તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EV બેટરીનું ગ્લોબલ માર્કેટ:સાઉથ કોરિયાની 3 કંપનીઓ પાસે 31% માર્કેટ શેર રહ્યો, પરંતુ ટેક્નોલોજી મામલે ચીનથી પાછળ રહી ગઈ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક વાહનોની માગ વિશ્વભરમાં હવે ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે વિશ્વભરમાંથી ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ હવે આ સેગમેન્ટમાં કૂદી રહી છે. તેઓ સતત નીચા ભાવે EVની રેન્જ કેવી રીતે વધારવી તે અંગે સતત કામ કરી રહ્યા છે. જો કે, સાઉથ કોરિયન કંપનીઓએ EVના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ એટલે કે બેટરીમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. 3 કોરિયન કંપનીઓ વર્ષના ફર્સ્ટ ક્વાર્ટરમાં ગ્લોબલ માર્કેટમાં 31% હિસ્સો ધરાવે છે.

માર્કેટ રિસર્ચ ફર્મ SNE રિસર્ચ અનુસાર, ગયા વર્ષે ચીનની કંપનીઓની સરખામણીએ કોરિયન કંપનીઓનો માર્કેટ શેર ગગડી ગયો હતો. જો કે, આ વર્ષે LG એનર્જી સોલ્યુશન, સેમસંગ SDI અને SK ઇનોવેશન દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 47.8 ગીગાવોટ/કલાક (GWH) EV બેટરી સપ્લાય કરવામાં આવી છે. આ એક વર્ષ પહેલાં કરતાં 127% વધારે છે.

જોઇન્ટ પાર્ટનરશિપમાં 37.8%નો ઘટાડો
ઘણી મોટી કંપનીઓ EV સેગમેન્ટમાં પ્રવેશી હોવાથી બેટરીની માગમાં તીવ્ર વધારો થયો છે. પરંતુ તેનો જોઇન્ટ શેર પાછલા વર્ષની તુલનામાં 37.8% ઘટ્યો છે. આ મુખ્યત્ત્વે ચીની ઉત્પાદકો દ્વારા વૈશ્વિક બજારના ઝડપી વિસ્તરણને કારણે છે.

LG એનર્જી સોલ્યુશન નંબર-2 પર રહી
યોનાહસ ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, LG એનર્જી સોલ્યુશન ટેસ્લા, ફોક્સવેગન અને ફોર્ડ જેવી કંપનીઓના ઇલેક્ટ્રિક વ્હીકલ મોડેલ માટે બેટરી આપે છે. તે વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 20.5%ની માર્કેટ શેર સાથે બીજા નંબરે રહી.

બે અન્ય કોરિયન મેન્યુફેક્ચરર્સ સેમસંગ SDI અને SK ઇનોવેશનનો માર્કેટ શેર 5.2% હતો. તે રેઝર-થિન માર્જિન સાથે પાંચમા અને છઠ્ઠા નંબરે રહ્યા. NSE રિસર્ચે એક રિપોર્ટમાં જણાવ્યું કે, 'EV બેટરી ટેક્નોલોજીમાં ઝડપી ફેરફાર અને વધેલી હરીફાઈને કારણે ચીની પ્લેયરના કારણે કોરિયન બેટરી ઉત્પાદકો પાછળ ખસી રહ્યા છે.'

લેડ-એસિડ બેટરીના ફેક્ટ્સ

  • લેડ-એસિડ બેટરીમાં વપરાતું મુખ્ય તત્ત્વ લેડ છે. મેટલ હાલમાં લંડન મેટલ એક્સચેંજ પર પ્રતિ ટન આશરે (2,000 (લગભગ 1.5 લાખ રૂપિયા)ની સપાટીએ છે.
  • વુડ મેકેન્ઝીના ડેટા અનુસાર, વર્ષ 2020 માં લગભગ 12.4 મિલિયન ટન શુદ્ધ લીડનું ઉત્પાદન પ્રાથમિક અથવા માઇનિંગ સ્ત્રોતો અને ગૌણ સ્ત્રોતોમાંથી થયું હતું.
  • આંતરરાષ્ટ્રીય લેડ એસોસિએશન દ્વારા અંદાજવામાં આવેલા આંકડા અનુસાર, લગભગ 60% લેડ-એસિડ બેટરીનો ઉપયોગ કારમાં થાય છે.
  • યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી બેટરી વપરાશના મામલે ચીન સૌથી મોટું માર્કેટ પ્લેયર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો