ગ્રેન્ડ વિટારાના બુકિંગ મામલે દિલ્હી મોખરે:એક મહિનાના ટૂંકા સમયમાં 33 હજાર કારનું થયું બુકિંગ, બુકિંગની રકમ છે ફક્ત 11,000

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકીએ પ્રીમિયમ SUV ગ્રેન્ડ વિટારાનું 11 જુલાઈથી નેક્સાનાં શોરૂમમાં કે તેની વેબસાઈટ પર લોગ ઈન કરીને પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. 1 મહિનાથી પણ ઓછા સમયગાળામાં 33,000 થી વધુ કારનું બુકીંગ થઇ ગયું છે, આ એક ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર છે. કાર બુકિંગ અંગેની જાણકારી મારુતિના માર્કેટિંગ અને સેલ્સ સીનિયર ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે આપી છે. કારનું સૌથી વધુ બુકીંગ દિલ્હીમાં થયું છે, બાદમાં હૈદરાબાદ, પુણે અને મુંબઈ અને બેંગલુરુમાં થયું છે. ગુજરાતમાં આ કારનું કેટલું બુકીંગ થયુ છે તે જાણી શકાયું નથી.

નેક્સાનાં શોરૂમમાં કે તેની વેબસાઈટ પર લોગ ઈન કરીને ગ્રેન્ડ વિટારાનું પ્રી-બુકિંગ કરી શકો છો. ગ્રેન્ડ વિટારાની બુકિંગની રકમ 11,000 રૂપિયા છે. આ કાર વિશે વધુ વાત કરવામાં આવે તો ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ પણ છે. કંપનીએ આ પ્રસંગે નેકસાવર્ઝન પણ લોન્ચ કર્યું છે. મારુતિ સુઝુકી આ તહેવારની સીઝનમાં સપ્ટેમ્બરમાં નવી ગ્રાન્ડ વિટારાને સત્તાવાર રીતે લોન્ચ કરી શકે છે.

કારની બેટરી ઓટોમેટિક ચાર્જ થઇ જાય છે.
મારુતિ સુઝુકી ગ્રેન્ડ વિટારાના ટોપ મોડેલમાં લિથિયમ આયન બેટરી લગાડવામાં આવી છે. જેમાં મોટર અને પેટ્રોલ એન્જીન પણ છે. આ કારમાં રહેલી બેટરી ઓટોમેટિક ચાર્જ થઇ જાય છે.

9.5 લાખ હોઈ શકે છે પ્રારંભિક કિંમત
આ કારની પ્રારંભિક કિંમત 9.5 લાખ હોય શકે છે. ગ્રેન્ડ વિટારાનું પ્રોડક્શન ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે. હાઇરાઇડરની જેમ જ તેમાં મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 1.5 લિટરનું માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન હોઈ શકે છે. તેનું પ્રોડકશન કર્ણાટકનાં બિદાદી પ્લાન્ટમાં કરવામાં આવશે. મારુતિની ગ્રાન્ડ વિટારા મારુતિની બીજી SUV હશે, જે સનરૂફ ફીચર સાથે આવશે. આ પહેલા કંપનીએ નવી બ્રેઝામાં પણ સનરૂફ આપ્યું હતું.

માઇલ્ડ હાઇબ્રિડની આ રહી કિંમત

વેરીઅંટમેન્યુઅલ (રૂપિયા)ઓટોમેટિક (રૂપિયા)
સિગ્મા9.50 લાખ
ડેલ્ટા11 લાખ12.50 લાખ
જેટા12 લાખ13.50 લાખ
આલ્ફા13.50 લાખ15 લાખ
આલ્ફા AWD15.50 લાખ

સ્ટ્રોન્ગ હાઇબ્રિડની કિંમત

વેરીઅંટકિંમત (રૂપિયા)
જેટા પલ્સ17 લાખ
આલ્ફા પલ્સ18 લાખ

મારુતિ ગ્રેન્ડ વિટારાનાં ફીચર્સ
2022ની ગ્રેન્ડ વિટારા SUVમાં હાઈરાઈડર જેવાં ફીચર્સ હોઈ શકે છે. એવી પણ આશા રાખવામાં આવી રહી છે, કે તે નવાં એક્સટીરિયર શેડ અને સ્પોર્ટ એક્સટીરિયર લુકમાં જોવા મળશે. ગ્રેન્ડ વિટારામાં નવ ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરાં, હેડ-અપ-ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ચાર્જર્સ, ઇલેક્ટ્રિક સનરૂફ્સ અને લેધરી અપહોલ્સ્ટ્રી જેવાં ફીચર્સ હોઈ શકે છે.

ગ્રેન્ડ વિટારાની ટકકર ટોયોટા અર્બન ક્રુઝર સાથે
ગ્રેન્ડ વિટારાની સીધી ટકકર ટોયોટા અર્બન ક્રુઝર હાયરાયડર સાથે થશે, જે ગત મહિને બહાર પાડવામાં આવી હતી. તેનો મુકાબલો હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ સાથે પણ ટકરાશે. આ પહેલાં મારુતિ સુઝુકીએ બ્રેઝાને ‘બ્રેઝા’ નામથી ફરીથી લોન્ચ કરી હતી. તેની એક્સ-શોરૂમ કિંમત 7,99,000 રૂપિયા છે.