટરે ગયા વર્ષે ખૂબ સ જસારું રહ્યું હતું. ગત વર્ષે રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ શરૂ કર્યું છે. ખાસ કરીને કારનું વેચાણ 34.31 લાખના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. જોકે, ડિસેમ્બર મહિનામાં છૂટક વાહનોના કુલ વેચાણમાં 5.40%નો ઘટાડો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ ગુરુવારે આ આંકડાની જાહેરાત કરી છે.

FADAના પ્રેસિડેન્ટ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારોની સિઝનમાં વાહનોના વેચાણમાં સારો એવો સોદો થયા બાદ ડિસેમ્બર મહિનામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો થયો છે. જેના કારણે છેલ્લા મહિનામાં વાહનોના એકંદર વેચાણ ઉપર પણ અસર પડી રહી છે.

2022માં વાહનોના છૂટક વેચાણમાં 15.28% નો વધારો થયો છે.

  • 2022માં વાહનોનું વેચાણ 15.28% વધીને 2,11,20,441 પર પહોંચ્યું છે. 2021માં કુલ 1,83,21,760 વાહનોનું વેચાણ થયું હતું.
  • તો વર્ષે 2022 માં કારનું વેચાણ 34,31,497 પર પહોંચ્યું હતું, જે 2021 ના ​​29,49,182 કરતાં 16.35% વધુ છે.
  • વર્ષ 2022માં ટુ-વ્હીલરનું વેચાણ 13.37% વધીને 1,53,88,062 થયું છે. જે 2021માં 1,35,73,682 ટુ વ્હીલરનું વેચાણ થયું હતું.

ડિસેમ્બર 2022માં વાહનના વેચાણમાં 5.40%નો ઘટાડો

  • ડિસેમ્બર 2022માં કુલ 16,22317 વાહનોનું વેચાણ થયું હતું. આ 2021માં વેચાયેલા 1,71,4942 વાહનોની સરખામણીએ 5.40% ઓછું છે.
  • ગત વર્ષે ડિસેમ્બર 2022માં 2,80,016 કાર વેચાઈ હતી, જે 2021માં વેચાયેલી 2,58,921 કાર કરતાં 8.15% વધુ છે.
  • ડિસેમ્બરમાં ટુ-વ્હીલરનું વેચાણ 11.19% ઘટીને 11,33,138 થયું છે. ડિસેમ્બર 2021માં 12,75,894 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું.